AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઓપરેશન સિંદૂર પર PM મોદીનું પ્રથમ નિવેદન, દેશ માટે ગર્વની ઘડી, જેવી સેના એ તૈયારી કરી એવુ જ કરી બતાવ્યુ

ભારતે પહલગામ આતંકી હુમલાનો બદલો લેતા પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એરિયલ સ્ટ્રાઈક કરી તેના 100 જેટલા આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ભારતે લશ્કર અને જૈશના આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ ઍરસ્ટ્રાઈક પર પીએમ નરેન્દ્ર મોદીનું પ્રથમ નિવેદન સામે આવ્યુ છે. પીએમ મોદી આ ઓપરેશનને દેશ માટે ગર્વની ઘડી ગણાવી જણાવ્યુ કે આ તો થવાનું જ હતુ.

Breaking News: ઓપરેશન સિંદૂર પર PM મોદીનું પ્રથમ નિવેદન, દેશ માટે ગર્વની ઘડી, જેવી સેના એ તૈયારી કરી એવુ જ કરી બતાવ્યુ
| Updated on: May 07, 2025 | 3:39 PM
Share

ભારતે પહલગામ આતંકી હુમલાનો બદલો લેતા પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એરિયલ સ્ટ્રાઈક કરી તેના 90 જેટલા આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ભારતે લશ્કર અને જૈશના આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ દેતા ભારતે પાકિસ્તાન પર ઍરસ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ કેબિનેટ મંત્રીઓને જાણકારી આપતા સેનાની પ્રશંસા કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપરેશન સિંદૂરની જાણકારી આપતા પીએમ મોદીએ કહ્યુ કે ભારતીય સેનાએ તૈયારી સાથે કોઈપણ  ભૂલ વિના કાર્યવાહીને અંજામ આપ્યો.  આ દેશ માટે ગર્વની ક્ષણ છે. આ સફળ ઓપરેશન માટે કેબિનેટ મંત્રીઓએ પીએમ મોદીને અભિનંદન પણ આપ્યા.

જમ્મુકાશ્મીરના પહલગામમાં 2 એપ્રિલે આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ જઘન્ય હુમલા બાદ દેશભરમાં આક્રોષનો માહોલ હતો. દેશભરમાંથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે માગ ઉઠી હતી. જે બાદ બિહારની રેલી દરમિયાન પીએમ મોદીએ પણ દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે આતંકવાદીઓને તેની કલ્પનાથી પણ મોટી સજા મળશે. ભારત આ વખતે કોઈને નહીં છોડે.

પીએમ મોદીએ કહ્યુ “જેવી તૈયારી કરી એવુ જ સેનાએ કરી બતાવ્યુ”

લગભગ ચાર મિનિટ સુધી ઓપરેશનના વિવિધ પાંસાઓ અંગે અવગત કરાવવામાં આવ્યા.આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે આ તો થવાનું જ હતુ. સમગ્ર દેશ આપણી તરફ આશા લગાવીને બેઠો હતો. અમને અમારી સેના પર ગર્વ છે.  જે બાદ કેબિનેટના દરેક સદસ્યોએ તેમની મેજ થપથપાવીને પાકિસ્તાન સામેની આ સૈન્ય કાર્યવાહીનું સ્વાગત કર્યુ.

આ હુમલાના બરાબર 15 દિવસમાં જ ભારતે પાકિસ્તાનના બહાવલપુરમાં રહેલા આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરીને અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ભારતના હુમલાથી પાકિસ્તાનના આતંકીઓના આકા અઝહર મસુદના પરિવારના 10 લોકોના મોત થયા છે. ભારતે પાકિસ્તાનના 9 જેટલા આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા જેમા તેના 90 જેટલા આતંકીઓના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

7 મે 2025 એ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃ કાશમીરમાં રહેલા આતંકી ઠેકાણાઓ પર બરાબર ઘાત લગાવીને હુમલા કર્યા. જેને ‘પરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યુ. આ ઓપરેશન 22 એપ્રિલ 2025એ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ હતો. જેમા 25 ભારતીય એને એક નેપાળી નાગરિકનું મોત થયુ હતુ.

આવતીકાલે સવારે 11 વાગ્યે રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળશે સર્વદળીય બેઠક

આ સમગ્ર ઘટનાક્રમન બાદ આવતીકાલે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથસિંહ કરશે. આ બેઠકમાં કેન્દ્રની તરફથી અમિત શાહ અને કિરણ રિજિજુ પણ હાજર રહેશે. આ બેઠક સવારે 11 વાગ્યે બોલાવવામાં આવી છે.

