AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રામ મંદિરમાં મહાકુંભ મેળા દરમિયાન સૌથી મોટી ચોરી, હવે ED કરશે તપાસ, જાણો નવા ખુલાસા

મહાકુંભ દરમિયાન રામ મંદિરમાં સૌથી વધારે ચોરી થઈ હતી. અયોધ્યા પોલીસની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે. આ દરમિયાન જીજા-સાળાની જોડી લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાએ સૌથી વધારે રકમની ચોરી કરી છે. ચોરીના પૈસામાં સૌથી વધારે સંપત્તિ પણ આ જોડીએ ખરીદી હતી.

Breaking News  : રામ મંદિરમાં મહાકુંભ મેળા દરમિયાન સૌથી મોટી ચોરી, હવે ED કરશે તપાસ, જાણો નવા ખુલાસા
Image Credit source: AI
| Updated on: Jul 01, 2026 | 10:56 AM
Share

Ram Mandir Donation Case :રામ મંદિરમાંથી દાનની ચોરી અંગે એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યા પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે મહાકુંભ મેળા દરમિયાન રામ મંદિરમાં સૌથી વધુ ચોરીઓ થઈ હતી. અયોધ્યા પોલીસે આ મામલે તપાસ માટે ઈડીને પણ પત્ર લખશે. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા 8 આરોપીઓમાંથી કેટલાક આરોપીઓ કુંભ પહેલા નાની-મોટી ચોરી કરતા હતા.

પરંતુ મહાકુંભ દરમિયાન મંદિરમાં ચઢાવો અને દાનની રકમ વધારે થતી હતી. જેનો આરોપીઓ સાથે મળી ફાયદો ઉઠાવ્યો હતો અને ચોરી કરી હતી. પોલીસે દાવો કર્યો કે, ચોરીનું સંપૂર્ણ શ્રડયંત્ર 8 આરોપીઓ સાથે મળી કરતા હતા. તપાસમાં સામે આવ્યું કે, જીજાજી-સાળાની જોડી લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાએ સૌથી વધારે ચોરી કરી હતી.

જીજા-સાળાની જોડીએ કરી મોટી ચોરી

પોલીસના જણાવ્યા અનુસાર ચોરીના પૈસામાં સૌથી વધારે સંપત્તિ પણ આ જોડીએ ખરીદી છે. અત્યારસુધીની તપાસમાં બંને જોડીની મોટાભાગની સંપત્તિ વિશેની જાણકારી પોલીસને મળી છે.

અયોધ્યા પોલીસ આરોપીઓના નાણાકીય વ્યવહારો અને મિલકતોની સંપૂર્ણ તપાસ કરવા માટે આવકવેરા વિભાગની પણ મદદ લઈ રહી છે. તપાસ દરમિયાન, કેટલાક SBI કર્મચારીઓની ભૂમિકા પણ પોલીસ શંકાના દાયરામાં આવી છે.

આ મામલાની તપાસમાં ઈડીની એન્ટ્રી

અયોધ્યા પોલીસે આ મામલાની તપાસ માટે ઈડીને પત્ર લખશે. જેનાથી મની ટ્રેલ અને નાણાકીય લેવડ-દેવડની તપાસ થઈ શકે. સૌથી વધારે પૈસા અવિનાશ શુક્લાના પાસેથી આવ્યા છે. ચંપત રાય અને અનિલ મિશ્રાની મુશ્કેલી વધી ગઈ છે. તપાસ હવે ટ્રસ્ટના સંચાલન અને દાન વ્યવસ્થાપન પ્રણાલી સુધી વિસ્તરી છે. પોલીસ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.

પ્રયાગરાજમાં 44-45 દિવસ સુધી મહાકુંભ

તમને જણાવી દઈએ કે, મહાકુંભની શરુઆત 13 જાન્યુઆરી 2025થી થઈ હતી. 26 ફેબ્રુઆરી 2025ની સાથે મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થઈ હતી. કુલ 44-45 દિવસ સુધી ચાલેલા આ મહાકુંભમાં 60 કરોડથી વધારે લોકોએ આસ્થાની ડુબકી લગાવી હતી. શરુઆતમાં 40-45 કરોડનું અનુમાન હતુ. પરંતુ ધીમે ધીમે આ આંકડો વધતો ગયો. છેલ્લા દિવસે વધારે ભીડ રહી હતી. આ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો હતો. ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટીતંત્રે ખૂબ જ વ્યવસ્થિત રીતે બધી વ્યવસ્થા કરી હતી.

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે.  અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">