Breaking News: અસમમાં અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું ‘જનતા PM મોદીની સાથે, કોંગ્રેસના બહિષ્કારથી કોઈ ફરક નથી પડતો’

Amit Shah In Assam: અમિત શાહે આસામની અગાઉની સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું કે આસામમાં જ્યાં પહેલા ઘણા મહિનાઓ સુધી કર્ફ્યુ લાગુ હતો અને ગોળીબારની ઘટનાઓ બનતી હતી, તે જ આસામમાં હવે વિકાસની ચર્ચા થઈ રહી છે.

Breaking News: અસમમાં અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું 'જનતા PM મોદીની સાથે, કોંગ્રેસના બહિષ્કારથી કોઈ ફરક નથી પડતો'
Amit Shah in Assam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 6:33 PM

Assam: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આસામના (Assam) પ્રવાસે છે. આજે તેમણે ગુવાહાટીમાં 44, 703 યુવાનોને નિમણૂક પત્ર આપ્યા. આ કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો વિપક્ષ દ્વારા બહિષ્કાર કરવા પર અમિત શાહે કહ્યું કે સરકારને તેનાથી કોઈ ફરક નથી પડતો. દેશની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. કોંગ્રેસ આ અંગે રાજનીતિ કરી રહી છે.

અમિત શાહે કહ્યું કે આ જનતાના જનાદેશનું અપમાન છે, દેશની જનતા કોંગ્રેસની ઈચ્છા પર નિર્ભર નથી

આ દરમિયાન અમિત શાહે આસામની અગાઉની સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું કે આસામમાં જ્યાં પહેલા ઘણા મહિનાઓ સુધી કર્ફ્યુ લાગુ હતો અને ગોળીબારની ઘટનાઓ બનતી હતી, તે જ આસામમાં હવે વિકાસની ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વિકાસના નવા યુગની શરૂઆત કરી છે.

આ પણ વાંચો: G20 દેશોના પ્રતિનિધિઓ પર હુમલાનું કાવતરું ! સુરક્ષા દળોએ G20 પર આતંકી હુમલાને બનાવ્યો નિષ્ફળ

લોકો વિપક્ષને ચોક્કસ જવાબ આપશે: CM યોગી

તે જ સમયે, વિપક્ષના બહિષ્કારને લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વિપક્ષ આવો નિર્ણય લઈને ભારતને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિપક્ષ નકારાત્મકતા ફેલાવી રહ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે જોડાયેલા દેશવાસીઓ સમય આવવા પર વિપક્ષને ચોક્કસ જવાબ આપશે. દરેક ભારતીય આ ક્ષણ પર ગર્વ અનુભવી રહ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">