AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હવે હાઇવે પર જો એમ્બ્યુલન્સ 10 મિનિટમાં ન પહોંચી તો 5,000 નો દંડ ફટકારવામાં આવશે

NHAI Ambulance Rules : રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અકસ્માતો પછી એમ્બ્યુલન્સ પ્રતિભાવ અંગે NHAI એ કડક નવા નિયમો લાગુ કર્યા છે. એમ્બ્યુલન્સ હવે નિર્ધારિત અંતરે 10 મિનિટની અંદર ઘટનાસ્થળે પહોંચવી આવશ્યક છે. વિલંબ, અથવા હોસ્પિટલ પરિવહન માટે નિર્ધારિત સમય કરતાં વધુ સમય માટે એજન્સીઓને દંડ કરવામાં આવશે.

Breaking News : હવે હાઇવે પર જો એમ્બ્યુલન્સ 10 મિનિટમાં ન પહોંચી તો 5,000 નો દંડ ફટકારવામાં આવશે
Image Credit source: AI
| Updated on: Aug 14, 2026 | 9:46 AM
Share

નેશનલ હાઈવે પર મુસાફરોની સુરક્ષાને લઈ હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગે ઈમરજન્સી સુવિધાઓ માટે નિયમ વધુ કડક બનાવ્યા છે. હવે રસ્તા પર અકસ્માત પછી એમ્બ્યુલન્સને પહોંચવામાં મોડું થયું તો મોટો દંડ ફટકારવામાં આવશે. NHAIએ ઈમરજન્સી રિસ્પોન્સ ટાઈમને લઈ એક ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. જેના હેઠળ એમ્બ્યુલન્સને અકસ્માતની જાણકારી મળતા જ 10 મિનિટની અંદર ઘટના સ્થળ પર પહોંચવાનું રહેશે.

જો મોડું થયું તો 5000 રુપિયાનો દંડ ફટકારાશે

નવી વ્યવસ્થા હેઠળ ઈમરજન્સી ટિકિટ મળ્યા પછી એખ મિનિટની અંદર સ્વીકાર કરવો જરુરી બનશે. જો ઈમરજન્સીમાં મોડું કર્યું તો. 5,000 રુપિયાનો દંડ ફટકારવામાં આવશે. ટિકિટ સ્વીકાર કર્યા પછી એમ્બ્યુલન્સને ઓછામાં ઓછી 2 મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચવાનું રહેશે. આ સમય મર્યાદાથી વધુ વિલંબના દરેક વધારાના મિનિટ માટે 5,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ છે.

એમ્બ્યુલન્સ ચાલક પર લાગશે દંડ

નિયમોનું ઉલ્લંઘન કરનારા કોન્ટ્રાક્ટરો અને એમ્બ્યુલન્સ સંચાલકો પર પણ દંડ લગાવવામાં આવશે. NHAI દ્વારા આ પગલું અકસ્માતોમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાના હેતુથી લેવામાં આવ્યું છે. અકસ્માત પછીનો પહેલો કલાક ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો ઘાયલ વ્યક્તિને આ “ગોલ્ડન અવર” દરમિયાન સારવાર મળે, તો તેમના બચવાની શક્યતા વધી જાય છે.

10 મિનિટમાં પહોંચવાની તક

નવા નિયમમાં અકસ્માતના સ્થળે પહોંચવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો દુર્ઘટના એમ્બ્યુલન્સના લોકેશનથી 10 કિલોમીટરની અંદર છે. તો ટિકિટ સ્વીકાર ક્રાયના ઓછામાં ઓછી 10 મિનિટમાં ઘટના સ્થળે પહોંચવાનું રહેશે. 10 કિલોમીટરથી વધારે અંતરના હિસાબથી પ્રતિક્રિયા સમય વધારવામાં આવશે. આ સમગ્ર પ્રકિયાની દેખરેખ GPS અને NHAI Care Dashboard દ્વારા કરવામાં આવશે.

વધુમાં, ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ટિકિટ સ્વીકાર્યાના એક કલાકની અંદર પીડિતને લઈ જવો આવશ્યક છે. આ સમયમર્યાદાનું ઉલ્લંઘન કરવાથી 10,000 નો વધારાનો દંડ થશે. ઇમરજન્સી ટિકિટ સ્વીકારવાનો ઇનકાર કરવાથી 10,000 નો દંડ પણ થાય છે.

GPS અને એપ દ્વારા દેખરેખ

NHAIએ આપાતકાલીન પ્રતિક્રિયા વ્યવસ્થા (Emergency Response System)ને ટ્રૈક કરવા માટે એમ્બ્યુલન્સ ક્રેન અને પેટ્રોલિંગ વાહનોમાં AIS-140 સુસંગત GPS અને IoT સિમથી સજ્જ Android ઉપકરણો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ વાહનો માટે NHAI કેર એપ પણ ફરજિયાત બનાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ, ખરાબ GPS કામગીરી અને ઘણા વાહનો ઑફલાઇન હોવાને કારણે પ્રતિક્રિયામાં સમયમાં વિલંબ થયો હતો.

આ સિવાય 24 કલાક કામ કરનારી કેન્દ્રિય કોલ સેન્ટર અને ડોક્ટરની દેખરેખમાં ટ્રેયજ વ્યવસ્થા પણ શરુ કરવામાં આવી છે. એપ અથવા જીપીએસનો ઉપયોગ ન કરવા પર 2,500 રુપિયા પ્રતિદિવસ અને ઉપકરણ કે કર્મચારીઓના સ્ટાફની અછત જોવા મળે તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

વ્યક્તિની આંખો એટલી ઝીણી કે KYC સ્કેન જ ન થયું, Video જોઈને તમે પણ ચોંકી જશો! અહી ક્લિક કરો

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">