દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ તેમજ પંજાબના CM ભગવંત માન ગુજરાતની મુલાકાતે પહોંચ્યા
કેજરીવાલ અને ભગવંત માનના કાર્યક્રમની વાત કરીએ તો શનિવારે સવારે તેઓ સવારે 10 કલાકે ગાંધી આશ્રમ જવા રવાના થશે.. સવારે 10.15 કલાકે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ 10.45 કલાકે ગાંધી આશ્રમથી તાજ સ્કાયલાઈન હોટેલ પહોંચશે.. બપોરે 3.30 કલાકે તાજ સ્કાયલાઈનથી નીકળીને તિરંગા યાત્રા માટે રવાના થશે.
દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલી ધમાકેદાર જીત બાદ હવે આપની નજર ગુજરાત(Gujarat) તરફ છે.ત્યારે આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્લીના મુખ્યપ્રધાન કેજરીવાલ (Arvind Kejriwal) તેમજ પંજાબના CM ભગવંત માન(Bhgwant Maan) ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે.કેજરીવાલ અને ભગવંતન માનનું અમદાવાદ એરપોર્ટ પર પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.આ વચ્ચે ગુજરાત આપે આશંકા વ્યક્ત કરી છે કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના પર હુમલો થઈ શકે છે.આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, ભાજપ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવી શકે છે.કેજરીવાલ અને ભગવંત માનના કાર્યક્રમની વાત કરીએ તો શનિવારે સવારે તેઓ સવારે 10 કલાકે ગાંધી આશ્રમ જવા રવાના થશે.. સવારે 10.15 કલાકે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ 10.45 કલાકે ગાંધી આશ્રમથી તાજ સ્કાયલાઈન હોટેલ પહોંચશે. બપોરે 3.30 કલાકે તાજ સ્કાયલાઈનથી નીકળીને તિરંગા યાત્રા માટે રવાના થશે.
શાહીબાગના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે
તેવો શનિવાર સાંજે 4 કલાકે નિકોલમાં ખોડિયાર માતાના મંદિરથી તિરંગા યાત્રામાં જોડાશે. ત્યાંથી સાંજે 6 કલાકે તાજ સ્કાયલાઈન જવા રવાના થશે. સાંજે 7 કલાક હોટેલ પહોંચ્યા બાદ ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. 3 એપ્રિલના રોજ રવિવારના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10.30 કલાકે તેઓ શાહીબાગના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે. સાંજે 5.30 કલાકે તાજ સ્કાયલાઈન હોટેલથી એરપોર્ટ જવા રવાના થશે અને સાંજે 6 કલાકે એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.
કેજરીવાલની નજર હવે ગુજરાત-હિમાચલ પર
વાસ્તવમાં પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ લોકોને એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. જેથી ‘આપ’એ અન્ય રાજ્યોમાં પ્રવેશનો માર્ગ ખોલવાની તૈયારી ચાલુ કરી દીધી છે. આ વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી થવાની છે. આ માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2 એપ્રિલે AAP અમદાવાદમાં રોડ શો કરવા જઈ રહી છે. કેજરીવાલ અને માન આ રોડ શોમાં સાથે રહેશે. દિલ્હી મોડલ દ્વારા પંજાબમાં આધાર બનાવવામાં આવ્યો હતો અને હવે પંજાબ દ્વારા AAP સમગ્ર દેશમાં પોતાનો પક્ષ મજબુત કરવા માગે છે અને તેથી જ AAP દરેક નિર્ણય સાથે સંદેશ આપી રહી છે.
ગુજરાતમાં પક્ષને મજબૂત બનાવવાની તૈયારીઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલ અને ભગવંત માનની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે પરંતુ આપ અત્યારથી જ પોતાના પક્ષને અહીં મજબૂત કરવા ઇચ્છી રહી છે. ગુજરાતના આપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ સમગ્ર કાર્યક્રમને લઇને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ambaji : 2 એપ્રિલથી શરૂ થતાં ચૈત્રી નવરાત્રીમાં આરતીના સમયમાં ફેરફાર કરાયો
આ પણ વાંચો : અમદાવાદ : કેલિફોર્નિયામાં આંતરરાષ્ટ્રીય કળા મહોત્સવ ‘જૂઈ- મેળો ‘ 2022 ની શાનદાર ઉજવણી