AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથની હત્યાની તપાસ હવે CBI કરશે

સીબીઆઈ સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથ હત્યાકાંડની તપાસ પોતાના હાથમાં લીધી છે. કોલકાતા પોલીસની એફઆઈઆર ફરી નોંધી સીબીઆઈની ટીમ તપાસ કરશે.

Breaking News : બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથની હત્યાની તપાસ હવે CBI કરશે
| Updated on: May 12, 2026 | 11:34 AM
Share

પશ્ચિમ બંગાળની રાજનીતિ સાથે જોડાયેલ ચર્ચિત ચંદ્રનાથ રથ હત્યાકાંડનો મામલો હજુ સુધી સ્પષ્ટ થયો નથી. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નજીકના સહાયક ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ બ્યુરો એટલે કે,સીબીઆઈના હાથમાં પહોંચી ગઈ છે. રાજ્ય સરકારની ભલામણ બાદ, સીબીઆઈએ કેસ પોતાના હાથમાં લીધો છે અને કોલકાતા પોલીસે દાખલ કરેલી એફઆઈઆર ફરીથી નોંધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈની ટીમ મંગળવારના રોજ પશ્ચિમ બંગાળ પહોંચશે તેમજ શરુઆતની તપાસ કરશે.

સૌથી વધારે ચર્ચા

આમ તો આ સમગ્ર મામલામાં સૌથી વધારે ચર્ચા બલિયા નિવાસી રાજ સિંહની ધરપકડને લઈ થઈ રહી છે. રાજ સિંહને કોલકાતા પોલીસે અયોધ્યા-બસ્તી હાઈવે પરથી ધરપકડ કરી હતી. ત્યારબાદ બિહારના બક્સરથી મયંક મિશ્રા અને વિક્કી મૌર્યની ધરપકડ કરવામાં આવી હતી. 3 રાજ્યોમાં ફેલાયેલી આ કાર્યવાહી બાદ આ મામલો હવે રાજનીતિક રંગ પણ પકડતો જોવા મળી રહ્યો છે. વિપક્ષના અનેક નેતાએ રાજની ધરપકડ બાદ ભાજપ નેતાઓ સાથે ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ચંદ્રનાથ રથ હત્યાકાંડની તપસા હવે માત્ર બંગાળ સુધી સીમિત રહી નથી.ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ 3 રાજ્યોની પોલીસ આ મામલે એક્ટિવ થઈ છે.સંયુક્ત ઓપરેશન પછી ધરપકડ કરાયેલા આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે,ચંદ્રનાથ 2019 થી સુવેન્દુ અધિકારીના નજીકના સહાયક અને અંગત સહાયક હતા. મધ્યમગ્રામમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.સુવેન્દુ અધિકારીના મુખ્યમંત્રી તરીકેના શપથ લેતા પહેલા આ સમગ્ર ઘટના બની હતી.

હવે સીબીઆઈની નજર

આ સમગ્ર મામલા પર હવે સીબીઆઈ તપાસ કરશે. શું રાજ સિંહ અને તેની સાથે ધરપકડ કરાયેલા લોકોનો આ હત્યા સાથે સીધો સંબંધ છે. શું આ માત્ર રાજકારણની દુશ્મનીનો મામલો છે. કે પછી હત્યા પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતુ. આ સવાલોના જવાબ આવનારા દિવસોમાં તપાસ બાદ સામે આવી શકે છે. હવે જ્યારે તપાસ સીબીઆઈના હાથમાં આવી ગઈ છે, ત્યારે અપેક્ષા રાખવામાં આવે છે કે કેસ જલ્દી સામે આવશે.

બંગાળના નવા મુખ્યમંત્રી હશે સુવેન્દુ અધિકારી, જુઓ પરિવાર વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">