પહેલગામ આતંકી હુમલો-ઓપરેશન સિંદૂર બાદ ભારતના કોણ દુશ્મન અને કોણ મિત્ર તે જોવુ પડશે: મોહન ભાગવત
અમેરિકાએ લાદેલ ટેરિફનો ઉલ્લેખ કરીને મોહન ભાગવતે કહ્યું કે, દેશ હિત જાળવવામાં નિર્ભળતા, મજબૂરીમાં ના ફેરવાય તે જોવુ જરૂરી છે. સ્વદેશી અને સ્વાવલંબનનો કોઈ પર્યાય નથી. આત્મનિર્ભર બનવું પડશે. આતંરરાષ્ટ્રીય સંબંધો જાળવી પણ રાખવા પડશે તેમ તેમણે કહ્યું હતું.

આજે વિજયા દશમીના દિવસે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે સરસંઘચાલક મોહન ભાગવતે સ્વંયસેવકોને સંબોધન કર્યું હતું. તેમણે મહાત્મા ગાંધી અને લાલ બહાદૂર શાસ્ત્રીની જન્મજયંતિ અને ગુરુ તેગબહાદૂરના બલિદાનને યાદ કર્યા હતા.
સ્વંયસેવકોને સંબોધતા સરસંધચાલક મોહન ભાગવતે કહ્યું કે, પહેલગામમાં સિમાપારથી ધર્મ પુછીને આતંકી હુમલો કરાયો. તેના કારણે સમગ્ર દેશમાં ક્રોધની લાગણી જન્મી. સેનાએ વળતો જવાબ આપ્યો. આ હુમલાએ દેશમાં તમામ સમાજની એકતાનો એક દાખલો બેઠો. આ ઘટનાએ એક શિખ આપી કે મિત્રભાવ રાખવા છતા કોણ મિત્ર છે અને કોણ દુશ્મન તે જોવુ પડશે. દેશની સુરક્ષા ક્ષેત્રે સતર્ક રહેવાની સાથે સમર્થ બનવું પડશે. ઓપરેશન સિંદૂર બાદ વૈશ્વિક ક્ષેત્રે જે પ્રકારના વમળો સર્જાયા છે તે ચેતવા સમાન છે.
અમેરિકાએ જે નવી ટેરિફ નીતિ અપનાવી તે પોતાના હિત માટે અપનાવી હશે. પરંતુ તેની અસર સૌને થઈ રહી છે. એકલુ રાષ્ટ્ર જીવી ના શકે, નિર્ભળતા મજબૂરીમાં ના ફેરવાય તે જોવુ જરૂરી છે. સ્વદેશી અને સ્વાવલંબનનો કોઈ પર્યાય નથી. આત્મનિર્ભર બનવું પડશે. આતંરરાષ્ટ્રીય સંબંધો જાળવી પણ રાખવા પડશે તેમ તેમણે કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, આતંરરાષ્ટ્રીય સંબંધો જાળવવામાં નિર્બળતા મજબૂરી ના બને તે માટે આત્મનિર્ભર બનવું પડશે
મોહન ભાગવતે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવી રહેલ ટેરિફને લઈને જણાવ્યું કે, અમેરિકાએ જે નવી ટેરિફ નીતિ અપનાવી તે પોતાના હિત માટે અપનાવી હશે. પરંતુ તેની અસર સૌને થઈ રહી છે. એકલુ રાષ્ટ્ર જીવી ના શકે. સૌની સાથે સંબંધ રાખવો અનિવાર્ય રહે છે. પરંતુ સંબંધો જાળવવાની નિર્બળતા મજબૂરીમાં ના ફેરવાય તે જોવુ જરૂરી છે. સ્વદેશી અને સ્વાવલંબનનો કોઈ પર્યાય નથી. આત્મનિર્ભર બનવું પડશે. આતંરરાષ્ટ્રીય સંબંધો જાળવી પણ રાખવા પડશે.
વિશ્વ પુનચિતન કરે છે ત્યારે સૌની નજર ભારત તરફ જોવે છે. નવી પેઢીમાં દેશભક્તિનુ પ્રમાણ વધ્યું છે. આધુનિક વિશ્વ પાસે જે દ્રષ્ટિ છે તે ખોટી નથી પરંતુ અઘુરી છે. કેટલાકનો વિકાસ થાય છે કેટલાકનો નથી થતો. ભારત અમેરિકા જેવુ જીવન જીવે તેમ જયારે કહેવામાં આવે છે ત્યારે નિષ્ણાંતો કહે છે કે, આના માટે બીજી પાંચ પૃથ્વી જોઈએ.
આ પૂર્વે મોહન ભાગવતે જણાવ્યું કે, આ વર્ષે ગુરુ તેગબહાદૂરના બલિદાનને 350 વર્ષ થઈ રહ્યાં છે. આ એવી વિભૂતિ છે. સ્વગસ્થ મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે. તેમનુ યોગદાન આઝાદીની લડાઈમાં ઘણુ હતું. આઝાદી બાદ જીવન કેવુ હોવુ જોઈએ તે તેમણે ચિંધ્યું છે. લાલ બહાદૂર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે.
આ પણ વાંચોઃ ‘પહેલી વાર ચલણ પર ભારત માતાનું ચિત્ર’, PM મોદીએ RSSના કાર્યક્રમમાં ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો