Video: અયોધ્યામાં ઝડપી બન્યુ રામ મંદિરનું નિર્માણ કાર્ય, વીડિયો જોઈ ભક્તો થયા ભાવુક
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામ મંદિરના નિર્માણના ફોટો અને વીડિયો શેયર કરવમાં આવી રહ્યાં છે. હાલમાં રામ મંદિરના નિર્માણનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અયોધ્યામાં રામ મંદિર ભવ્ય સ્વરુપ લેતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામ મંદિરના નિર્માણના ફોટો અને વીડિયો શેયર કરવામાં આવી રહ્યા છે. હાલમાં રામ મંદિરના નિર્માણનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અયોધ્યામાં રામ મંદિર ભવ્ય સ્વરુપ લેતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં શનિવારના રોજ જસ્ટિસ સુધીર અગ્રવાલે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે શ્રીરામલલાના દરબારમાં શીશ નમાવીને પૂજા-અર્ચના પણ કરી હતી. તેમણે રામ મંદિરના નિર્માણ કાર્યની સમીક્ષા પણ કરી હતી. જણાવી દીએ કે અયોધ્યાની જમીન વિવાદમાં વર્ષ 2010માં હાઈકોર્ટના ત્રણ સદસ્યોની પીઠ દ્વારા એક નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જસ્ટિસ સુધીર અગ્રવાલે આ પીઠમાં સામેલ હતા.
આ પણ વાંચો : Photos: રામ મંદિરની છતનું 40% કામ પૂર્ણ, મંદિર લઈ રહ્યું છે ભવ્ય સ્વરુપ
આ રહ્યો રામ મંદિરનો નવો વીડિયો
राम राष्ट्र की संस्कृति हैं, राम राष्ट्र के प्राण हैं। राम के मंदिर का मतलब भारत का नवनिर्माण है।। pic.twitter.com/qhdBW1UzrT
— Champat Rai (@ChampatRaiVHP) May 15, 2023
भव्य और दिव्य श्री राम मंदिर का निर्माण कोटि-कोटि हिंदुओं के पुण्यों की फलश्रुति है। pic.twitter.com/uSz7ItxAJx
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) May 15, 2023
અયોધ્યામાં બનશે ભવ્ય પ્રવેશ દ્વાર
અયોધ્યા સાથે જોડાયેલા જિલ્લાઓના પ્રવેશ માર્ગો પર પ્રવાસન વિભાગ દ્વારા ભવ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. પ્રવેશ માર્ગોની સાથે આસપાસ ધર્મશાળાઓ બનાવવામાં આવશે. જેથી શ્રદ્ધાળુઓની રહેવાની વ્યવસ્થા થઈ શકે.
- લખનઉ માર્ગ – શ્રીરામ દ્વાર
- ગોરખપુર-અયોધ્યા માર્ગ – હનુમાન દ્વાર
- ગોંડા-અયોધ્યા માર્ગ – લક્ષ્મણ દ્વાર
- પ્રયાગરાજ-અયોધ્યા માર્ગ – ભરત દ્વાર
- અંબેડકરનગર-અયોધ્યા માર્ગ – જટાયુ દ્વાર
- રાયબરેલી-અયોધ્યા માર્ગ – ગરુડ દ્વાર
આ પણ વાંચો : Photos : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્યની ઝડપ વધી, જુઓ તેના લેટેસ્ટ ફોટોઝ
રામ મંદિરને લઈને મહત્વની અપડેટ્સ
- શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સ્થાયી ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટેની તારીખની જાહેરાત થઈ ગઈ છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
- અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની છતનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
- મળતી માહિતી અનુસાર રામલલ્લાની નવી અને જૂની બંને મૂર્તિની રામ મંદિરમાં પ્રાણી પ્રતિષ્ઠા કરવામાં આવી શકે છે.
- 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના ગર્ભગૃહમાં વિધિ વિધાન અને પૂજા પાઠ સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
- 24 એપ્રિલના રોજ દુનિયાના સાત ખંડોમાંથી 155 દેશની નદીઓમાંથી આવેલુ પાણી અયોધ્યા પહોંચ્યું હતું. આ પાણીથી અયોધ્યાના રામલલ્લાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ દેશના રાજદૂતો અને એનઆરઆઈ લોકો હાજર રહ્યા હતા.