આ વખતે વધારે ખતરનાક બનવા જઈ રહ્યું છે દર વર્ષે લાખો લોકોના મોત માટે જવાબદાર પ્રદૂષણ, જાણો શા માટે

દર વર્ષની જેમ આ વખતે પણ તહેવારોની સીઝનમાં ઝેરી હવા લેવા માટે તૈયાર રહો. કારણ કે આ મુસીબતની કોઈને ચિંતા નથી.

આ વખતે વધારે ખતરનાક બનવા જઈ રહ્યું છે દર વર્ષે લાખો લોકોના મોત માટે જવાબદાર પ્રદૂષણ, જાણો શા માટે
CPCB એ દિલ્હીને લઈ આપ્યું એલર્ટ

દિલ્હીમાં દમ તોડતી ઝેરી હવા દર વર્ષે તબાહી સર્જે છે. દેશની રાજધાની દિલ્હી (Delhi)માં ફરી એકવાર પ્રદૂષણની (Pollution) સિઝન દસ્તક આપી રહી છે. ભલે તે હરિયાણા હોય કે રોહતક, પંજાબમાં ભટિંડા હોય કે દિલ્હી એનસીઆરનો કોઈ પણ વિસ્તાર હોય, સંજોગો સમાન છે,ચિત્ર પણ સમાન છે.

 

આ જ રીતે સળગતી પરાળીનું ચિત્ર દર વર્ષે આવે છે. દર વર્ષે ઝેર હવામાં ભળી જાય છે. દિલ્હીનો શ્વાસ રુંધાય  છે. હરિયાણામાં હાહાકાર મચે છે. પંજાબમાં શ્વાસ લેવા પર સંકટ આવે છે, પરંતુ  ન કોઈ જોવા વાળું છે. ન કોઈ ચિંતા કરવા વાળુ.

 

દર વર્ષની જેમ આ વખતે પણ તહેવારોની સીઝનમાં ઝેરી હવા લેવા માટે તૈયાર રહો. કારણ કે માણસોના શ્વાસ રૂંધનારી આ સમસ્યાથી કોઈ ચિંતિત નથી. દિલ્હી-એનસીઆરમાં 24 કલાકની અંદર, AQI એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ સંતોષકારકથી નબળી સ્થિતિ સુધી પહોંચી ગયો. 293 એર ક્વોલિટી ઈન્ડેક્સ પુઅર કેટેગરી હતી, હવે આ પુઅર કેટેગરીની હવા એક દિવસમાં બગડી ગઈ, સાચું માનીએ તો આ તો માત્ર શરૂઆત છે. આગામી બે મહિના શ્વાસ પર આપત્તિરૂપ બનવાના છે.

 

AQIને સરળ ભાષામાં સમજો

જ્યાં AQI વધારે ત્યાં શ્વાસ લેવા માટે ઈમરજન્સી જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે. દિલ્હીમાં AQI 293 છે. જે આવનારી ખતરનાક પરિસ્થિતીનો સંકેત છે જે કોરોના કરતા વધુ ખતરનાક છે. જે ઓક્સિજન સંકટની જેમ શ્વાસ પર પ્રહાર કરે છે. AQIને સરળ ભાષામાં સમજીએ તો 0થી 50ની વચ્ચે ‘સારું’ માનવામાં આવે છે. 51 અને 100ની વચ્ચે ‘સંતોષકારક’ હોવાનું કહેવાય છે. 101 અને 200ની વચ્ચે ‘મધ્યમ’, 201થી 300ની વચ્ચે ‘ખરાબ’, 301 અને 400ની વચ્ચે ‘અત્યંત ખરાબ’ અને 401થી 500ની વચ્ચે ‘ગંભીર’ ગણવામાં આવે છે.

 

દર વર્ષે પંજાબથી દિલ્હી સુધી લોકો એ જ રીતે હવાની સાથે ઝેરી કણો લે છે. તહેવારોની સિઝન દરમિયાન લોકોને તેમના પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડે છે. જે પ્રદૂષણ પર રાજકારણીઓ ધ્યાન આપતા નથી. જેને સરકાર અવગણે છે. જેને સામાન્ય લોકો હળવાશથી લે છે. પરાળી, પ્રદુષણ અને ઝેરી હવાનું એ જ કોકટેલ કેટલું જીવલેણ અને ખતરનાક છે, એ અમે તમને એક જ આંકડા સાથે સમજાવીએ છીએ.

 

2017માં પ્રદૂષણને કારણે 12.4 લાખ લોકોના મોત થયા હતા. 2019માં 16.7 લાખ લોકો અને 2020માં 1.20 લાખ લોકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા. પ્રદૂષણ માત્ર જીવ નથી લઈ રહ્યું. ફક્ત શ્વાસ રોકી રહ્યુ નથી. પરંતુ દેશને ખોખલો બનાવી રહ્યું છે. દાવો કરવામાં આવે છે કે પ્રદૂષણને કારણે દર વર્ષે કેટલાય લાખો કરોડોનું નુકસાન થાય છે. વર્ષ 2019માં દેશને 2.71 લાખ કરોડનું નુકસાન થયું હતું, જ્યારે વર્ષ 2020માં પ્રદૂષણને કારણે 2 લાખ કરોડ વેડફાયા હતા.

 

આ પણ વાંચો :  BSF મામલે અમિત શાહ સાથે કરીશ વાત, પવારે કહ્યું – બિન -ભાજપ શાસિત રાજ્ય સરકારોને અસ્થિર કરી રહ્યું છે કેન્દ્ર

Click on your DTH Provider to Add TV9 Gujarati