AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP National Executive: આગામી ચૂંટણીઓને લઈને મિશન મોડમાં ભાજપ, વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને આપ્યા જીતના 10 મંત્ર, વાંચો

ભાજપ અત્યારથી જ પોતાની નબળાઈઓ શોધી તેની પર કામ કરવા ઈચ્છે છે. બૂથ સ્તર પર પાર્ટીને વધુ મજબૂત કરવાના પ્રયત્ન થશે. વડાપ્રધાન મોદીએ સમાપન ભાષણમાં કાર્યકર્તાઓને જણાવ્યું કે કેવી રીતે પાર્ટીને આગળ લઈ જવાની છે. કેવી રીતે લોકસભા ચૂંટણીની તૈયારી કરવાની છે.

BJP National Executive: આગામી ચૂંટણીઓને લઈને મિશન મોડમાં ભાજપ, વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને આપ્યા જીતના 10 મંત્ર, વાંચો
PM Modi Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 11:12 PM
Share

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. 2 દિવસમાં પાર્ટી પૂરી રીતે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે મિશન મોડમાં કામ કરવા માટે તૈયારી થઈ ગઈ છે. પ્રથમ દિવસે પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે આ વર્ષે 9 વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે અને પાર્ટીને તમામ ચૂંટણી જીતવાની છે. આ વર્ષે એક પણ હારનો સ્વીકાર કરવામાં આવશે નહીં. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકસભા ચૂંટણી માટે 400 દિવસનો સમય છે. તમામ લોકો તૈયારીઓમાં લાગી જાઓ.

ભાજપ અત્યારથી જ પોતાની નબળાઈઓ શોધી તેની પર કામ કરવા ઈચ્છે છે. બૂથ સ્તર પર પાર્ટીને વધુ મજબૂત કરવાના પ્રયત્ન થશે. વડાપ્રધાન મોદીએ સમાપન ભાષણમાં કાર્યકર્તાઓને જણાવ્યું કે કેવી રીતે પાર્ટીને આગળ લઈ જવાની છે. કેવી રીતે લોકસભા ચૂંટણીની તૈયારી કરવાની છે.

વાંચો વડાપ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓને આપેલા 10 મંત્ર

  1. લોકસભા ચૂંટણીમાં હવે માત્ર 400 દિવસનો સમય છે. તમે સમાજના તમામ ધર્મ અને વર્ગોના લોકોની પાસે જાવ. પોતાની વાત મુકો, ભલે આપણને મત મળે કે ના મળે.
  2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે ચર્ચમાં જાવ, યૂનિવર્સિટી જાવ, બોહરા સમુદાયની પાસે જાવ. તમે બધાના સંપર્કમાં રહો.
  3. શિક્ષિત મુસ્લિમ સમુદાય સુધી આપણી વાત પહોંચાડો. મુસ્લિમ સમાજ વિશે ખોટી નિવેદનબાજી ના કરો. કાર્યકર્તાઓ મુસ્લિમોની વચ્ચે જાય.
  4. ભાજપે સંવેદનશીલતાની સાથે લોકો સાથે જોડાવવાનું છે. માત્ર મત માટે કામ ના કરો, સમાજ બદલવા માટે કામ કરો. સમાજનીતિને લઈ લોકોને જોડવા પર વધારે ધ્યાન આપો.
  5. પાર્ટીને બૂથ સ્તર પર વધુ મજબૂત કરવાની છે. બોર્ડરની નજીકના ગામોમાં પાર્ટીને મજબૂત કરો. જેમાં ભાજપના મોર્ચાના કાર્યકર્તા જઈ કામ કરે.
  6. નવા કાર્યકર્તાઓને પાર્ટીમાં જોડાવા પર ધ્યાન આપો. દરેક દિવસે નવા-નવા લોકોને મળો. આપણી મહેનત ઓછી ના થવી જોઈએ.
  7. મહત્વાકાંક્ષી જિલ્લાઓના વિકાસમાં પણ ભાજપના કાર્યકર્તાઓની ભૂમિકા હોય. આ સિવાય તમામ રાજ્યોએ એકબીજા સાથે સંકલન વધારીને ભાવનાત્મક રીતે જોડાવું જોઈએ.
  8. કાશી-તમિલ સંગમની તર્જ પર અન્ય ભાષાઓને લગતા કાર્યક્રમોનું આયોજન કરો અને પક્ષના પ્રાથમિક સભ્યોનું જિલ્લાવાર સંમેલન કરો.
  9. 18થી 25 વર્ષના લોકોએ ભારતના રાજકીય ઈતિહાસને જોયો નથી. તેમને પાછલી સરકારોમાં થયેલા ભ્રષ્ટાચાર અને ખોટા કામ વિશે જાણકારી નથી, તેમને આ વિશે જાણકારી આપવાની જરૂર છે.
  10. કેવી રીતે આપણે કુશાસનથી સુશાસન તરફ આવ્યા છે, આ સંદેશ આપણે યુવાનો સુધી પહોંચાડવાનો છે.

વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
g clip-path="url(#clip0_868_265)">