AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારત માટે મોટા સમાચાર… આંદામાન સમુદ્રમાં 1900 મીટર નીચેથી મળ્યો ‘ખજાનો’, બદલાઈ જશે દેશનું ‘નસીબ’

ભારત માટે ઊર્જા સુરક્ષાના મોરચે એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીના ‘સમુદ્ર મંથન મિશન’ હેઠળ દેશની સરકારી તેલ કંપનીને આંદામાન સમુદ્રના ઊંડા પાણીમાં કુદરતી ગેસ (Natural Gas) શોધવામાં ઐતિહાસિક સફળતા મળી છે.

Breaking News: ભારત માટે મોટા સમાચાર... આંદામાન સમુદ્રમાં 1900 મીટર નીચેથી મળ્યો 'ખજાનો', બદલાઈ જશે દેશનું 'નસીબ'
| Updated on: Jun 05, 2026 | 8:20 PM
Share

ભારત માટે ઊર્જા સુરક્ષા અને દેશમાં જ તેનું ઉત્પાદન વધારવાના મોરચે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી સરકારી તેલ કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડને આંદામાન સમુદ્રના ઊંડા પાણીમાં કુદરતી ગેસ (Natural Gas) શોધવામાં મોટી સફળતા મળી છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર આ વાતની માહિતી આપી અને ઓઇલ ઇન્ડિયાની ટીમને આ મોટી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા. તમને જણાવી દઈએ કે, ભારત સરકાર છેલ્લા ઘણા સમયથી ઊંડા સમુદ્રમાં તેલ અને ગેસની શોધનું અભિયાન ચલાવી રહી છે. એવામાં આ નવી સફળતા અભિયાનને એક નવી તેમજ મજબૂત દિશા આપશે. આ સફળતા ભારતને ગેસ ભંડારમાં આત્મનિર્ભર બનાવવામાં પણ મોટી મદદ કરનારી સાબિત થશે.

સમુદ્રમાં 355 મીટરની ઊંડાઈએ મળ્યો ‘ભંડાર’

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ ગેસ ભંડાર આંદામાન દ્વીપસમૂહના પૂર્વ કિનારા (East Coast) થી આશરે 15 કિલોમીટર દૂર સમુદ્રમાં 355 મીટરની ઊંડાઈ પર સ્થિત ‘શ્રી વિજયપુરમ-3’ નામના તેલના કૂવામાં આ સફળતા મળી છે. અહીં કંપનીને હાઇડ્રોકાર્બન ગેસ હાજર હોવાની માહિતી મળી છે.

કંપની ટેસ્ટિંગ માટે સેમ્પલ લઈ રહી છે

ઓઇલ ઇન્ડિયા કંપનીએ સમુદ્રની નીચે જમીનમાં 1900 મીટરથી વધુની ઊંડાઈ સુધી ખોદકામ કરીને પ્રારંભિક ટેસ્ટ કર્યો. ટેસ્ટ દરમિયાન ગેસને સતત ફ્લેરિંગ (જ્વાળા) ના માધ્યમથી સળગાવવામાં આવ્યો. આનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ત્યાં ગેસનો ભંડાર છે.

હાલમાં કંપની ગેસના નમૂના (સેમ્પલ) એકઠા કરી રહી છે, જેથી તેની સાચી સંરચના અને ઊર્જા ક્ષમતાની ખબર પડી શકે. આ સાથે જ, ગેસ ક્યાં અને કેવી રીતે બન્યો છે તે જાણવા માટે તેનું આઇસોટોપ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.

‘સમુદ્ર મંથન મિશન’ હેઠળ ડીપવોટર કૂવાઓની યોજના

કેન્દ્રીય મંત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ‘સમુદ્ર મંથન મિશન’ હેઠળ દેશના અપતટીય (Offshore) બેસિનોમાં મોટી સંખ્યામાં ડીપવોટર અને અલ્ટ્રા-ડીપવોટર અન્વેષણ (શોધખોળ) કૂવાઓની યોજના બનાવવામાં આવી છે, જેથી આપણા હાઇડ્રોકાર્બન સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય.

આંદામાન બેસિનમાં ચલાવવામાં આવી રહેલા વર્તમાન અન્વેષણ અભિયાન હેઠળ OIL દ્વારા ડ્રિલ કરવામાં આવેલા ત્રણ અન્વેષણ કૂવાઓમાંથી હવે બે કૂવામાં હાઇડ્રોકાર્બનની હાજરી નોંધાઈ ચૂકી છે.

કુદરતી ગેસની આ શોધ આપણી અન્વેષણ મહત્વકાંક્ષાઓને આગળ વધારવામાં મદદ કરશે અને આપણને વૈશ્વિક ડીપવોટર અન્વેષણ નિષ્ણાતો સાથે મળીને કામ કરવાની તક આપશે. આ અમૃત કાળની યાત્રામાં ભારત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ (માઇલસ્ટોન) સાબિત થશે.

Breaking News : પુતિન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, કહ્યું- મારા બેસ્ટ ફ્રેન્ડ છે

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">