AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra 2023: અમરનાથ યાત્રામાં ભૂસ્ખલનથી માર્ગ બંધ થયો, હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો, જુઓ Video

અમરનાથ યાત્રાને સતત બીજા દિવસે ભારે વરસાદની અસર થઈ હતી. ખરાબ હવામાનને કારણે બીજા દિવસે પહેલગામ અને બાલટાલ રૂટ પર યાત્રા રોકવી પડી હતી. ખરાબ હવામાનને કારણે કોઈપણ યાત્રાળુને આગળ જવાની મંજૂરી આપવામાં આવી નથી.

Amarnath Yatra 2023: અમરનાથ યાત્રામાં ભૂસ્ખલનથી માર્ગ બંધ થયો, હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 3:15 PM
Share

દેશમાં હાલ ચોમાસું સક્રિય છે અને લગભગ બધા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પણ શુક્રવારે રાત્રે ભારે વરસાદ (Heavy Rain) વરસ્યો હતો. તેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની (Landslide) ઘટનાઓ બની હતી .ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ભૂસ્ખલનની કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે અને મુગલ રોડ પર વાહનોની અવરજવર અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. વરસાદના કારણે અમરનાથ યાત્રાને આજે બીજા દિવસે પણ રોકવી પડી હતી. વરસાદના કારણે સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે.

લોકોએ ખરાબ રસ્તાઓ પર મુસાફરી કરવી નહી

અધિકારીઓએ જણાવ્યું છે કે, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે, મુગલ રોડ અને શ્રીનગર-સોનમાર્ગ-ગુમરી રોડ સહિત જમ્મુ અને કાશ્મીરના મુખ્ય માર્ગો પર પવન સાથે વરસાદ પડવાના કારણે ભૂસ્ખલન થયું છે અને તેથી જ આ તમામ માર્ગો બંધ છે. રોડ પર કાટમાળ અને પથ્થરોના કારણે અવરજવર બંધ થઈ છે. રોડ પરથી કાટમાળ હટાવવામાં ન આવે ત્યાં સુધી લોકોને આગ્રહ કરવામાં આવ્યો છે કે, આ રસ્તાઓ પર મુસાફરી કરવી નહી.

યાત્રા કરતા પહેલા ટ્રાફિક કંટ્રોલ યુનિટની સલાહ લો

રામબનના SSP મોહિતા શર્માએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે રામબનમાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવેના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે હાઈવે પરથી પત્થરો હટે નહીં ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે યાત્રા કરતા પહેલા ટ્રાફિક કંટ્રોલ યુનિટની સલાહ લો.

અધિકારીઓએ જણાવ્યું કે NH-44, મુગલ રોડ અને SSG રોડને બ્લોક કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે બનિહાલ અને કાઝીગુંડ સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવા પણ દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Rahul Gandhi: રાહુલ ગાંધીએ ડાંગરની વાવણી કરી, ખેતરમાં ટ્રેક્ટર પણ ચલાવ્યું, જુઓ Video

કોઈપણ યાત્રાળુને આગળ જવાની મંજૂરી નથી

અમરનાથ યાત્રાને સતત બીજા દિવસે ભારે વરસાદની અસર થઈ હતી. ખરાબ હવામાનને કારણે બીજા દિવસે પહેલગામ અને બાલટાલ રૂટ પર યાત્રા રોકવી પડી હતી. ખરાબ હવામાનને કારણે કોઈપણ યાત્રાળુને આગળ જવાની મંજૂરી આપવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા મૂજબ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે બંધ થવાને કારણે યાત્રાળુઓના નવા જથ્થાને જમ્મુથી યાત્રા પર જવાની મંજૂરી આપવામાં આવી નથી.

હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો

છેલ્લા બે દિવસથી પહાડી વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે અને મેદાની વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાનની અસર અમરનાથ યાત્રીઓ પર પણ પડી છે. અમરનાથની પવિત્ર ગુફાની આસપાસ હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. સોનમર્ગમાં તાપમાન 4-5 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે બાલટાલ અને પવિત્ર ગુફામાં હિમવર્ષાને કારણે તાપમાન 0-2 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">