કૃષિ જગત માટે એક સારા સમાચાર છે. હવે ડ્રોનથી પાક પર જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવશે. પરંતુ આ માટે અમુક નિયમનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારે પાક પર જંતુનાશકોના (Pesticides) છંટકાવ માટે ડ્રોનના ઉપયોગ અંગે માનક ઓપરેટિંગ પ્રક્રિયા (SoP) જાહેર કરી છે.
કૃષિ મંત્રાલયે (Agriculture Ministry)જંતુનાશક છંટકાવ માટે ડ્રોનના ઉપયોગ માટે એસઓપી બહાર પાડતી વખતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિમાં ડ્રોનનો ઉપયોગ વધ્યો છે અને કેટલાક રાજ્યો પહેલાથી જ આ નવી ટેક્નિકની સંભવિતતાની તપાસ કરી રહ્યા છે.
મંત્રાલયે કહ્યું, ‘ડ્રોનનો ઉપયોગ કરીને પાક પર જંતુનાશકોનો છંટકાવ કરવાની ઘણી સંભાવનાઓ છે. અમે પાકોનું વ્યાપારીકરણ કરવા અને વધુ સચોટતા પ્રાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છીએ.”
ડ્રોનના ઉપયોગ અંગેના SOPsમાં વૈધાનિક નિયમો, ઉડાન ભરવાની પરવાનગી, પ્રતિબંધિત વિસ્તારોની વિગતો, વજન વર્ગીકરણ, નોંધણી, સલામતી વીમો, ઓપરેશનલ પ્લાન અને હવામાન પરિસ્થિતિઓ સંબંધિત જોગવાઈઓ સામેલ છે. આ ઉપરાંત ઈમરજન્સીની સ્થિતિમાં ટેક-ઓફ અને લેન્ડિંગ પહેલા અને પછીની સ્થિતિને લગતી પ્રક્રિયા પણ નક્કી કરવામાં આવી છે.
સ્થાનિક લોકોને 24 કલાક અગાઉ માહિતી આપવાની રહેશે
હવાઈ છંટકાવ દરમિયાન ડ્રોન ઓપરેટરો માત્ર માન્ય જંતુનાશકોનો ઉપયોગ કરી શકે છે અને તેના માટે એક નિશ્ચિત ઊંચાઈ અને જથ્થો હશે. હવાઈ છંટકાવ કરતા પહેલા ઓપરેટરે તેના વિશે 24 કલાક અગાઉ સ્થાનિક લોકોને પણ જાણ કરવાની રહેશે. કૃષિ મંત્રાલયે કહ્યું કે આવા ડ્રોન ચલાવવા માટે પાયલટને ખાસ તાલીમ પણ લેવી પડશે. આ ઉપરાંત, પાયલોટને જંતુનાશકોની ક્લિનિકલ અસરોથી પણ પરિચિત હોવા જોઈએ.
કૃષિ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓએ આવકાર આપ્યો હતો
આ દરમિયાન કૃષિ ઉદ્યોગ સાથે સંબંધિત સંસ્થા ક્રોપલાઈફ ઈન્ડિયાએ ડ્રોન સંબંધિત SOPનું સ્વાગત કર્યું છે. ક્રોપલાઈફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અસ્તિત્વ સેને જણાવ્યું હતું કે ગર્વની વાત છે કે આ માર્ગદર્શિકા કૃષિ મંત્રાલય, કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે પારદર્શક પરામર્શ પછી બહાર આવી છે. તેમણે કહ્યું કે હવે આ દિશાનિર્દેશોનો અભ્યાસ કર્યા બાદ તેને અન્ય એશિયન દેશોમાં લાગુ કરવા માટે વિચારણા કરવામાં આવશે.
આ પણ વાંચો : સીએમ ભૂપેન્દ્ર પટેલે દુબઇથી પરત ફરી એરપોર્ટ પર કોરોના ગાઈડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યા
Published On - 7:31 am, Fri, 10 December 21