AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amritpal Singh: અમૃતપાલ સિંહનું ISI સાથે કનેક્શન આવ્યું સામે, પંજાબ પોલીસે કર્યો મોટો દાવો

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પોલીસ તેની શોઘખોળ કરી રહી છે. સરકારે સોમવાર બપોર સુધી રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. અમૃતપાલ સિંહને શોધખોળ સમયે એક મોટી વાત જાણવા મળી છે કે તેનું પાકિસ્તાનના ISI સાથે કનેક્શન સામે આવી રહ્યું છે.

Amritpal Singh: અમૃતપાલ સિંહનું ISI સાથે કનેક્શન આવ્યું સામે, પંજાબ પોલીસે કર્યો મોટો દાવો
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 7:35 PM
Share

વારિસ પંજાબ દેનો ચીફ અમૃતપાલ સિંહ હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી. શનિવારે એક મોટી કાર્યવાહી કરતા પંજાબ પોલીસે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના કેટલાક સહયોગીઓની ધરપકડ કરી હતી. જો કે, અમૃતપાલ ભાગવામાં સફળ રહ્યો હતો, જે બાદ પોલીસ તેને શોધી રહી છે. આ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. જેની આશંકા હતી તે સાચી સાબિત થઈ છે. પંજાબ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમૃતપાલના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે કનેક્શન છે.

આ પણ વાચો: પંજાબ સંભાળી ન શકતા હોય તો કેન્દ્ર ટેકઓવર કરશે : કેપ્ટન અમરિંદર સિંહ

અમૃતસરના ડીઆઈજી સ્વપન શર્માએ દાવો કર્યો હતો કે તેમની કેટલીક પાકિસ્તાન-આઈએસઆઈએસ લિંક છે. અમને તેને (અમૃતપાલ સિંહ) પકડવાની સૂચના આપવામાં આવી હતી. પીછો કરતી વખતે તે અમારાથી એક ગલી આગળ લિંક રોડ પર આવ્યો. અમને ઓવરટેક કરતી વખતે, તે 5-6 મોટરસાયકલ સવારો સાથે અથડાયો, જેમાંથી કેટલાક અમને પીછો કરતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મહેતપુરમાં બે કાર મળી આવી છે. અમે સાત ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કર્યા છે.

ફોન પરથી મળ્યા પાકિસ્તાની નંબર

મહત્વનું છે કે અમૃતપાલ સિંહના કથિત સલાહકાર અને ફાઇનાન્સર દલજીત સિંહ કલસી ઉર્ફે સરબજીત સિંહ કલસીની ધરપકડ કરવામાં આવી છે. કલસીના ફોન અને તેની સાથે જોડાયેલા લોકોના ફોનમાંથી પાકિસ્તાની નંબર મળી આવ્યા છે. પાકિસ્તાનમાં વાત કરવા માટે ઉપયોગમાં લેવાતા નંબરો ટ્રેસ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નંબરોથી લગભગ 30 કરોડ રૂપિયાનું ફંડિંગ આવ્યું છે.

સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

શનિવારે ફરાર થયેલા અમૃતપાલનો પહેલો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પંજાબ પોલીસ કેવી રીતે અમૃતપાલનો પીછો કરી રહી છે. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે અમૃતપાલની કાર આગળ જઈ રહી છે. ત્યારપછી અમૃતપાલના બોડીગાર્ડની કાર છે અને પછી પોલીસની ગાડી તેની પાછળ આવી રહી છે. જ્યારે અમૃતપાલ ભાગી રહ્યો હતો, ત્યારે તેની મર્સિડીઝ રોડ પર 140 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. પોલીસે લગભગ 40 કિલોમીટર સુધી અમૃતપાલનો પીછો કર્યો અને બોડીગાર્ડની કારને પણ ટક્કર મારી, પરંતુ અમૃતપાલ ભાગવામાં સફળ રહ્યો હતો.

અમૃતપાલ વિરુદ્ધ FIR દાખલ

ડીઆઈજીએ વધુમાં કહ્યું કે, અમે 10 લોકોની ધરપકડ કરી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ વાહનો માટે પૈસા ક્યાંથી આવ્યા. કેટલાક ફોન મળી આવ્યા છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા એસએસપી ગ્રામીણ અમૃતસર સતીન્દર સિંહે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને એફઆઈઆરમાં અમૃતપાલ સિંહ મુખ્ય આરોપી છે. તેની પાસેથી 12 બોરના 6 હથિયારો મળી આવ્યા છે અને તમામ હથિયારો ગેરકાયદેસર છે.

લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી

પોલીસે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં અમૃતપાલની ધરપકડ કરશે. પંજાબ પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ પણ કરી છે. પોલીસે ટ્વીટ કર્યું કે શાંતિ જાળવી રાખો. ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપો. પોલીસે કહ્યું કે અમે વિવિધ દેશો, રાજ્યો અને શહેરોમાંથી આવતા તમામ ફેક ન્યૂઝ અને નફરતભર્યા ભાષણો પર નજર રાખી રહ્યા છીએ. ખોટી અફવા ફેલાવનારા તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખોટા સમાચાર ફેલાવશો નહીં.

પંજાબ સરકારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તમામ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, તમામ એસએમએસ સેવાઓ (બેંકિંગ અને મોબાઈલ રિચાર્જ સિવાય) અને મોબાઈલ નેટવર્ક પર આપવામાં આવતી તમામ ડોંગલ સેવાઓને રાજ્યના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં વૉઇસ કૉલ સિવાય 20 માર્ચે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.

અજલાણા પોલીસ સ્ટેશનમાં હિંસા કરવામાં આવી હતી

નોંધનીય છે કે ગયા મહિને, અમૃતપાલ અને તેના સમર્થકો, તલવારો અને બંદૂકો સાથે, અમૃતસર શહેરની બહારના અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ તમામ અમૃતપાલના સહયોગી લવપ્રીત સિંહને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા. આ ઘટનામાં પોલીસ અધિક્ષક સહિત છ પોલીસકર્મી ઘાયલ થયા હતા.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">