જૈશ એ મોહમ્મદ (JEM) નું મુખ્યાલય હવાઈ હુમલાનું મેઈન ટાર્ગેટ

આ ઓપરેશનમાં ભારતે 9 જેટલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. જેમા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા બહાવલપુરનુ માર્કજ, સુભાન અલ્લાહ, જૈશ એ મોહમ્મદ(JEM)નો મુખ્યાલય મેઈન ટાર્ગેટ હતુ. ભારતે આ હુમલાઓમાં બંકર બસ્ટર બોમ જેવા અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો. જે ગમે તેવા મજબુત બંકરોને પણ નષ્ટ કરવા માટે સક્ષમ છે.

ઓપરેશન સિંદૂર

પહલગામ હુમલા બાદ ભારતે આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિનુ પુનરાવર્તન કર્યુ છે. ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય આ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવાનો હતો. જે ભારત વિરુદ્ધ હુમલાઓની સાજિશ રચતા હતા. આ ઍર સ્ટ્રાઈક મધરાત્રે 1.44 વાગ્યે શરૂ કરવામાં આવી, ભારતીય સના, નૌસેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે આ ઓપરેશનને અંજામ આપ્યો.

રક્ષામંત્રાલયે તેમનુ નિવેદન જારી કરી જણાવ્યુ અમારી કાર્યવાહી, કેન્દ્રીત, સંયમિત અને કોઈપણ પ્રકાની ઉત્તેજનાને પ્રેરક ન હતી. કોઈપણ પાકિસ્તની સૈન્ય સુવિધાને નિશાન બનાવવામાં નથી આવી.

આ જગ્યાઓ હતી મુખ્ય ટાર્ગેટ

કૂલ 9 ટાર્ગેટમાં 4 પાાકિસ્તાનમાં (બહાવલપુર, મુરીદકે, સિયાલકોટ) અને પાંચમું POJK ના (મુઝફ્ઉરાબાદ, કોટલી, બાદ, ભિંબર, ચક અમરુ) હતા. જેમા મરકઝ સુભાન અલ્લાહ, બહાવલપુર, જૈશ-એ-મોહમ્મદ નું સૌથી મહત્વપૂર્ણ ઠેકાણુ હતુ. જેને 2019ના પુલવામાં હુમલાના ષડયંત્ર તરીકે પણ જોવાઈ રહ્યુ છે.

મરકજ સુભાન અલ્લાહ: જૈશ- એ- મોહમ્મદનો ગઢ

મરકજ સુભાન અલ્લાહ, જેને જમિયા મસ્જિદ સુભાન અલ્લાહ કે ઉસ્માન-ઓ-અલી કેમ્પસ પણ કહેવામાં આવે છે. બહાવલપુરમાં 18 એકરમાં ફેલાયેલુ વિશાળ પરિસર છે. આ જૈશ-એ-મોહમ્મદના પરિચાલનનું મુખ્યાલય છે. જ્યાં ભર્તી, ફંડરેજિંગ અને આતંકી તાલીમ પણ અપાતી હતી.

સ્થાન બહાવલપુર, પંજાબ, પાકિસ્તા.. આ લાહોર થી લગભગ 400 કિમી દક્ષિણમાં છે. જે ભારતના રાજસ્થાનથી લગભગ 100 કિમીના અંતરે છે.

મહત્વ જૈશ ના સંસ્થાપક મૌલાના મસૂદ અઝહરનો જન્મ 1968માં બહાવલપુરમાં થયો હતો. તેઓ આ પરિવારમાં ભારે સુરક્ષા વચ્ચે રહેતા હતા. આ પરિસર 1999 ના ઈન્ડિયન એરલાઈન્સ ઉડાન IC- 814 અપહરણ અને 2019 ના પુલવામાં હુમલાની ષડયંત્રનું પ્રમુખ કેન્દ્ર રહ્યુ છે.

સંરચના: પરિસરમાં એક મોટી મસ્જિદ, 600 માંથી અધિક તાલીમાર્થીઓ માટે મદરેસા, સ્વિમિંગ પૂલ, ઘોડા માટે અશ્વબળ અને જિમ્નેશ્યિમ છે. તેને અલ- રહમત ટ્રસ્ટ દ્વારા ફન્ડીંગ થાય છે. જે જૈશનુ જ એક સંગઠન છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">