Gujarati NewsNational। BJP will come again in Himachal Pradesh & Gujarat as well, Kejriwal Ji Sometimes create an atmosphere says Anurag Thakur
અનુરાગ ઠાકુરનો કેજરીવાલ પર કટાક્ષ, કહ્યું- તેઓ માત્ર માહોલ બનાવે છે… હિમાચલ અને ગુજરાતમાં ફરીથી બનશે ભાજપની સરકાર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદીજી વિશ્વભરમાં વિશ્વના સૌથી પ્રિય નેતા તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે અમે પંજાબમાં ખૂબ મોડેથી પ્રચાર શરૂ કર્યો પરંતુ અમારી સીટો ઘટી નથી, અમારો વોટ શેર પણ વધ્યો છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે કેજરીવાલજી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડી ચૂક્યા છે, તમે તેમની હાલત જોઈ છે. આગળ અનુરાગ ઠાકુરે કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ જીતી શક્યા નથી, શું તમે ઉત્તરાખંડ, ગોવામાં તેમની હાલત જોઈ? કેટલીકવાર તેઓ મીડિયા દ્વારા માહોલ બનાવે છે પરંતુ જમીન પર કંઈ થતું નથી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, વર્ષના અંતમાં બીજેપી ફરી હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આવશે અને સરકાર બનાવશે. મોદીજી વિશ્વભરમાં વિશ્વના સૌથી પ્રિય નેતા તરીકે જાણીતા છે. તેમણે કહ્યું કે અમે પંજાબમાં ખૂબ મોડેથી પ્રચાર શરૂ કર્યો પરંતુ અમારી સીટો ઘટી નથી, અમારો વોટ શેર પણ વધ્યો છે.
Chandigarh | Kejriwal Ji has contested against Modi Ji before, you've seen his condition. He couldn't win a seat in Uttar Pradesh, did you see his condition in Uttarakhand, Goa? Sometimes they create an atmosphere via media but have nothing on ground: Union Minister Anurag Thakur pic.twitter.com/1DmS0juGxS
રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?
ગુજરાતમાં કેજરીવાલે કહ્યું- AAPને તક આપો
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના તેમના સમકક્ષ ભગવંત માને આજે અમદાવાદમાં એક રોડ શો દરમિયાન ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી (AAP)ને રાજ્ય પર શાસન કરવાની તક આપવા અપીલ કરી હતી અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પર ઘમંડી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. પંજાબમાં તેમની પાર્ટીની શાનદાર જીતથી ઉત્સાહિત, AAP નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભ્રષ્ટાચારનો અંત લાવવાનું વચન આપ્યું હતું. જણાવી દઈએ કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
કેજરીવાલે પંજાબના સીએમ ભગવંત માનના વખાણ કર્યા
કેજરીવાલે કહ્યું કે માન મુખ્યમંત્રી બન્યા પછી 10 દિવસમાં પંજાબમાં ભ્રષ્ટાચારનો અંત લાવ્યો અને ખાનગી શાળાઓને ફી ન વધારવાનો આદેશ આપ્યો અને 25,000 ખાલી જગ્યાઓ ભરવા માટે અભિયાનની જાહેરાત કરી. કેજરીવાલે કહ્યું કે તેઓ રાજકારણ કેવી રીતે કરવું તે નથી જાણતા, પરંતુ ભ્રષ્ટાચારને કેવી રીતે ખતમ કરવો તે જાણે છે. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખતમ કરી દીધો છે અને હવે લોકોને સરકારી ઓફિસોમાં લાંચ આપવાની જરૂર પડતી નથી. માને કહ્યું કે AAPએ દિલ્હી અને પંજાબમાં જે હાંસલ કર્યું છે, તેનું ગુજરાતમાં પુનરાવર્તન કરવા માંગે છે.