AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમરેલીમાં વધુ એક સિંહનું શંકાસ્પદ મોત, દલખાણીયા રેન્જમાં મૃતદેહ મળતા વનવિભાગ દોડતું થયું

અમરેલીના દલખાણીયા રેવન્યુ વિસ્તારમાં એક સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળતા વન વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ વન વિભાગ પર વિલંબનો આરોપ લગાવ્યો છે.

Breaking News : અમરેલીમાં વધુ એક સિંહનું શંકાસ્પદ મોત, દલખાણીયા રેન્જમાં મૃતદેહ મળતા વનવિભાગ દોડતું થયું
| Updated on: Jun 26, 2026 | 5:32 PM
Share

અમરેલી જિલ્લાના દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં વધુ એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. ગીર પૂર્વ ડિવિઝનમાં ફરી એકવાર સિંહના મોતની ઘટના સામે આવતા વનવિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે.

સ્થાનિક લોકો દ્વારા સિંહનો મૃતદેહ જોવા મળ્યા બાદ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોના આક્ષેપ મુજબ દલખાણીયા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ઘટનાની જાણ થયા બાદ કલાકો પછી સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ વનવિભાગની ટીમે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સિંહના મોતનું ચોક્કસ કારણ હાલમાં સ્પષ્ટ થયું નથી. વનવિભાગના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું વાસ્તવિક કારણ જાણી શકાશે. હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગીર પૂર્વ ડિવિઝનના જસાધાર સહિતના વિસ્તારોમાં અગાઉ પણ અનેક સિંહોના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવી હતી. જોકે, તે કેસોના પોસ્ટમોર્ટમ અને તપાસના અહેવાલો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. એક મહિના બાદ પણ સરકાર અને વનવિભાગ તરફથી સત્તાવાર રિપોર્ટ જાહેર ન થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.

ફરી એકવાર સિંહના શંકાસ્પદ મોતની ઘટના સામે આવતા વનવિભાગની કામગીરી અને વન્યજીવ સંરક્ષણ વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ બની છે. હવે સૌની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર છે, જે બાદ જ સિંહના મોતનું સાચું કારણ સામે આવશે.

અમદાવાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, લક્ઝરી બસમાંથી ₹10 કરોડનું ટ્રામાડ્રોલ ઝડપાયું

Follow Us
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, ચારે બાજુ હરિયાળી અને વાદળોથી
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, ચારે બાજુ હરિયાળી અને વાદળોથી
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલ્લી 'તંત્રની પોલ'
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલ્લી 'તંત્રની પોલ'
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">