નીતુ ચંદ્રાએ સાઈન કરી હતી ‘Tanu Weds Manu’, ત્યારબાદ માધવનની ભલામણ પર કંગનાને કરવામાં આવી સાઈન!

નીતુ ચંદ્રાએ સાઈન કરી હતી 'Tanu Weds Manu', ત્યારબાદ માધવનની ભલામણ પર કંગનાને કરવામાં આવી સાઈન!

અભિનેત્રી નીતુ ચંદ્રા (Nitu chandra)એ કહ્યું છે કે તેને 'તનુ વેડ્સ મનુ' ફિલ્મમાંથી પડતી મૂકવામાં આવી હતી અને તેની જગ્યાએ કંગના રનૌત (Kangana Ranaut)ને લેવામાં આવી હતી.

Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

Jan 14, 2021 | 5:28 PM

અભિનેત્રી નીતુ ચંદ્રા (Nitu chandra)એ કહ્યું છે કે તેને ‘તનુ વેડ્સ મનુ’ ફિલ્મમાંથી પડતી મૂકવામાં આવી હતી અને તેની જગ્યાએ કંગના રનૌત (Kangana Ranaut)ને લેવામાં આવી હતી. નીતુ ‘ટ્રાફિક સિગ્નલ’ અને ‘ઓય લકી! લકી ઓય! જેવી ફિલ્મોમાં દેખાઈ છે. તેમણે કહ્યું કે તે જ રીતે છ ફિલ્મોમાંથી બાહર કરવામાં આવી હતી. અભિનેત્રી નીતુએ કહ્યું કે તેને ‘તનુ વેડ્સ મનુ’ સાઈન કરી હતી, પરંતુ તે પછી માધવનની ભલામણ પર કંગના રનૌતને ફિલ્મમાં લેવામાં આવી હતી અને મારે બહાર નીકળવું પડ્યું હતું. એક મુલાકાતમાં તેણે કહ્યું હતું કે આવી વસ્તુઓ તેમની સાથે સતત બનતી રહે છે. પરંતુ તે તેને સંઘર્ષનો એક ભાગ માને છે.

નીતુએ ભૂતકાળમાં અભિનેતા આર માધવને કરેલી ટિપ્પણીને યાદ કરી, જ્યારે માધવને તનુ વેડ્સ મનુમાં મુખ્ય ભૂમિકા માટે કંગનાની ભલામણ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર નીતુએ કહ્યું, “હું માધવન વિશે વાત કરું છું. જેમણે કહ્યું હતું કે ‘તનુ વેડ્સ મનુ’ માટે બીજી અભિનેત્રી સાઈન થઈ હતી પણ મેં કંગનાના નામની ભલામણ કરી હતી. ખરેખર તે કંગના પહેલા ‘તનુ વેડ્સ મનુ’ ફિલ્મ સાઈન કરનારી અભિનેત્રી હતી”. તેમણે વધુમાં ઉમેર્યું, “આ પ્રકારની બાબતો મારી સાથે બનતી રહે છે. ભૂતકાળમાં મને છ ફિલ્મોમાંથી બહાર કરવામાં આવી હતી. કોઈ મારો ફોન ઉપાડતા નથી કે પાછો કોલ બેક કરતા નથી પણ આ સંઘર્ષ છે અને બસ તે છે જેના દ્વારા હું ધીમે ધીમે વસ્તુઓ શીખી રહી છું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જ્યારે તેણે ફિલ્મ સાઈન કરી છે તો કેમ કરી નહીં? આ માટે તે કહે છે કે હું કેવી રીતે કરી શકું? તમને શું લાગે છે કે તે મારા પર નિર્ભર છે કે હું તેને કરવા માંગું છું કે નહીં? જો કોઈ કારણોસર દિગ્દર્શકને લાગે છે કે હીરો કોઈ બીજાની ભલામણ કરે છે તો હું એવી સ્થિતિમાં નથી કે હું મારા માટે લડી શકું. તે સમયે હું લાચાર બની જાઉં છું. નીતુએ તેને ‘નિયતિ’ ગણાવ્યું અને કહ્યું કે તેને કોઈની ફરિયાદ નથી. તેણે કહ્યું હતું કે તે બીજા પ્રોજેક્ટ માટે ડિરેક્ટર આનંદ એલ. રાય સાથે વાતચીત કરી રહ્યી હતી, પરંતુ તે પણ કંઈક ખાસ થઈ શકયું નહીં. બાદમાં ‘તનુ વેડ્સ મનુ’ની સિક્વલ બનાવવામાં આવી હતી ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’, જે બોક્સઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી અને કંગનાને એ-લિસ્ટમાં સમાવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati