AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશ્મીરી આતંકવાદી ખાલિદ રઝાની હુમલાખોરોએ કરી હત્યા, ઘરની બહાર જ ગોળી મારી કર્યો ઠાર

ખાલિદ મૃત્યુ પહેલા જ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સાથે સંકળાયેલો હતો. સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી (SRA) એ ખાલિદ રઝાની હત્યાની જવાબદારી લીધી છે.

કાશ્મીરી આતંકવાદી ખાલિદ રઝાની હુમલાખોરોએ કરી હત્યા, ઘરની બહાર જ ગોળી મારી કર્યો ઠાર
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 3:18 PM
Share

કાશ્મીરના આતંકવાદી સંગઠન અલ-બદરના કમાન્ડર સૈયદ ખાલિદ રઝાનું સોમવારે પાકિસ્તાનના કરાચીમાં મોત થયું હતું. અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ખાલિદ મૃત્યુ પહેલા જ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સાથે સંકળાયેલો હતો. સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી (SRA) એ ખાલિદ રઝાની હત્યાની જવાબદારી લીધી છે.

આ પણ વાચો: Global Terrorist: ભારતના દુશ્મનોને પાકિસ્તાનમાં આશરો, જાણો ભારતના આતંકવાદીઓ વિશે જે પાકિસ્તાનમાં ફરે છે ખુલ્લેઆમ

અહેવાલો અનુસાર, હુમલાખોરોએ ખાલિદ રઝાને તેના ઘરની બહાર ગોળી મારી તેની હત્યા કરી હતી. ખાલિદ રજા કાશ્મીરમાં આતંકી કમાન્ડર રહી ચુક્યો છે. તે પછી તે કરાચી ગયો. અહીં તે ફેડરેશન ઓફ પ્રાઈવેટ સ્કૂલના વાઇસ ચેરમેન બન્યો હતો. સૈયદ ખાલિદ રઝા એક અઠવાડિયામાં માર્યો ગયેલો બીજો મોટો આતંકવાદી છે. ગયા અઠવાડિયે હિઝબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર બશીર અહેમદ પીર પણ માર્યો ગયો હતો.

કોણ હતો લશ્કર કમાન્ડર બશીર અહેમદ?

બશીર અહમદ પીર ભૂતપૂર્વ આતંકવાદીઓને હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા જેવા ફ્રન્ટ સંગઠનો સાથે જોડવા માટે ઘણી ઓનલાઈન પ્રવૃત્તિઓમાં સામેલ હતો. આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા બદલ તેને ગયા વર્ષે 4 ઓક્ટોબરે આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

બશીર ગયા અઠવાડિયે ગુરુવારે નમાજ પઢવા માટે તેના ઘરની નજીકની મસ્જિદમાં ગયો હતો. મસ્જિદમાંથી બહાર આવીને તે એક દુકાન પાસે ઉભો રહ્યો. આ દરમિયાન બે હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને બશીરને ગોળી મારીને હત્યા કરી હતી.

બશીર અહેમદ ઈમ્તિયાઝ આલમ તરીકે પણ ઓળખાતા હતો. જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપવામાં તેનો હાથ હતો. તે જમ્મુ-કાશ્મીરમાં હાજી, પીર અને ઈમ્તિયાઝના કોડ નામથી આતંકવાદી ઘટનાઓને અંજામ આપતો હતો. બશીર છેલ્લા કેટલાક સમયથી રાવલપિંડીમાં રહેતો હતો. પાકિસ્તાન સરકારે તેમને તેમના દેશની નાગરિકતા આપી હતી.

26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. પાકિસ્તાનના 10 આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસ્યા હતા. આતંકવાદીઓએ રેલ્વે સ્ટેશન, હોટલ, બાર, તાજ હોટલ, ઓબેરોય હોટલ જેવા સ્થળોએ ગોળીઓ ચલાવી હતી. મૃત્યુનો આ તાંડવ મુંબઈની સડકો પર 60 કલાક સુધી ચાલ્યો હતો. આ હુમલાઓમાં 166 લોકો માર્યા ગયા હતા. એન્કાઉન્ટરમાં 9 આતંકીઓ માર્યા ગયા હતા. એકમાત્ર આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો, જેને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. હાફિઝ સઈદ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.

g clip-path="url(#clip0_868_265)">