કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો, અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વાક પ્રહાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દેશ વિરોધી વાત કરવી અને દેશને તોડનારા લોકોને સમર્થન આપવું એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની આદત બની ગઈ છે.
રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત વિવાદમાં છે. ક્યારેક અનામતને લઈને તેમના નિવેદનોની ટીકા થઈ રહી છે તો ક્યારેક ભારત-ચીન સરહદ વિવાદને લઈને તેમના દાવાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાહુલના આ તમામ નિવેદનો પર પ્રહાર કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, દેશ વિરોધી વાત કરવી અને દેશને તોડનારા લોકોને સમર્થન આપવું એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની આદત બની ગઈ છે.
અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી નિવેદનોનું સમર્થન કરવું હોય કે અનામત વિરોધી એજન્ડાને સમર્થન કરવું હોય કે, વિદેશી મંચ પર ભારત વિરોધી બોલવું હોય, રાહુલ ગાંધીએ હંમેશા દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
देशविरोधी बातें करना और देश को तोड़ने वाली ताकतों के साथ खड़े होना राहुल गाँधी और कांग्रेस पार्टी की आदत सी बन गई है। चाहे जम्मू-कश्मीर में JKNC के देशविरोधी और आरक्षण विरोधी एजेंडे का समर्थन करना हो, या फिर विदेशी मंचों पर भारत विरोधी बातें करनी हो, राहुल गाँधी ने देश की सुरक्षा…
— Amit Shah (@AmitShah) September 11, 2024
અનામતના નિવેદન પર નિશાન
રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, દેશમાં અનામત ખતમ કરવાની વાત કરીને રાહુલે ફરી એકવાર કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો દેશની સામે લાવી દીધો છે. મનમાંના વિચારો અને વાત હંમેશા કોઈને કોઈ માધ્યમથી બહાર આવે છે. પરંતુ હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતને કોઈ સ્પર્શી શકશે નહીં અને દેશની એકતા સાથે કોઈ ખેલ કરી શકશે નહીં.
અનામત પર રાહુલનું શું છે નિવેદન?
અમેરિકાની વર્જીનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે, ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે અને તેના પર તમારો શું અભિપ્રાય છે. આના પર તેમણે કહ્યું હતું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત નાબૂદ કરવામાં આવશે, પરંતુ હાલ તે સમય નથી.