Breaking News: રામ મંદિરની સુરક્ષામાં મોટી ચૂક, મંદિર પરિસરમાં નમાજ પઢી રહેલો એક કાશ્મીરી શખ્સ ઝડપાયો
અયોધ્યાના રામ મંદિર સંકુલમાં NSG બેસ કેમ્પ હોવા છતાંયે સુરક્ષા વ્યવસ્થામાં ખામી હોવાનું બહાર આવ્યું છે. દક્ષિણ દિવાલ વિસ્તારમાં એક કાશ્મીરી શખ્સ નમાઝ અદા કરતો ઝડપાયો છે. સુરક્ષાકર્મીઓએ તેને આમ કરતા અટકાવતા તેણે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, જ્યારે વહીવટીતંત્ર અને ટ્રસ્ટે મૌન ધારણ કર્યું છે.

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. મંદિર પરિસરમાંથી એક કાશ્મીરી શખ્સ નમાઝ પઢતો ઝડપાયો છે. સુરક્ષાકર્મીઓએ શખ્સની તાત્કાલિક અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ શખ્સે દક્ષિણ દિવાલવાળા રામ મંદિર સંકુલના સીતા રસોઈ પાસે નમાજ અદા કરવાનો પ્રયાસ કર્યો. કાશ્મીરી પોશાક પહેરેલા શખ્સ ગેટ D1 દ્વારા રામ મંદિરમાં પ્રવેશ કર્યો. ધરપકડ કરાયેલ શખ્સની ઓળખ હવે કાશ્મીરના શોપિયાના રહેવાસી અહેમદ શેખ તરીકે થઈ છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા કર્મચારીઓ દ્વારા રોકવામાં આવતા, શખ્સ કથિત રીતે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ સ્થળ પર હાજર સુરક્ષા દળોએ તાત્કાલિક તેને કસ્ટડીમાં લઈ લીધો. ઘટનાની માહિતી મળતાં જ ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગયા. શખ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના હેતુઓ અને પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના આજે સવારે બની હતી
આ ઘટના આજે સવારે બની છે. જોકે, જિલ્લા વહીવટીતંત્રે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. રામ મંદિર ટ્રસ્ટે પણ સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, સુરક્ષા એજન્સીઓ દરેક પાસાની તપાસ કરી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવા કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉભી ન થાય. તેવું વહીવટીતંત્રે અને મંદિર ટ્રસ્ટનું માનવું છે.
15 કિલોમીટરના ક્ષેત્રમાં નોન-વેજ ખોરાકના વેચાણ અને હોમ ડિલિવરી પર પ્રતિબંધ
અયોધ્યામાં રામ મંદિર સંકુલની આસપાસ 15 કિલોમીટરના ક્ષેત્રમાં કોઈપણ માંસાહારી ખોરાકના વેચાણ અને હોમ ડિલિવરી પર હવે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ પગલું શ્રદ્ધા અને ધાર્મિક લાગણીઓનું રક્ષણ કરવાના હેતુથી લેવામાં આવ્યું છે.
સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કોઈ ઘટના બને છે ત્યાર બાદ જ આવા નિર્ણય કેમ લેવામાં આવે છે? કોઈ ઘટના બને તે પહેલાં જનતાની સુરક્ષા, શ્રદ્ધા અને ધાર્મિક લાગણીઓનું ધ્યાન કેમ રાખવામાં આવતું નથી? રામ મંદિર પાસે NSGનું બેસ કેમ્પ હોવા છતાં પણ આવી ચૂક કેવી રીતે થઈ? ક્યાંક આ પાછળ આતંકવાદી હુમલાની કોઈ સાજિશ તો નથી ને?
ફરિયાદ શું હતી?
વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચકોસી પરિક્રમા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્સ દ્વારા માંસાહારી ખોરાકની સપ્લાય અંગે ફરિયાદો મળી રહી હતી. ફરિયાદોમાં જણાવાયું હતું કે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને માંસાહારી ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો હતો. આ ફરિયાદો બાદ, વહીવટીતંત્રે ઓનલાઈન ડિલિવરી સેવાઓ પર સખત પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો.
અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે કેટલીક હોટલો અને હોમસ્ટે મહેમાનોને માત્ર માંસાહારી ખોરાક જ નહીં પરંતુ દારૂ પણ પીરસતા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ કેસોને ગંભીર ગણીને, સંબંધિત સંસ્થાઓને કડક ચેતવણી આપવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે.
દારૂની દુકાનો ચાલુ છે
જોકે, સ્થાનિક લોકોનો આરોપ છે કે દારૂના વેચાણ પરનો પ્રતિબંધ હજુ સુધી અસરકારક રીતે લાગુ કરવામાં આવ્યો નથી અને રામ પથ વિસ્તારમાં હજુ પણ ઘણી દારૂની દુકાનો કાર્યરત છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે માંસની દુકાનો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ દારૂની દુકાનો સામે કાર્યવાહી માટે જિલ્લા વહીવટીતંત્રની પરવાનગી જરૂરી છે, જેના કારણે પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.