AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરકારનું મોટું પગલું,પાન મસાલા હવે પ્લાસ્ટિકના પેકેટમાં વેચાશે નહીં!

FSSAIએ પાન મસાલા, ગુટખા અને તંબાકુના ઉત્પાદનોના પ્લાસ્ટિક પેકેજ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. નવા નિયમ હેઠળ હવે આ પેકિંગ માટે કાગળ કે પછી પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ થશે. આ પગલું પ્લાસ્ટિકનો કચરો ઓછો કરવો , તેમજ પર્યાવરણની રક્ષા અને સાર્વજનિક સ્વાસ્થમાં સુધારા માટે છે. સરકારે આ ડ્રાફ્ટ પર 30 દિવસમાં સુચનો માંગ્યા છે.

Breaking News : સરકારનું મોટું પગલું,પાન મસાલા હવે પ્લાસ્ટિકના પેકેટમાં વેચાશે નહીં!
| Updated on: Apr 29, 2026 | 10:30 AM
Share

ફુડ સેફ્ટી એન્ડ સ્ટેડર્ડસ અથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ પાન મસાલા, ગુટખા અને તંબાકુને લઈ કડક નિયમો લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. સરકારના નવા ડ્રાફ્ટ નિયમો મુજબ હવે આ ઉત્પાદનોને પ્લાસ્ટિક પેકેજ કે પછી કોથળીઓમાં વેચાણ સંપૂર્ણપણે તબક્કાવાર બંધ થઈ શકે છે. આનો અર્થ એ થયો કે પાન મસાલા જેવા ઉત્પાદનો હવે કાગળ, પેપરબોર્ડ અથવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને પેક કરવામાં આવશે. પ્લાસ્ટિક, પોલીથીન અથવા પીવીસી જેવી કોઈપણ કૃત્રિમ સામગ્રીનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.

આ સાથે એલ્યુમિનિયમ ફોયલ વાળા પેકિંગ પર પ્રતિબંધ લગાવી શકે છે. આટલું જ નહી પ્લાસ્ટિક કોથળીઓમાં આ ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ અને પેકિંગ પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. નિયમોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક પછી તે કોઈ પણ રુપમાં હોય તેનો ઉપયોગ આ પ્રોડક્ટના પેકિંગમાં કરવામાં આવશે નહી. સરકારે આ ડ્રાફ્ટ પર સામાન્ય લોકો અને સંબંધિત પક્ષો પાસેથી 30 દિવસની અંદર સુચનો માંગ્યા છે. ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.

કેમ લેવામાં આવ્યો નિર્ણય?

આ પગલું પ્લાસ્ટિકનો કચરો ઓછો કરવા અને પર્યાવરણને થનારા નુકસનાને રોકવાનો છે. આ સાથે સાર્વજનિક સ્વાસ્થ પર ધ્યાન આપશે. જો આ નિયમ લાગુ પડે છે. તો બજારમાં પાન મસાલા અને તંબાકુના ઉત્પાદનોની પેકિંગ સંપુર્ણ રીતે બદલવામાં આવશે.વધુમાં, પ્લાસ્ટિકમાં રહેલા રસાયણોનો તમાકુ અથવા તમાકુના ઉત્પાદનો જેવા ઉત્પાદનો સાથે સીધો સંપર્ક સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક હોઈ શકે છે. કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને આ જોખમ ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ઉદ્યોગ પર શું અસર થશે?

જો આ નિયમો લાગુ કરવામાં આવે છે, તો પાન મસાલા કંપનીઓએ તેમની સમગ્ર ઉત્પાદન લાઇન અને પેકેજિંગ એકમોને ફરીથી બનાવવી પડશે. કાગળ અથવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવાથી કંપનીઓ માટે ખર્ચ વધી શકે છે, જે ગ્રાહકોના ખિસ્સા પર પણ અસર કરી શકે છે. જોકે, પર્યાવરણીય નિષ્ણાતો માને છે કે આ લાંબા ગાળે દેશ માટે વરદાન સાબિત થશે.

ગુજરાત સહિત રમત -ગમત સ્પોર્સ્ટસ અને મનોરંજનના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">