AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી પહેલી ફ્લાઈટનું શેડ્યૂલ જાહેર, આ શહેરોથી મળશે સીધી કનેક્ટિવિટી

ડીજીસીએ 6 માર્ચ 2006ના રોજ એરપોર્ટનું એરડ્રોમ લાઈસન્સ જાહેર કર્યું હતુ. એક રનવે, આત્યાધુનિક ટર્મિનલ ભવન અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર સહિતની તમામ જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

Breaking News : નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી પહેલી ફ્લાઈટનું શેડ્યૂલ જાહેર, આ શહેરોથી મળશે સીધી કનેક્ટિવિટી
| Updated on: Jun 14, 2026 | 9:06 AM
Share

ગૌતમબુદ્ધ નગર જિલ્લાના જેવર વિસ્તારમાં સ્થિત નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ થી ફ્લાઇટ સેવાઓ આવતીકાલે, 15 જૂનથી શરૂ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી ફ્લાઇટ લખનૌ માટે રવાના થશે. ખેડૂતો આ ખાસ ફ્લાઇટમાં મુસાફરી કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ (NIAL)ના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. એરપોર્ટના CEO પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

અધિકારીઓની હાજરીમાં ઔપચારિક રુપથી લીલી ઝંડી આપી રવાના કરવામાં આવશે. નોઈડા એરપોર્ટના સંચાલન તરફ આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

15 જૂનથી એરપોર્ટ શરુ

શનિવારના રજો જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવેલ આ એરપોર્ટ, ઉત્તર પ્રદેશને દેશના સૌથી મોટા ઉડ્ડયન, લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી હબમાંનું એક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. નિવેદન અનુસાર, દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો, 15 જૂનથી આ એરપોર્ટ પર તેની સેવાઓ શરૂ કરશે.

મુસાફરોની ક્ષમતા 12 મિલિયન

રાજ્ય સરકારે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવી અને નિર્ધારિત સમયમર્યાદામાં બાંધકામ પૂર્ણ કર્યું. એરપોર્ટનો પ્રથમ તબક્કો, જેની વાર્ષિક મુસાફરોની ક્ષમતા 12 મિલિયન હશે, તે પૂર્ણ થઈ ગયો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 6 માર્ચ, 2026 ના રોજ એરપોર્ટને એરોડ્રોમ લાઇસન્સ જાહેર કર્યું હતું. વર્તમાન તબક્કામાં રનવે, અત્યાધુનિક ટર્મિનલ બિલ્ડિંગ અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવર સહિતની તમામ જરૂરી સુવિધાઓનો સમાવેશ થાય છે.

યુપીના પ્રવાસનને નવી પાંખો

એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતના કનેક્શન, વેપાર અને આર્થિક વિકાસ માટે એક ઐતિહાસિક પ્રોજેક્ટ ગણાવ્યો હતો.આગ્રાથી મથુરા સુધીની સફર હવે આસાન, યુપીના પ્રવાસનને નવી પાંખો મળશે.સામાન્ય રીતે ગુજરાતથી જે પ્રવાસીઓ તાજમહેલ કે લાલ કિલ્લો જોવા આગ્રા જતા હતા, તેમને દિલ્હી એરપોર્ટ પર ઉતરીને ત્યાંથી આગ્રા પહોંચવામાં ઘણો સમય બગડતો હતો. હવે આ સમય બગડશે નહી. તેમજ મથુરા-વૃંદાવન, આગ્રા અથવા કાશી-લખનઉ જવાન પ્લાન પણ બનાવી શકો છો.

Travel Tips : જેવર એરપોર્ટથી નજીક આવેલા છે આ ફરવા લાયક સ્થળો, માતા-પિતાને ફર્સ્ટ ઈન્ટરનેશલ એરપોર્ટની ટિકિટ બુક કરાવી લઈ જાવ ફરવા અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">