ઈસરોએ ગગનયાનનું ટેસ્ટિ્ંગ ક્રૂ મોડ્યુલ સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. અગાઉ તેને ટેકનિકલ ખામીના કારણે મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ ટેક્નિકલ ખામીને સુધારી 10 વાગ્યે લોન્ચિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે આજે વાહનની ટ્રાયલ થઈ શકી નથી. વાહનને લોન્ચ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ પરીક્ષણ મિશનને લોન્ચિંગની માત્ર પાંચ સેકન્ડ પહેલા રોકવી પડી હતી.
Sriharikota: #ISRO launches test flight for Gaganyaan mission after first test flight was aborted #GaganyaanMission #TV9News pic.twitter.com/PfpffhI9mY
— Tv9 Gujarati (@tv9gujarati) October 21, 2023
TV-D1, ગગનયાન મિશન માટેની ટેસ્ટ ફ્લાઇટ, સવારે 8 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ વધારાની સાવચેતીના કારણે, તેના પ્રક્ષેપણનો સમય 30 મિનિટ આગળ વધાર્યો હતો. જોકે, ખરાબ હવામાનને કારણે ઈસરોએ ગગનયાનનું પરીક્ષણ વધુ થોડા સમય માટે રોકવાનો નિર્ણય લીધો અને આખરે 10 વાગે તેનું પ્રથમ ટેસ્ટિંગ ફ્લાઈટ લોન્ચ કરવામાં આવી છે.
ગગનયાનનું પ્રથમ પરીક્ષણ વાહન એબોર્ટ મિશન-1 (TV-D1) શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ISROના ગગનયાન મિશનના પ્રથમ પરીક્ષણ મિશન (TV-D-1)નું પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. પરીક્ષણ મોડ્યુલ લોન્ચ થયા બાદ બંગાળની ખાડીમાં સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું.
ગગનયાનના ક્રૂ મોડ્યુલને પરીક્ષણ હેઠળ પ્રવાહી બળતણ પર ચાલતા સિંગલ સ્ટેજ રોકેટ સાથે અવકાશમાં મોકલવામાં આવ્યું છે. ટેકઓફના લગભગ એક મિનિટ પછી, 12 થી 17 કિમીની ઉંચાઈ પર મિશનને રદ કરવાનો આદેશ આપવામાં આવશે. આ આદેશ સાથે ક્રૂ એસ્કેપ સિસ્ટમ સક્રિય થઈ જશે અને 90 સેકન્ડમાં તે ક્રૂ મોડ્યુલથી અલગ થઈ જશે. આ પછી ક્રૂ મોડ્યુલ પૃથ્વી પર પાછા ફરશે.
Published On - 10:11 am, Sat, 21 October 23