ભાજપે કન્હૈયા કુમારને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી, કહ્યુ “ભારત તેરે ટુકડે હોંગે” આ કોંગ્રેસનું નવુ સ્લોગન !

મંગળવારે કન્હૈયા કુમાર સતાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં (Congress Party)જોડાયા હતા.કોંગ્રેસમાં જોડાયા બાદ તેણે જણાવ્યુ હતુ કે, તે દેશની સૌથી જૂની અને લોકશાહી પાર્ટીમાં જોડાયા છે.

ભાજપે કન્હૈયા કુમારને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી, કહ્યુ ભારત તેરે ટુકડે હોંગે આ કોંગ્રેસનું નવુ સ્લોગન !
'Bharat tere tukde honge’ is now congress official slogan : BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 2:28 PM

New Delhi : JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સીપીઆઈના નેતા (CPI Leader) કન્હૈયા કુમાર ને પક્ષમાં સામેલ કરવા બદલ ભાજપે કોંગ્રેસની નિંદા કરતા જણાવ્યુ કે, તે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો માટે કોંગ્રેસ “પહેલી પસંદગી” બની ગઈ છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ‘ભારત વિરોધી’ કોંગ્રેસ કનૈયા કુમાર (Kanhaiya Kumar) જેવા લોકોની સ્પષ્ટ પસંદગી કોંગ્રેસ છે, કારણ કે આ પાર્ટી સાથે તેની વિચારધારા મળતી આવે છે.

કોંગ્રેસમાં કન્હૈયા કુમારની એન્ટ્રી થતા ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભૂતપૂર્વ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા તે અંગે ટિપ્પણી કરતા ભાજપના નેતા ભાટિયાએ કહ્યું કે, “ભારત વિરોધી વિચારધારા ધરાવતા દરેક વ્યક્તિની કોંગ્રેસ પહેલી પસંદગી છે. પછી તે કન્હૈયા કુમાર હોય કે અન્ય કોઈ.” ઉપરાંત જણાવ્યુ કે, કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અને વિચારધારા ભારત વિરોધી રાજનીતિના (Politics) સમાનાર્થી બની ચૂક્યા છે.

“ભારત તેરે ટુકડે હોંગે” આ કોંગ્રેસનું નવુ સ્લોગન !

ભાટિયાએ ટ્વિટ કરીને લખ્યુ કે, કોંગ્રેસ (Congress) તેમના જેવા નેતાઓનું સ્વાગત કરે છે જેઓ ‘ભારત તેરે ટુકડે હોંગે’ના નારા લગાવનારાઓને ટેકો આપવા માટે જાણીતા છે, અને અફઝલ ગુરુ જેવા આતંકવાદીઓને ટેકો આપનારાઓને પણ આ પાર્ટી ટેકો આપે છે.

ભાટિયાએ કન્હૈયા કુમારને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી

કાશ્મીરમાં મહિલાઓ પર બળાત્કાર વિશે કુમારના વિવાદાસ્પદ નિવેદનને (Controversial statement)યાદ કરતા ભાટિયાએ કહ્યું કે, “તે ભારતીયોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. દરેક ભારતીયને અખંડિતતા માટે કરેલા સર્વોચ્ચ બલિદાન માટે સેના પર ગર્વ છે. અને દેશની એકતા. જ્યારે કોઈ નેતા આવી અપમાનજનક ટિપ્પણી કરે છે, ત્યારે માત્ર એક જ જગ્યા છે જ્યાં તે શરણ માગે છે-ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ”

ભાજપના નેતા તેજીન્દર પાલ સિંહ કોંગ્રેસ પર આકરા પાણીએ

ભાજપના રાષ્ટ્રીય યુવા પાંખના સચિવ તેજીન્દર પાલ સિંહ બગ્ગાએ પણ સીપીઆઈ નેતા કન્હૈયા કુમારને પાર્ટીમાં સામેલ કરવા બદલ કોંગ્રેસની નિંદા કરી હતી.તેણે કહ્યુ કે, “કન્હૈયા કુમારે (Kanhaiya Kumar) અગાઉ ભારત તોડવાની વાત કરી હતી. ઉપરાંત ભારત તેરે ટુકડે હોંગે અને અફઝલ તેરે અરમાનો કો મંઝિલ તક પહોંચાયેંગે જેવા સંવાદો કન્હૈયા પાસેથી સાંભળ્યા હતા. જ્યારે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેણે જણાવ્યુ કે,ભારત વિરોધીનું સ્વાગત કરવા માટે સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી માળા સાથે ઉભા રહે છે.”

આ પણ વાંચો: આ નર્સે કોરોનાની રસી આપવાને બદલે આપી દીધી હડકવાની રસી ! જાણો પછી શું થયુ…..

આ પણ વાંચો:  UP Assembly Elections 2022: 150 ભાજપનાં MLAની ટિકીટ કપાવાની નક્કી, CM યોગીનું ટાર્ગેટ હારેલી 84 બેઠક કબજે કરવાનું

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">