AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારે વરસાદની ચેતવણી, મુંબઈ, પુણે, થાણે અને પાલઘરમાં આજે શાળાઓ અને કોલેજો બંધ રહેશે

આઈએમડી દ્વારા મુંબઈમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈ યુનિવર્સિટીએ 6 જુલાઈના રોજ તમામ પરીક્ષાઓ સ્થગિત કરી છે.

Breaking News : ભારે વરસાદની ચેતવણી, મુંબઈ, પુણે, થાણે અને પાલઘરમાં આજે શાળાઓ અને કોલેજો બંધ રહેશે
Image Credit source: AI
| Updated on: Jul 06, 2026 | 9:10 AM
Share

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે મુંબઈ,પુમે અને થાણે સહિત આખા રાજ્યમાં વરસાદે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેન પણ રદ કરવી પડી હતી. તેમજ પુણેથી મુંબઈ જનારી ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. સતત વરસાદ પડી રહ્યો છે. તેના કારણે આજે તમામ સરકારી ,અને પ્રાઈવેટ શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.

IMDએ ભારે વરસાદ આગાહી કરી

બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ રવિવારે સાંજે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.IMDએ ભારે વરસાદ સિવાય ભારે પવન ફેંકાવાની પણ આગાહી કરી છે.જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે સરકારી અને ખાનગી કચેરીઓ સામાન્ય રીતે કામ કરશે. લોકોને પણ જરૂરી હોય ત્યારે જ ઘર છોડવા અપીલ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જેનાથી રસ્તા પર પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે. 30 જૂનથી અત્યારસુધી આ ઘટનાઓમાં એક વિદ્યાર્થી સહિત 3 લોકોના મૃત્યું થયા છે.

ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર

અધિકારીઓએ જણાવ્યું કે,પુણે,થાણે અને પાલઘર જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ આવી જ ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યા બાદ પુણે જિલ્લા વહીવટીતંત્રે આજે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે, એમ જિલ્લા મેજિસ્ટ્રેટ જીતેન્દ્ર ડુડીએ જણાવ્યું હતું.

મુંબઈ યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ સ્થગિત કરી

આ વચ્ચે આઈએમડી દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણીને લઈ વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખી મુંબઈ યુનિવર્સિટીએ 6 જુલાઈના રોજ લેવામાં આવનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી છે. સતત મુશળધાર વરસાદથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વસઈ પૂર્વમાં, લગભગ પાંચ ફૂટ પાણી અનેક ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોર અને પાર્કિંગ લોટમાં ડૂબી ગયું હતું.

મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે.  અહી ક્લિક કરો

Follow Us
લોકો હોડીઓ લઈને ગામમાં ખરીદી કરવા મજબુર બન્યા, જુઓ Video
લોકો હોડીઓ લઈને ગામમાં ખરીદી કરવા મજબુર બન્યા, જુઓ Video
રાજ્યમાં સિઝનનો સરેરાશ 54 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો સરેરાશ 54 ટકા વરસાદ
હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત, બારીમાંથી બહાર આવ્યા, જુઓ Video
હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત, બારીમાંથી બહાર આવ્યા, જુઓ Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
g clip-path="url(#clip0_868_265)">