AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેતન અગ્રવાલની હત્યામાં મોટો ખુલાસો સિયાના વોટ્સએપ ચેટ દ્વારા થયો

Ketan Agrawal Murder Update : પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકાંડમાં એક નવું ટ્વિસ્ટ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ સિયાના વોટ્સએપ ચેટમાં એવા ખુલાસા થયા છે. જેને વાંચી તમે પણ ચોંકી જશો.

Breaking News  : કેતન અગ્રવાલની હત્યામાં મોટો ખુલાસો સિયાના વોટ્સએપ ચેટ દ્વારા થયો
Image Credit source: AI
| Updated on: Jun 25, 2026 | 11:31 AM
Share

Siya Goyal Case Pune : લોનાવલાના ઐતિહાસિક લોહગઢ કિલ્લામાં થયેલી રિયલ એસ્ટેટના બિઝનેસમેન કેતન વિશાલ અગ્રવાલની હત્યા મામલે પોલીસના હાથે એક મોટુ સબુત લાગ્યુ છે. પોલીસ તપાસમાં આ ખૌફનાક કાવતરા પાછળનું મુખ્ય કારણ મર્ડર મોટિવ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર કેતનની મંગેતર અને મુખ્ય આરોપી સિયા ગોયલે આ લગ્ન માટે માનસિક રુપથી બિલકુલ તૈયાર ન હતી.

તે પોતાના પરિવાર પર દબાવમાં આ સંબંધોને આગળ વધારી રહી હતી. જેના કારણે તેમણે કેતનને હંમેશા માટે રસ્તામાંથી દુર કરવાનો નિર્ણય લીધો હતો.

વોટ્સએપ ચેટમાં મોટો ખુલાસો

કોર્ટમાં બંન્ને મુખ્ય આરોપીઓ સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીને 29 જુન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કેતન અગ્રવાલ પુણેના ગહુંજે વિસ્તારમાં રહેતો હતો. તેમજ પરિવારના રિયલ એસ્ટેટ બિઝનેસ સક્સેસ ગ્રુપમાં ડાયરેક્ટર અને ચીફ માર્કેટિંગ ઓફિસરના પદ પર હતો. કેતન અને સિયાના લગ્ન આ વર્ષે નવેમ્બરમાં નક્કી થયા હતા. આ લગ્ન માટે રાજસ્થાનમાં કરોડો રુપિયાનો એક મહેલ પણ બુક કરવામાં આવ્યો હતો. મહેમાનોને લઈજવા -લઈ આવવા માટે 2 પ્રાઈવેટ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરી હતી. પરંતુ આ બધાની પાછળ એક અલગ જ શ્રડયંત્ર રચવામાં આવી રહ્યું હતુ.

દીવાળી પાર્ટીની મુલાકાત અને લવ અફેર

તપાસમાં સામે આવ્યું કે, સિયા ગોયલની મુલાકાત પાછળ ગત્ત વર્ષે દીવાળીની પાર્ટી દરમિયાન પુણેમાં રહેતા ચેતન ચૌધરી સાથે થઈ હતી. ધીમે ધીમે બંન્ને વચ્ચે મિત્રતા વધી હતી. આમ પ્રેમમાં પડ્યા હતા. સિયા પોતાના લગ્નને ટાળવા માટે સમય માંગી રહી હતી. જ્યારે તેમણે પોતાના પરિવારના દબાવના કારણે કાંઈ કરી શકતી ન હતી. તો તેમણે ચેતનની સાથે મળી કેતનને પોતાના રસ્તા પરથી દુર કરવાનો પ્લાન બનાવ્યો હતો. ડિજિટલ એવિડન્સ અને બંન્નેના વોટસએપ ચેટમાં આ વાતની પુષ્ટિ થઈ છે.

14 જૂનના રોજ સાપનું બહાનું આપ્યું

કેતનના પિતા વિશાલ અગ્રવાલે પોલીસને આપેલા નિવેદનમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેઓએ ખુલાસો કર્યો કે 18 જૂનની ઘટનાના ચાર દિવસ પહેલા, 14 જૂનના રોજ, સિયા કેતનને તે જ લોહાગઢ કિલ્લામાં લઈ ગઈ હતી. ત્યાં તેમણે કેતનને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેતન નજીકની ઝાડીઓ પકડીને પોતાને બચાવવામાં સફળ રહ્યો. જ્યારે કેતને આ અંગે સિયાનો સામનો કર્યો, ત્યારે તેમણે ખોટો “સાપ, સાપ” અવાજ કર્યો અને કહ્યું કે તેમણે તેને ભૂલથી ધક્કો મારી દીધો હતો. પોલીસને શંકા છે કે સિયા 31 મેના રોજ પણ કિલ્લાની મુલાકાત લીધી હતી અને રેકી કરી હતી.

Ketan Agarwal Case Pune: સિયા અને ચેતનની 5 ભૂલો, જેણે કેતન અગ્રવાલ હત્યા કેસનું રહસ્ય ખોલ્યું અહી ક્લિક કરો

Follow Us
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">