Breaking News: ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ફાયરિંગ, ASI સહિત 3ના મોત
ગુજરાતથી મુંબઈ જતી મેલ ટ્રેનમાં ફાયરિંગ થયાના સમાચાર છે. આ ઘટના ચાલતી ટ્રેનમાં બની છે, જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટના મુંબઈના વાપી વિસ્તારથી બોરીવલી વચ્ચે બની હતી
મુંબઈમાં ચાલતી ટ્રેનમાં ફાયરિંગના સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રેનની અંદર આરપીએફ જવાને એક પછી એક ચાર લોકોને ઠાર કર્યા. કોન્સ્ટેબલે આરપીએફના એએસઆઈ સહિત ત્રણ મુસાફરોને પણ પોતાનો શિકાર બનાવ્યા છે. હાલ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઘટના પાછળનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્રેન મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગઈ છે.
ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ફાયરિંગ
ગુજરાતથી મુંબઈ જતી મેલ ટ્રેનમાં ફાયરિંગ થયાના સમાચાર છે. આ ઘટના ચાલતી ટ્રેનમાં બની છે, જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટના મુંબઈના વાપી વિસ્તારથી બોરીવલી વચ્ચે બની હતી, ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જયપુર – મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ફાયરિંગ કરનાર RPFનો કોન્સ્ટેબલ જ હોવાનું જણાય રહ્યું છે. આ ફાયરિંગની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. જેમાં એક RPF સહિત 3 પેસેન્જરના મોત થયા છે.
આરોપી કોન્સ્ટેબલની ધરપકડ
મળતી માહિતી મુજબ આરપીએફના કોન્સ્ટેબલ ચેતને ટ્રેનની અંદર આ ફાયરિંગ કર્યું છે. મામલો જયપુર-મુંબઈ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો જણાવવામાં આવી રહ્યો છે. આ ફાયરિંગ ત્યારે થયું જ્યારે ટ્રેન બોરીવલીથી મુંબઈના મીરા રોડ સ્ટેશન જઈ રહી હતી. હાલ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.
ASI સાથે અણબનાવની આશંકા
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરોપી કોન્સ્ટેબલ ચેતને તેના ઓફિસર એએસઆઈ ટીકારામ સાથે બોલાચાલી થઈ હતી જે બાદ મામલો હાથમાંથી નીકળી ગયો હતો અને તેણે તેના પર ગોળીબાર કર્યો હતો. આરોપી અહીંથી ન અટક્યો, તેણે નજીકના 3 મુસાફરો પર પણ ફાયરિંગ કર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના બાદ ટ્રેનના કોચમાં બાકીના મુસાફરો ખૂબ જ ડરીને પોતપોતાની જગ્યાએ બેસી રહ્યા.
ટ્રેનની બોગી સીલ કરી
સવારે લગભગ 5 વાગ્યે ટ્રેનમાં આ ફાયરિંગ થયું હતું, ત્યારબાદ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પહોંચી હતી. ટ્રેનની B5 બોગીમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આખી બોગીમાં ઘણી જગ્યાએ લોહીના ડાઘા સ્પષ્ટ દેખાતા હતા. ઘટનાસ્થળે પહોંચેલી તપાસ ટીમે બોગીને સીલ કરી દીધી છે અને બોગીની અંદરથી ગુનાના પુરાવા કબજે કર્યા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..