Amritpal Singh : બંદૂકના જોરે ગુરૂદ્વારામાંથી જમવાનું અને કપડા માગી અમૃતપાલ ફરાર, દરરોજ બદલે છે બાઇક અને દેખાવ

અમૃતપાલ સિંહ 5 દિવસથી પંજાબ પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો છે. તે દરમિયાન, માહિતી મળી છે કે અમૃતપાલ સિંહ બાઇક અને દેખાવ બદલતો રહે છે. તેની સાથે અન્ય લોકો પણ છે.

Amritpal Singh : બંદૂકના જોરે ગુરૂદ્વારામાંથી જમવાનું અને કપડા માગી અમૃતપાલ ફરાર, દરરોજ બદલે છે બાઇક અને દેખાવ
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 9:07 PM

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ પંજાબ પોલીસની પકડમાંથી બહાર છે. તેની સામે ચાલી રમહેલા ઓપરેશનનો આજે 5મો દિવસ છે. આ દરમિયાન તેના વિશે નવી માહિતી સામે આવી છે. તે ક્યાં રોકાયો, ત્યાં શું કર્યું અને કેવી રીતે ભાગી ગયો, આ અંગે અલગ-અલગ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હવે તે પોલીસને ચકમો આપવા માટે રાત્રે જ મુસાફરી કરતો હોવાનું સામે આવ્યું છે. આ સાથે તે દરરોજ તેની મોટરસાઇકલ અને તેનો દેખાવ પણ બદલે છે.

આ પણ વાચો: અમૃતપાલના 72 કલાક પછી પણ કોઈ સગડ નહીં, પાકિસ્તાન ભાગી જવાની સંભાવના

આ દરમિયાન ભાગેડુ અમૃતપાલ સિંહ એકલો નથી. તેની સાથે તેના બે સાથી પપ્પલપ્રીત અને વિક્રમજીત છે. આ બંને ISIના સીધા સંપર્કમાં હોવાનું પણ જાણવા મળે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

વિદેશી ભંડોળમાં તેની મહત્વની ભૂમિકા

એવું પણ જાણવા મળે છે કે, અમૃતપાલને તેની પત્ની કિરણદીપનો પણ સપોર્ટ મળે છે. તે ખાલિસ્તાની સંગઠનો સાથે પણ સંકળાયેલી છે અને વિદેશી ભંડોળમાં તેની મહત્વની ભૂમિકા છે.

18 માર્ચથી ફરાર અમૃતપાલે જાલંધર પાસેના ગુરુદ્વારામાં બંદૂકની અણી પર લોકો પાસેથી ખોરાક અને કપડાંની માંગણી કરી હતી. આ પછી તે ત્યાંથી ભાગી ગયો હતો. તે પોતાના સાથીઓ સાથે ગુરુદ્વારા ગયો અને થોડો સમય ત્યાં રહ્યો. અહીં તેણે પોતાના શીખ વસ્ત્રો ઉતારી લીધા અને શર્ટ-પેન્ટ પહેરી લીધા હતા આ સાથે તેણે ગુલાબી રંગની પાઘડી બાંધી હતી. તે પાઘડી ગુરુદ્વારાના ગ્રંથીના પુત્રની હતી.

પોલીસ સૂત્રોએ માહિતી આપી હતી કે, અમૃતપાલે અહીં ગ્રંથીના ફોનનો ઉપયોગ કર્યો હતો અને હરિયાણાના રેવાડીમાં કોઈને ફોન કર્યો હતો. આ સાથે તેણે અન્ય લોકોને પણ બોલાવીને 2 બાઇક લાવવા કહ્યું હતું.

બંદૂકની અણીએ  ધમકી આપી હતી.

ગ્રંથીના પુત્રના લગ્ન હતા અને તે મહેમાનોની રાહ જોતો હતો. ત્યારે જ અમૃતપાલ ગુરુદ્વારા પહોંચી ગયો હતો. તેણે અમૃતપાલ અને તેના સાથીઓને મહેમાન માનીને તેમને ગુરુદ્વારામાં પ્રવેશવાની મંજૂરી આપી. આ લોકોએ તેના પરિવારના સભ્યોને પણ બંદૂકની અણી પર ધમકી આપી હતી.

પોલીસ હવે ગ્રંથીના ફોનની તપાસ કરી રહી છે. તેણે બ્રેઝા કાર ગુરુદ્વારાથી 100 મીટરના અંતરે પાર્ક કરી હતી. ત્યાંથી પોલીસે રાઈફલ અને કેટલીક તલવારો મળી હતી. આના પર પોલીસે શાહકોટ પોલીસ સ્ટેશનમાં અમૃતપાલ અને તેના 4 સહયોગીઓ વિરુદ્ધ નવી FIR નોંધી છે.

લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યું

પંજાબ પોલીસે તેના પર નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) લાગુ કર્યો છે અને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ સાથે લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, એરપોર્ટ પર એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેથી તે ક્યાંય ભાગી ન જાય.

‘વારિસ પંજાબ દે’ અને ખાલિસ્તાની સમર્થકો સામે કાર્યવાહી કરતી વખતે પોલીસે અત્યાર સુધીમાં 154 લોકોની ધરપકડ કરી છે. પોલીસે વારિસ પંજાબ ડેના ચીફ અમૃતપાલની 7 તસવીરો પણ જાહેર કરી છે, જેથી લોકો જાણી શકે કે તે પોતાનો દેખાવ કેવી રીતે બદલી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">