AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમ કેતન અગ્રવાલને ન્યાય અપાવશે

પુણેનો બહુચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકેસ હવે દિગ્ગજ વકીલ ઉજ્જવલ નિકમ લડશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પીડિત પરીવારના અનુરોધ પર સરકારે તેમને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. આ કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં થશે.

Breaking News : કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમ કેતન અગ્રવાલને ન્યાય અપાવશે
Image Credit source: AI
| Updated on: Jun 28, 2026 | 11:34 AM
Share

મહારાષ્ટ્રના પુણેમાં થયેલા હત્યા કેસમાં કેતન અગ્રવાલને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 26/11ના મુંબઈ આંતકી હુમલાના કસાબ કેસ અને દેશના અનેક હાઈપ્રોફાઈલ મામલે સરકારનો પક્ષ રાખનાર દેશના દિગ્ગજ સરકારી વકીલ અને રાજ્યસભાના સાંસદ ઉજ્જવલ નિકમ હવે આ કેસ લડશે.મહારાષ્ટ્ર સરકારે કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ઉજ્જવલ નિકમને વિશેષ લોક અભિયોજક નિયુક્ત કર્યો છે. આ નિર્ણય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પીડિત પરિવારની મુલાકાત બાદ લેવામાં આવ્યો છે.

વરિષ્ઠ અધિવક્તા ઉજ્જવલ નિકમે ખુદ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, મુખ્યંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને ફોન કર્યો હતો. સીએમે તેને જાણકારી આપી કે, મૃતક કેતન અગ્રવાલના પિતાએ તેની સાથે મુલાકાત કરી અને આ કેસમાં ઉજ્જવલ નિકમને સરકારી વકીલ નિયુક્ત કરવાની માંગ કરી છે.

પીડિત પરીવારની ગંભીરતાને ધ્યાનમાં લઈ પુણેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત પર ન્યાયની માંગ કરી હતી. પીડિત પરીવારની માંગને ગંભીરતાથી લઈ સરકારે આ મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રૈક કોર્ટમાં કરવાની મંજુરી આપી છે. જેનાથી આરોપીને જલ્દી સજા મળી શકે.

શું છે કેતન અગ્રવાલ મર્ડર કેસ?

22 વર્ષીય કેતન અગ્રવાલનું મૃત્યું 18 જૂનના રોજ પુણેની પાસે ફેમસ લોહાગઢ કિલ્લાની ખાણમાં પડવાથી થઈ હતી. શરુઆતમાં આ અકસ્માત માનવામાં આવી રહ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં એક મોટો ખુલાસો થયો હતો. કારણ કે, આ એક કાવતરું હતુ. પોલીસે આ મામલે કેતન અગ્રવાલની મંગેતર સિયા ગોયલ અને તેનો પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી છે.

કેતન અગ્રવાલ હત્યા કેસ

આરોપ એ છે કે, સિયા અને ચેતને સાથે મળી કેતનને રસ્તાથી દુર કરવા માટે લોહગઢ કિલ્લા પર બોલાવ્યો હતો. અહીથી નીચે ધક્કો મારી તેનો જીવ લીધો હતો. બંન્ને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.કેતન અગ્રવાલ હત્યા કેસમાં, લોનાવાલા પોલીસે આરોપી ચેતનની બાઇક, હૂડી અને હેડફોન જપ્ત કર્યા છે અને ફોરેન્સિક ટેસ્ટ કરાવ્યા છે. આ દરમિયાન, આરોપી સિયાએ કબૂલાત કરી હતી કે કેતનને મારી નાખવો તેના પરિવારને અફેર જણાવવા કરતાં વધુ સરળ હતું. સિયાના ભાઈ સાહિલે પણ 10 કલાકની પૂછપરછ દરમિયાન પોલીસ સમક્ષ ઘણી વિગતો જાહેર કરી હતી.

કાનુની સવાલ : સિયાને હાથકડી કેમ ન લગાવવામાં આવી ? પોલીસના નિયમો અને કાયદાઓ વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
g clip-path="url(#clip0_868_265)">