તમે સરકારી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો? તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ, જાણો નિયમોમાં શું ફેરફાર થયા

હાલમાં, લાભાર્થીને અંગૂઠો લગાવ્યા પછી, જાહેર વિતરણ પ્રણાલી કેન્દ્ર પર એકવાર રાશન મળે છે. પરંતુ ઓક્ટોબર મહિનાથી આ સિસ્ટમ બદલાઈ ગઈ છે. પરંતુ તેના કારણે લોકોને રાશન લેવામાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તમે સરકારી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો? તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ, જાણો નિયમોમાં શું ફેરફાર થયા
Ration Centre
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 1:16 PM

જો તમે પણ રાશન કાર્ડ (Ration Card) ધારક છો અને તમે સરકારી રાશન યોજનાનો (One Nation One Ration Card) લાભ લઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સામાન્ય લોકોને રાશનના નિયમોમાં સરકાર દ્વારા કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. હવે લાભાર્થીઓએ રાશન મેળવવા માટે એક નહીં પરંતુ બે વાર અંગૂઠો લગાવવો પડશે. આ ફેરફાર મધ્યપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે, તમારે રાશન મેળવવા માટે તમારો અંગૂઠો બે વાર લગાવવો પડશે, નહીં તો તમે રાશન મેળવી શકશો નહીં.

જો તમે રાશન લેવા માંગો છો, તો તમારે સરકાર દ્વારા બદલાયેલા નિયમોનું પાલન કરવું પડશે. તમને જણાવી દઈએ કે ગરીબી રેખા નીચે જીવતા દરેક વ્યક્તિને કેન્દ્ર અને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા 5-5 કિલો અનાજ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે લાભાર્થીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નામે બે વાર અંગૂઠો લગાવવો પડશે.

ઓક્ટોબર મહિનાથી સિસ્ટમમાં ફેરફાર

હાલમાં, લાભાર્થીને અંગૂઠો લગાવ્યા પછી, જાહેર વિતરણ પ્રણાલી કેન્દ્ર પર એકવાર રાશન મળે છે. પરંતુ ઓક્ટોબર મહિનાથી આ સિસ્ટમ બદલાઈ ગઈ છે. પરંતુ તેના કારણે લોકોને રાશન લેવામાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે હવે બે વખત અંગુઠો લગાવવાની પ્રક્રિયાને કારણે લોકોને રાશન મેળવવા માટે વધુ સમય આપવો પડશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સરકાર અનુસાર, લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી (TPDS) ની કામગીરીની પારદર્શિતામાં સુધારો કરીને કાયદાની કલમ 12 હેઠળ ખાદ્ય અનાજના વજનમાં સુધારાની પ્રક્રિયાને આગળ લઈ જવાનો પ્રયાસ છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ, સરકાર દેશના લગભગ 80 કરોડ લોકોને અનુક્રમે 2-3 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ ઘઉં અને ચોખા આપી રહી છે.

અંગૂઠો બે વાર લગાવવો જરૂરી

હવે લાભાર્થીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળતા રાશન માટે અલગ-અલગ બે વાર અંગૂઠો લગાવવો પડશે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા બનાવવામાં આવેલ આ નિયમ રાજ્યના દરેક જિલ્લામાં લાગુ કરવામાં આવ્યો છે. આ જોગવાઈ બાદ દુકાન સંચાલકને રાશન વિતરણમાં પહેલા કરતા વધુ સમય લાગશે. ઉપરાંત, લાભાર્થીને રાશન મેળવવામાં પણ પહેલા કરતા વધુ સમય લાગશે.

મધ્યપ્રદેશમાં રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને 5 કિલો અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓને 5 કિલો રાશન પણ આપવામાં આવે છે. બંને રાશન કંટ્રોલ શોપમાંથી વહેંચવામાં આવે છે. અત્યાર સુધી લાભાર્થીઓને અંગૂઠો લગાવ્યા પછી રાશન મળતું હતું. પરંતુ હવે બંને રાશન મેળવવા માટે અંગૂઠો બે વાર લગાડવો પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">