Breaking News : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશ અજિત પવાર સહિત 6 લોકોના મોત
નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું છે. બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વિમાનમાં કેટલાક લોકો હોવાના અહેવાલ છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારને લઈ જતું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત મહારાષ્ટ્રના બારામતીમાં થયો હતો. અજિત પવાર પણ વિમાનમાં સવાર હતા. તેઓ જાહેર સભાને સંબોધવા માટે બારામતી જઈ રહ્યા હતા. વિમાન બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે આ ઘટના બની. અકસ્માતમાં અજિત પવાર ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિમાન બળીને ખાખ થયું છે.અજિત પવાર સહિત 6 લોકોના ઘટના સ્થળે મોત થયું છે.
Plane carrying Maharashtra Deputy CM Ajit Pawar crashed during landing#MaharashtraPlaneCrash #AjitPawar #PlaneCrash #BaramatiPlaneCrash #PlaneCrash2026 #AjitPawarPlaneCrash #BreakingNews #TV9Gujarati pic.twitter.com/kW2hImHDqY
— Tv9 Gujarati (@tv9gujarati) January 28, 2026
સુત્રોના જણાવ્યા મુજબ વિમાન સવાર અન્ય કેટલાક લોકો પણ ઘાયલ થયા છે.વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.વિમાનમાં કુલ છ લોકો સવાર હતા. લો વિઝિબિલિટીને કારણે આ અકસ્માત થયો હતો.
કઈ રીતે થયો અકસ્માત?
પ્લેનમાં કુલ 6 લોકો સવાર હતા. લો વિઝિબિલિટીના કારણે આ ઘટના બની છે. જ્યાં આ અકસ્માત સર્જાયો છે. તે દુર્ઘટના સ્થળે મોટી સંખ્યામાં આસપાસના લોકો પહોંચ્યા છે. અજિત પવાર આજે સવારે મુંબઈ થી બારામતી માટે વિમાન દ્વારા રવાના થયા હતા. બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.આ એક પ્રાઈવેડટ કંપનીનું વિમાન હતું. ચાર્ટર્ડ વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હતું.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અગ્રણી નેતા અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ હતા. 22 જુલાઈ, 1959 ના રોજ અહમદનગર જિલ્લાના દેવલાલી પ્રવરામાં જન્મેલા અજિતને તેમના કાકા અને NCP પ્રમુખ શરદ પવાર પાસેથી રાજકીય કારકિર્દી વારસામાં મળી હતી.અજિત પવારે 1982માં 20 વર્ષની ઉંમરે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ પુણેની એક સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં ચૂંટાયા હતા.
અજિત પવારે બારામતી બેઠક પરથી પહેલી ચૂંટણી લડી
અજિત પવારે 16 વર્ષ સુધી સહકારી બેંકના ચેરમેન તરીકે સેવા આપી. 1991માં, અજિત પહેલી વાર બારામતી લોકસભા બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા. જોકે, તેમણે પોતાના કાકા માટે રસ્તો બનાવવા માટે આ બેઠક છોડી દીધી. જોકે, તે જ વર્ષે, અજિતે બારામતી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી અને જીત મેળવી.
