સુપ્રીમ કોર્ટની કમિટીમાં સામેલ ભૂપિન્દ્રરસિંહ માન કમિટીથી અલગ થઈ ગયા

નવા કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટની સમિતિના સભ્ય ભૂપિન્દરસિંહ માન (BHUPINDER MANN) કમિટીથી અલગ થઈ ગયા છે. ભૂપિન્દરસિંહ ભારતીય કિસાન યુનિયન (BKU)ના અધ્યક્ષ છે અને આ ત્રણ કૃષિ કાયદાના સમર્થનમાં છે.

  • Publish Date - 5:41 pm, Thu, 14 January 21 Edited By: Kunjan Shukal
સુપ્રીમ કોર્ટની કમિટીમાં સામેલ ભૂપિન્દ્રરસિંહ માન કમિટીથી અલગ થઈ ગયા
ભૂપિન્દરસિંહ માન

નવા કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટની સમિતિના સભ્ય ભૂપિન્દરસિંહ માન (BHUPINDER MANN) કમિટીથી અલગ થઈ ગયા છે. ભૂપિન્દરસિંહ ભારતીય કિસાન યુનિયન (BKU)ના અધ્યક્ષ છે અને આ ત્રણ કૃષિ કાયદાના સમર્થનમાં છે. જો કે હવે તેમણે પોતાના પત્રમાં કહ્યું છે કે તેઓ ‘પંજાબ અને ખેડૂતોના (FARMERS ) હિતમાં સમાધાન ન કરવા માટે કોઈપણ પદ છોડવા માટે તૈયાર છે’.

 

ભૂપિન્દરસિંહએ પત્રમાં ‘ખેડૂત (FARMERS ) સંઘો અને જનતા વચ્ચેની લાગણીઓ અને શંકાનો પણ હવાલો આપ્યો છે. ભૂપિન્દરસિંહ માન કમિટીથી અલગ થયા બાદ સમિતિમાં હવે ત્રણ સભ્યો છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના ડૉ. પ્રમોદકુમાર જોશી, કૃષિ અર્થશાસ્ત્રી અને કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અશોક ગુલાટી, શેતકારી સંસ્થાના અધ્યક્ષ અનિલ ઘનવતનો સમાવેશ થાય છે.

 

નોંધનીય છે કે, ગત મહિને માને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને પત્ર લખીને કેટલીક માંગણીઓ કરી હતી. તેમણે લખ્યું, ‘અમે તે કાયદાની તરફેણમાં સરકારને સમર્થન આપવા આગળ આવ્યા છીએ. અમે જાણીએ છીએ કે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં અને ખાસ કરીને દિલ્હીમાં ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા કેટલાક તત્વો આ કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

ભૂપિન્દરસિંહ માને તેમના પત્રમાં લખ્યું છે કે, “આપણા અવિરત પ્રયત્નો અને લાંબા સંઘર્ષોના પરિણામ સ્વરૂપે જે આઝાદીની સવારે ખેડૂતોના જીવનમાં ક્ષિતિજ પર જોવા મળે છે તો આજે સવારે અંધારાની રાતમાં પરિવર્તિત કરવા માટે ઘણા લેભાગુ તત્વો આગળ આવ્યા છે. અમે એ સ્પષ્ટ કરવા મીડિયાને મળવા માંગીએ છીએ કે દેશના જુદા જુદા ભાગોના ખેડૂતો સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કાયદાની તરફેણમાં છે.

 

આ પણ વાંચો: નીતુ ચંદ્રાએ સાઈન કરી હતી ‘Tanu Weds Manu’, ત્યારબાદ માધવનની ભલામણ પર કંગનાને કરવામાં આવી સાઈન!

Click on your DTH Provider to Add TV9 Gujarati