અદ્દભુત, અલૌકિક અને ભવ્યરુપ લઈ રહ્યું છે અયોધ્યાનું રામ મંદિર, જુઓ ગર્ભગૃહની દીવાલનો Viral Photo

|

May 17, 2023 | 5:11 PM

થોડા સમય પહેલા રામ મંદિરના ગર્ભગૃહની તસવીરો સામે આવી હતી. હાલમાં અયોધ્યામાં નિર્માણ આધીન રામ મંદિરના ગર્ભગૃહની દીવાલનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ દીવાલ જોઈ કહી શકાય કે રામ મંદિર અદ્દભુત, અલૌકિક અને ભવ્ય રુપ લઈ રહ્યું છે. 

અદ્દભુત, અલૌકિક અને ભવ્યરુપ લઈ રહ્યું છે અયોધ્યાનું રામ મંદિર, જુઓ ગર્ભગૃહની દીવાલનો Viral Photo
Ayodhya Ram mandir

Follow us on

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામ મંદિરના નિર્માણના ફોટો અને વીડિયો શેયર કરવામાં આવી રહ્યા છે. હાલમાં રામ મંદિરના નિર્માણનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. થોડા સમય પહેલા રામ મંદિરના ગર્ભગૃહની તસવીરો સામે આવી હતી. હાલમાં અયોધ્યામાં નિર્માણ આધીન રામ મંદિરના ગર્ભગૃહની દીવાલનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ દીવાલ જોઈ કહી શકાય કે રામ મંદિર અદ્દભુત, અલૌકિક અને ભવ્ય રુપ લઈ રહ્યું છે.

અયોધ્યાના રામ મંદિરના નિર્માણની સાથે સાથે અયોધ્યાની પણ કાયાપલટ થઈ રહી છે. અયોધ્યામાં વિકાસ કર્યોની ગતિ પણ વધી રહી છે. વર્ષ 2024 બાદ અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા જોવા મળશે. રામ મંદિરના નિર્માણ કાર્યના વીડિયો અને ફોટો જોઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

આ પણ વાંચો : Photos : અયોધ્યાના Ram Mandir માં આ દિવસે બિરાજમાન થશે ભગવાન શ્રી રામ, ગર્ભગૃહનો ફોટો આવ્યો સામે

રામ મંદિરના ગર્ભગૃહની દીવાલ

 

આ રહ્યો રામ મંદિરનો નવો વીડિયો

 

 

હાલમાં જસ્ટિસ સુધીર અગ્રવાલે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે શ્રીરામલલાના દરબારમાં શીશ નમાવીને પૂજા-અર્ચના પણ કરી હતી. તેમણે રામ મંદિરના નિર્માણ કાર્યની સમીક્ષા પણ કરી હતી. જણાવી દીએ કે અયોધ્યાની જમીન વિવાદમાં વર્ષ 2010માં હાઈકોર્ટના ત્રણ સદસ્યોની પીઠ દ્વારા એક નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જસ્ટિસ સુધીર અગ્રવાલે આ પીઠમાં સામેલ હતા.

રામ મંદિરને લઈને મહત્વની અપડેટ્સ

  • શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સ્થાયી ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટેની તારીખની જાહેરાત થઈ ગઈ છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
  • અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની છતનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
  • મળતી માહિતી અનુસાર રામલલ્લાની નવી અને જૂની બંને મૂર્તિની રામ મંદિરમાં પ્રાણી પ્રતિષ્ઠા કરવામાં આવી શકે છે.
  • 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના ગર્ભગૃહમાં વિધિ વિધાન અને પૂજા પાઠ સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
  • 24 એપ્રિલના રોજ દુનિયાના સાત ખંડોમાંથી 155 દેશની નદીઓમાંથી આવેલુ પાણી અયોધ્યા પહોંચ્યું હતું. આ પાણીથી અયોધ્યાના રામલલ્લાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ દેશના રાજદૂતો અને એનઆરઆઈ લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Photos : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્યની ઝડપ વધી, જુઓ તેના લેટેસ્ટ ફોટોઝ

અયોધ્યામાં બનશે ભવ્ય પ્રવેશ દ્વાર

અયોધ્યા સાથે જોડાયેલા જિલ્લાઓના પ્રવેશ માર્ગો પર પ્રવાસન વિભાગ દ્વારા ભવ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. પ્રવેશ માર્ગોની સાથે આસપાસ ધર્મશાળાઓ બનાવવામાં આવશે. જેથી શ્રદ્ધાળુઓની રહેવાની વ્યવસ્થા થઈ શકે.

  • લખનઉ માર્ગ – શ્રીરામ દ્વાર
  • ગોરખપુર-અયોધ્યા માર્ગ – હનુમાન દ્વાર
  • ગોંડા-અયોધ્યા માર્ગ – લક્ષ્મણ દ્વાર
  • પ્રયાગરાજ-અયોધ્યા માર્ગ – ભરત દ્વાર
  • અંબેડકરનગર-અયોધ્યા માર્ગ – જટાયુ દ્વાર
  • રાયબરેલી-અયોધ્યા માર્ગ – ગરુડ દ્વાર

આ પણ વાંચો : Photos: રામ મંદિરની છતનું 40% કામ પૂર્ણ, મંદિર લઈ રહ્યું છે ભવ્ય સ્વરુપ

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article