AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 દેશોના પ્રતિનિધિઓ પર હુમલાનું કાવતરું ! સુરક્ષા દળોએ G20 પર આતંકી હુમલાને બનાવ્યો નિષ્ફળ

જમ્મુ અને કાશ્મીરમાં G20 કોન્ફરન્સ માટે વિદેશી પ્રતિનિધિઓ જ્યાં રોકાય છે અને તેઓ જે સ્થળોની મુલાકાત લે છે તે હોટલોની નજીક કમાન્ડો સાથે સુરક્ષા વધારી દેવામાં આવી હતી. G20 ટુરિઝમ કોન્ફરન્સ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

G20 દેશોના પ્રતિનિધિઓ પર હુમલાનું કાવતરું ! સુરક્ષા દળોએ G20 પર આતંકી હુમલાને બનાવ્યો નિષ્ફળ
terrorist attack fail on G20
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 6:28 PM
Share

ચીન અને પાકિસ્તાનના ષડયંત્રનો અહેસાસ કરાવનારા અહેવાલના આધારે, G20 દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં કોઈપણ ખરાબ ઘટના ન બને તે માટે સુરક્ષા દળો હાજર રહ્યા હતા. NSG અને માર્કોસ જેવા મજબૂત સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. શ્રીનગરને કસ્ટડીમાં લેવામાં આવ્યું છે, જેથી જો કોઈ શંકા હોય તો એલર્ટ કરી શકાય. વિદેશી મૂડીરોકાણ અને વિકાસને અવરોધવાના ષડયંત્રનું વિચારીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે આતંકવાદીઓને વળતો જવાબ આપવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો : Marcos Commando: મોતને હરાવીને બને છે માર્કોસ કમાન્ડો, 3 વર્ષ સુધી ચાલે છે અઘરી ટ્રેનિંગ

સુરક્ષા દળોએ આતંકવાદીઓની મુંબઈ જેવો આતંકવાદી હુમલો કરવાની યોજનાને નિષ્ફળ બનાવી દીધી અને G20 સમિટને સફળ બનાવવા સખત મહેનત કરી. દરેક હલચાલને ધ્યાનમાં રાખીને NSG અને Marcos (water war heroes) એ મીટિંગ વિસ્તાર પર નિયંત્રણ મેળવ્યું. ગુલમર્ગમાં વિદેશી પ્રતિનિધિઓ જ્યાં રોકાય છે તે હોટલને આતંકવાદીઓએ નિશાન બનાવ્યું હોવાની જાસુસી એજન્સીઓને જાણ થઈ છે. આ સાથે જી-20 પ્રવાસન પ્રતિનિધિઓ જે હોટલમાં રોકાયા છે તે હોટલનું સ્થળ બદલવામાં આવ્યું છે. સમયાંતરે સ્થળને ગુલમર્ગથી બીજા વિસ્તારમાં ખસેડવામાં આવતું હતું.

પાકિસ્તાન દ્વારા આતંકવાદી ષડયંત્ર

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ગુલમર્ગમાં મુંબઈ સ્ટાઈલ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હોટલમાં કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. જી-20 સમિટ સોમવાર અને મંગળવારે શ્રીનગરમાં યોજાશે. આ કોન્ફરન્સમાં લગભગ 60 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પરંતુ ISIએ G20 સમિટમાં વિક્ષેપ પાડવાનું કાવતરું ઘડ્યું હતું.

ડલ સરોવરમાં કમાન્ડો સાથે સુરક્ષા

ISI ષડયંત્રનો ખુલાસો થયા બાદ શ્રીનગરમાં G20 સ્થળની નજીક સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જ્યાં પ્રતિનિધિઓ મુલાકાત લેવાના હતા, ત્યાં NSG અને ડલ લેકમાં માર્કોસ કમાન્ડો સાથે સુરક્ષા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત જમ્મુમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચિનાબ નદીમાં MARCOS (Marine Commandos) સાથે હવાઈ સુરક્ષા પણ કરવામાં આવ્યા હતી.

G20 દેશોના પ્રતિનિધિઓ પર હુમલાનું કાવતરું

મીડિયા અહેવાલના આધારે જાસુસી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કાશ્મીર જી-20 દેશોના પ્રતિનિધિઓ પર આત્મઘાતી હુમલો કરવાનું કાવતરું હતુ. આનાથી મોટો ખતરો ટળી ગયો છે. એવું લાગે છે કે આતંકવાદીઓએ એક જ સમયે ત્રણ સ્થળોએ હુમલો કરવાની યોજના બનાવી હતી. શ્રીનગરમાં ડ્રોન અને સીસીટીવીથી સુરક્ષા ગોઠવવામાં આવી હતી. આતંકવાદી ધમકીઓથી ડર્યા વગર કોન્ફરન્સને સફળ બનાવવા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">