AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મધ્યમ વર્ગને ‘હાશકારો’! મોંઘા પેટ્રોલમાંથી હવે મળશે ‘મોટી રાહત’, કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું સસ્તું ‘દેશી ઇંધણ’

કેન્દ્ર સરકારે દેશના વાહનચાલકોને મોટી રાહત આપતા એક નવું ઇંધણ ‘E85 ફ્યુઅલ’ લોન્ચ કર્યું છે. સરકારના દાવા મુજબ, આ નવું બળતણ સામાન્ય પેટ્રોલ કરતાં ઘણું સસ્તું હશે, જેનાથી સામાન્ય જનતાના ખિસ્સાનો બોજ ઘણો ઓછો થશે.

Breaking News: મધ્યમ વર્ગને 'હાશકારો'! મોંઘા પેટ્રોલમાંથી હવે મળશે 'મોટી રાહત', કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું સસ્તું 'દેશી ઇંધણ'
| Updated on: Jun 06, 2026 | 8:27 PM
Share

વિશ્વ પર્યાવરણ દિવસ 2026 ના રોજ કેન્દ્ર સરકારે દેશમાં E85 ફ્યુઅલ લોન્ચ કર્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં આની શરૂઆત કરાવી હતી. સરકારનો દાવો છે કે, આ બળતણ પરંપરાગત પેટ્રોલની સરખામણીમાં આશરે 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું હશે.

જો 5 જૂનના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લીટર હોય, તો તેવા સમયમાં E85 ફ્યુઅલ 20 રૂપિયા સસ્તું થઈને 82.12 રૂપિયામાં મળશે. સાથે જ આનાથી પ્રદૂષણ ઘટાડવામાં, વિદેશી હૂંડિયામણ બચાવવામાં અને ખેડૂતોની આવક વધારવામાં પણ મદદ મળશે.

E85 ફ્યુઅલ શું છે?

E85 એ એક હાઇ-એથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ (મિશ્રિત બળતણ) છે, જેમાં 80 થી 85 ટકા એથેનોલ અને 14 થી 19 ટકા પેટ્રોલ હોય છે. આને ખાસ કરીને ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ (FFVs) માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ વાહનો E20 થી લઈને E100 સુધીના એથેનોલ મિશ્રણ પર ચાલી શકે છે.

48 પેટ્રોલ પંપથી થઈ ‘શરૂઆત’

હાલમાં E85 ફ્યુઅલ દેશભરમાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ના 48 રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપ) પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સરકારનો લક્ષ્યાંક ડિસેમ્બર 2026 સુધીમાં આને 500 પેટ્રોલ પંપો સુધી અને ડિસેમ્બર 2027 સુધીમાં આશરે 5000 પેટ્રોલ પંપો સુધી પહોંચાડવાનો છે.

પેટ્રોલ કરતાં 20 રૂપિયા સસ્તું હશે ‘બળતણ’

સરકારના જણાવ્યા અનુસાર, E85 ની કિંમત પરંપરાગત પેટ્રોલની સરખામણીમાં આશરે 20 રૂપિયા પ્રતિ લીટર ઓછી રાખવામાં આવી છે. આનો હેતુ સ્થાનિક સ્તરે ઉત્પાદિત એથેનોલનો ફાયદો સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે.

ખેડૂતો અને દેશના અર્થતંત્રને થશે ‘લાભ’

આ અંગે હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, વર્ષ 2014માં એથેનોલ બ્લેન્ડિંગનું સ્તર 1.53 ટકા હતું, જે હવે વધીને 20 ટકા થઈ ચૂક્યું છે. આના કારણે દેશને 1.84 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિદેશી હૂંડિયામણ બચાવવામાં અને આશરે 302 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલની આયાતને રિપ્લેસ (બદલવામાં) કરવામાં મદદ મળી છે. તેમણે ખેડૂતોને દેશના ‘અન્નદાતા’ જ નહીં પરંતુ ‘ઊર્જાદાતા’ પણ ગણાવ્યા.

પ્રદૂષણમાં આવશે ‘મોટો ઘટાડો’

સરકારનો દાવો છે કે, E85 પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો પરંપરાગત પેટ્રોલ વાહનોની સરખામણીમાં પોતાના લાઈફટાઈમ (આયુષ્ય) દરમિયાન ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં આશરે 61 ટકા સુધીનો ઘટાડો લાવી શકે છે. આ ઉપરાંત, એથેનોલનો રિસર્ચ ઓક્ટેન નંબર (RON) આશરે 108 હોવાને કારણે એન્જિનની કાર્યક્ષમતા પણ સારી બની શકે છે.

વર્ષ 2030-31 સુધીમાં એથેનોલ બ્લેન્ડિંગ 26% સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

સરકારનો અંદાજ છે કે, જો નવા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોમાંથી 50 ટકા વાહનો ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી અપનાવે, તો 312 કરોડ લીટરથી વધુ એથેનોલની માંગ ઊભી થઈ શકે છે. આનાથી આશરે 12,403 કરોડ રૂપિયા સીધા ખેડૂતો સુધી પહોંચી શકે છે. સાથે જ દર વર્ષે 15,151 કરોડ રૂપિયાની વિદેશી હૂંડિયામણની બચત અને 66.4 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો શક્ય બનશે. સરકારનો લક્ષ્યાંક વર્ષ 2030-31 સુધીમાં દેશમાં કુલ એથેનોલ બ્લેન્ડિંગ સ્તરને આશરે 26 ટકા સુધી પહોંચાડવાનો છે.

E85 ને લઈને સરકારે ગેરસમજો દૂર કરી

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, E85 ફ્યુઅલ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે જ છે અને સામાન્ય પેટ્રોલ વાહનોમાં આનો ઉપયોગ કરી શકાશે નહીં. બીજી તરફ E20 બળતણને લઈને સરકારનું કહેવું છે કે, આના કારણે અત્યાર સુધી એન્જિન ખરાબ થવાનો કે વાહન બંધ પડવાનો કોઈ કિસ્સો સામે આવ્યો નથી. સાથે જ E20 ના ઉપયોગથી વાહન વીમા (વ્હીકલ ઇન્શ્યોરન્સ) પર પણ કોઈ અસર પડતી નથી.

Breaking News: ભારત માટે મોટા સમાચાર… આંદામાન સમુદ્રમાં 1900 મીટર નીચેથી મળ્યો ‘ખજાનો’, બદલાઈ જશે દેશનું ‘નસીબ’

Follow Us
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
g clip-path="url(#clip0_868_265)">