Amit Shah Family Tree : રાજનીતિના ચાણક્ય અમિત શાહનો આજે છે જન્મદિવસ, જુઓ પરિવાર

અમિત અનિલચંદ્ર શાહ (જન્મ 22 ઓક્ટોબર 1964) ભારતીય રાજકારણી અને ભારતના ગૃહમંત્રી છે, ભાજપની ચૂંટણી પ્રચારની રણનીતિમાં પણ શાહે મહત્વની ભૂમિકા ભજવી છે. ચાલો આજે આપણે અમિત શાહ (Amit Shah)ના પરિવાર વિશે વાત કરીએ.

Amit Shah Family Tree : રાજનીતિના ચાણક્ય અમિત શાહનો આજે છે જન્મદિવસ, જુઓ પરિવાર
Follow Us:
| Updated on: Oct 22, 2024 | 10:12 AM

Amit Shah Family Tree : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ અને નજીકના મિત્ર અમિત શાહ છે. અમિત શાહ ગુજરાતમાં ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. તેમના દાદા નગરસેઠ હતા. અમિત શાહ 6 બહેનોના પરિવારમાં  સૌથી નાના છે. વિશાળ પરિવારની હવેલીમાં ઉછરેલા અમિત શાહ આજે પણ સાદગી પસંદ કરે છે. અમિત શાહને એક પુત્ર છે જેનું નામ જય શાહ છે. તો ચાલો તેના પરિવાર વિશે આજે આપણે વાત કરીએ.

મહારાષ્ટ્રના જમાઈ

ગૃહમંત્રી અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં એક વેપારી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ અનિલ ચંદ્ર હતું અને માતાનું નામ કુંસુમબેન હતુ ,અમિત શાહની પત્ની કોલ્હાપુરની છે. તેના માટે તેને મહારાષ્ટ્રના જમાઈ પણ કહેવામાં આવે છે. 1986માં અમિત શાહના લગ્ન કોલ્હાપુરના મસાલા અને ડ્રાયફ્રૂટસના વેપારી સુંદરલાલ મંગલદાસ શાહની પુત્રી સોનલ શાહ સાથે થયા હતા.

Amit Shah Family Tree Know about Union Home Minister Amit Shah's family

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો :Rajinikanth Family Tree : તમિલ ઈન્ડસ્ટ્રીનો શક્તિશાળી પરિવાર, પુત્રી કરી ચૂકી છે પિતાના ફિલ્મનું નિર્દેશન જમાઈનો પણ રહ્યો છે ઈન્ડસ્ટ્રીમાં દબદબો

પુત્ર છે BCCIનો સચિવ

જય અમિતભાઈ શાહનો જન્મ 22 સપ્ટેમ્બર 1988 થયો હતો. હાલમાં તે એક ભારતીય ઉદ્યોગપતિ અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર છે. તેઓ 2019માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ બન્યા. તેઓ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ છે. તેઓ ભારતના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે. જય શાહ નિરમા યુનિવર્સિટીમાંથી બી.ટેક સાથે સ્નાતક થયા. તેણે અમદાવાદમાં જયેન્દ્ર સહગલની આગેવાનીમાં ક્રિકેટની તાલીમ લીધી હતી. ફેબ્રુઆરી 2015માં જય શાહે તેની કોલેજ ગર્લફ્રેન્ડ રિશિતા પટેલ સાથે પરંપરાગત ગુજરાતી વિધિથી લગ્ન કર્યા.

આ લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ હાજરી આપી હતી. જય શાહ અને રિશિતા હાલમાં 2 બાળકોના માતા પિતા છે.

મોદીની શાહ સાથે મુલાકાત

બાળપણથી શાહ આએસએસમાં હતા. અમદાવાદની ભાજપની ઓફિસમાં પ્રથમ વખત નરેન્દ્ર મોદી સાથે તેની મુલાકાત થઈ હતી. અમિત શાહ તે સમયે ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીના નેતા હતા અને નરેન્દ્ર મોદી ભાજપના સંગઠનનું કામ કરતા હતા. બંન્નેનો એકબીજા પર વિશ્વાસ એટલો બેસી ગયો કે. આજ સુધી કોઈ પણ આ લોકોની જોડીને તોડી શક્યું નથી.

ન તો મિત્રો કે દુશ્મનોને ભૂલે છે

મોદીની જેમ શાહ પણ તે ન તો મિત્રોને ભૂલી જાય છે કે ન તો દુશ્મનોને, કામદારોને પણ તેમના નામથી ઓળખે છે.

ભાજપમાં અમિત શાહનો પ્રવેશ

ગૃહમંત્રી અમિત શાહ ભાજપ પાર્ટીના મહાસચિવ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે અમિત શાહ 1987માં ભાજપમાં જોડાયા હતા. 1987માં તેમને ભાજપ યુવા મોરચાના સભ્ય બનાવવામાં આવ્યા. અમિત શાહને પહેલી મોટી રાજકીય તક 1991માં મળી હતી. જ્યારે તેમણે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં લાલકૃષ્ણ અડવાણી માટે ચૂંટણી પ્રચાર સંભાળ્યો હતો. અમિત શાહને બીજી સૌથી મોટી તક 1996માં મળી, જ્યારે અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. આ ચૂંટણીમાં પણ અમિત શાહે ચાર્જ સંભાળ્યો હતો.

અમિત શાહની રાજકારણમાં એન્ટ્રી

અમિત શાહે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત સરખેજ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી જીતીને કરી હતી. 1999માં તેઓ અમદાવાદ જિલ્લા સહકારી બેંક (ADCB) ના પ્રમુખ તરીકે ચૂંટાયા. 2009માં તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ બન્યા. 2014માં તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા હતા જ્યારે નરેન્દ્ર મોદીએ આ પદ છોડ્યું હતું. 2003થી 2010 સુધી અમિત શાહે ગુજરાત સરકારની કેબિનેટમાં ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">