AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BREAKING NEWS: ત્રિપુરા, મેઘાલય-નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત કરશે ચૂંટણી પંચ

આ વર્ષે દેશના ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.

BREAKING NEWS: ત્રિપુરા, મેઘાલય-નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત કરશે ચૂંટણી પંચ
Election Commission to announce assembly elections in Tripura, Meghalaya Nagaland today
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 6:38 PM
Share

આ વર્ષે દેશના ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી  યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ અંગે આજે બપોરે 2.30 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચે 11 થી 14 જાન્યુઆરી સુધી ત્રણેય પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન, પંચે રાજકીય પક્ષો અને રાજ્ય, કેન્દ્રીય સુરક્ષા અને નાગરિક અધિકારીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી.

આ રાજ્યોમાં વર્તમાન સરકારનો કાર્યકાળ ક્યારે પૂરો થશે?

  1. નાગાલેન્ડ – 12 માર્ચ
  2. મેઘાલય – 15 માર્ચ
  3. અને ત્રિપુરા 22 માર્ચ

ત્રણેય રાજ્યોમાં વર્તમાન રાજ્ય સરકારના કાર્યકાળ પહેલા નવી વિધાનસભાની રચના કરવાની રહેશે. રાજકીય પક્ષોએ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પહેલા જ તેમની ગતિવિધિઓ વધારી દીધી છે, કારણ કે આ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પરિણામો 2024ની લોકસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આગામી વિધાનસભા અને 2024માં લોકસભા ચૂંટણી માટે પાર્ટીની વ્યૂહરચના તૈયાર કરવા માટે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક સોમવારે નવી દિલ્હીમાં સમાપ્ત થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે 1952થી પૂર્વોત્તર રાજ્યો કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ 2014ની લોકસભા ચૂંટણી બાદ પાર્ટીએ પોતાનો સંગઠનાત્મક આધાર ગુમાવ્યો, જેના કારણે ભાજપ અને અનેક પ્રાદેશિક પક્ષોનો ઉદય થયો.

પૂર્વોત્તર રાજ્યોમાં કોંગ્રેસની કસોટી

અત્રે ઉલ્લેખનીય છે કે 1952થી પૂર્વોત્તર રાજ્યો કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ 2014ની લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાનો સંગઠનાત્મક આધાર ગુમાવ્યો. જેના કારણે ભાજપ અને અનેક પ્રાદેશિક પક્ષોનો ઉદય થયો. નિષ્ણાતોનું માનવું છે કે જો કોંગ્રેસ આ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કરે છે તો પાર્ટીને વધુ પતન અને લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનનો સામનો કરવો પડી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">