AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શાહિદ આફ્રિદીએ કરી રાહુલ ગાંધીની પ્રશંસા તો ભડક્યા રિજીજુ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદી આફ્રિદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રશંસા કરી અને તેમના સહુને સાથે લઈને ચાલનારા પોઝિટિવ માઈન્ડ સેટવાળા વ્યક્તિ ગણાવ્યા. બીજી તરફ આફ્રિદીએ મોદી સરકારની ટીકા કરી. જેના પર ભાજપ નેતા કિરણ રિજીજુ ભડક્યા અને તેમણે કહ્યુ કે આફ્રિદી અને પાકિસ્તાની લોકો રાહુલ ગાંધીને પોતાનો નેતા બનાવી શકે છે.

હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શાહિદ આફ્રિદીએ કરી રાહુલ ગાંધીની પ્રશંસા તો ભડક્યા રિજીજુ
| Updated on: Sep 16, 2025 | 9:30 PM
Share

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ મંગળવારે રાહુલ ગાંધીની પ્રશંસા કરી. જેને લઈને ભાજપ આક્રમક છે. ભાજપના નેતા કિરણ રિજીજુએ કહ્યુ કે કોંગ્રેસના નેતા પાકિસ્તાનના પ્રિય છે. પાકિસ્તાનના લોકો તેને પોતાનો નેતા ચૂંટી શકે છે. શાહિદ આફ્રિદીએ રાહુલ ગાંધીની સકારાત્મ વિચારસરણી અને સહુને સાથ લઈને ચાલવાની આદતની પ્રશંસા કરી હતી. તેમણે ભારતમાં સત્તારૂઢ ભાજપ સરકારની ટીકા પણ કરી.

આફ્રિદીની ટિપ્પણી બાદ કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ કહ્યુ કે રાહુલ ગાંધી પાકિસ્તાનના પ્રિય રહ્યા છે. શાહિદ આફ્રિદી અને પાકિસ્તાનના લોકો રાહુલ ગાંધીને પોતાનો નેતા બનાવી શકે છે.

આ તરફ ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યુ કે હાફિસ સઈદ બાદ હવે શાહિદ આફ્રિદી આતંકવાદ સમર્થક અને ભારત વિરોધી રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે. જેમા કોઈ આશ્ચર્ય નથી. ભારતને નફરત કરનારા દરેક વ્યક્તિને રાહુલ ગાંધી અને કોંગ્રેસમાં એક સહયોગી મળી જ જાય છે. સોરોસ થી લઈને શાહિદ આફ્રિદી સુધી…. કોંગ્રેસ= ઈસ્લામાબાદ નેશનલ કોંગ્રેસ.

ભાજપના આઈટી વિભાગના પ્રમુખ અમિત માલવિયે કહ્યુ કે કટ્ટર હિંદુ- દ્વેષી શાહિદ આફ્રિદી એ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું અને કાશ્મીરને પાકિસ્તાનમાં સામેલ કરવાના સપના જોવાનો એક મોકો નથી છોડતા. અચાનક રાહુલ ગાંધીની પ્રશંસા કરવા લાગ્યા છે. આફ્રિદી કહે છે કે રાહુલ પાકિસ્તાન સાથે વાતચીત કરવા માગે છે, જ્યારે તેઓ પાકિસ્તાન પ્રત્યે ભારતની નીતિની તુલના ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહીથી સાથે કરી પીએમ મોદી પર પ્રહાર કરે છે. ટ

તેમણે કહ્યુ કે એવુ શા માટે છે કે દરેક ભારત વિરોધીઓ રાહુલ ગાંધીમાં તેમનો મિત્ર શોધી લે છે? જ્યારે ભારતના દુશ્મનો તેમની જય-જયકાર કરે છે તો ભારતના લોકો સારી રીતે સમજે છે કે તેમની વફાદારી કોની તરફ છે.

આ તરફ કોંગ્રેસ તરફથી પણ સુપ્રીયા શ્રીનેતે પલટવાર કર્યો. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયાએ ભાજપ નેતા અનુરાગ ઠાકુર સાથે આફ્રિદીની એક તસ્વીર શેર કરી. તેમણે કહ્યુ કે સત્તારૂઢ પાર્ટીને કોંગ્રેસને સવાલ પૂછવામાં શરમ આવી જોઈએ જ્યારે તેઓ ખુદ તેમની સાથે સંબંધો રાખીને બેઠા હોય.

18મી એ રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત, કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની ફિટનેસ અને ફોકસની પરીક્ષા

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">