AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18મી એ રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત, કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની ફિટનેસ અને ફોકસની પરીક્ષા

ગુજરાતમાં આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોને તાલીમ આપી રહ્યા છે. તેમનું ફોકસ બૂથ સ્તરે કોંગ્રેસને મજબૂત કરવા અને કાર્યકરોને પોતાના જેવા શિસ્તબદ્ધ અને ફિટ બનાવવા પર છે. રાહુલ ગાંધીની આગામી ગુજરાત મુલાકાત 18 સપ્ટેમ્બરે છે.

18મી એ રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત, કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની ફિટનેસ અને ફોકસની પરીક્ષા
| Updated on: Sep 17, 2025 | 1:45 PM
Share

બે દિવસ પહેલા જ રાહુલ ગાંધી હમણાં જ ગુજરાતમાં હતા. જ્યાં તેમણે દસ દિવસીય કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી હવે ફરી તેઓ 18મી સપ્ટેમ્બરે જુનાગઢ આવવાના છે, જુનાગઢમાં કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિર ચાલી રહી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ આ તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કર્યું, અને ત્યારબાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને ગુજરાતમાંથી ભાજપને સત્તા પરથી દૂર કરવા અંગેના ઉપાયો અંગે જણાવ્યુ.

છેલ્લા સાત મહિનામાં રાહુલ ગાંધી પાંચ વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે, જેમાં એક વખત કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવાનો પણ સમાવેશ થાય છે. આગામી મુલાકાત 18 સપ્ટેમ્બરે થવાની છે, જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખો સાથે નવેસરથી વાતચીત કરશે. તાલીમનું આગામી સત્ર સવાલ-જવાબ વાળુ હશે. રાહુલ ગાંધીએ તેમના તાજેતરના પ્રવાસમાં કોંગ્રેસના કાર્યકરોના ક્લાસ લીધા હતા તો હવે આગામી મુલાકાતમાં તેઓ ટેસ્ટ લેશે.

કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના તરફથી કાર્યકરો અને પદાધિકારીઓને એવી દરેક વાત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જેનો અમલ કરવામાં આવે તો કોંગ્રેસ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત આપી શકે છે. રાહુલ ગાંધીએ નેતાઓને આપસી મતભેદો ભૂલીને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કામ કરવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધી કોંગ્રેસને ફરીથી મજબૂત કરવા અને લોકોને કોંગ્રેસની વિચારધારાથી વાકેફ કરવા પર સંપૂર્ણ ભાર મુક્યો હતો.

જુનાગઢમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ તાલીમ શિબિરમાં શહેર અને જિલ્લા પ્રમુખો સાથે ચાર કલાક વાતચીત કરી અને તેમણે જે સમજાવ્યું તેના પરથી એવું લાગે છે કે તેઓ તેમને પોતાના જેવા બનાવવા માંગે છે.

જંગ જીતવા માટે, યોદ્ધા લાયક હોવો જોઈએ

  1.  2022ની ગુજરાત ચૂંટણી પહેલા પણ, રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોની સભામાં પ્રેરક ભાષણ આપ્યું હતું, અને આ વખતે પણ તેની ઝલક જોવા મળી રહી છે. રાહુલ ગાંધીએ ગુજરાતની લડાઈ જીતવા માટે કોંગ્રેસના કાર્યકરોને પોતાનું મનોબળ ઊંચું રાખવાનો સંદેશ આપ્યો છે.
  2.  રાહુલ ગાંધી ફિટનેસ પર ખાસ ભાર મૂકે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એવું જોવા મળ્યું છે કે તેઓ પોતાનું રૂટિન સ્કિપ કરતા નથી અને, હવે રાહુલ ગાંધીની કોંગ્રેસના નેતાઓને પણ એજ સલાહ છે કે તેઓએ પોતાને શારીરિક રીતે સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને સમજાવ્યું છે કે રાજકારણમાં, મનોબળ ઊંચું રાખવાની સાથે, શારીરિક રીતે મજબૂત રહેવું પણ મહત્વપૂર્ણ છે.
  3.  રાહુલ ગાંધી માર્શલ આર્ટ્સ પણ જાણે છે. આઈકિડો માર્શલ આર્ટમાં રાહુલ ગાંધીને બ્લેક બેલ્ટ પ્રાપ્ત છે. કોંગ્રેસના અધિકારીઓની તાલીમ શિબિરમાં, રાહુલ ગાંધીએ સેલ્ફ ડિફેન્સનr ઘણી યુક્તિઓ પણ શીખવી હતી, અને તેમને તે કરવા માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા.

18 સપ્ટેમ્બરે કોંગ્રેસના પદાધિકારીઓની લેવાશે ટેસ્ટ

રાહુલ ગાંધીએ શહેર અને જિલ્લા પ્રમુખોને હોમવર્ક પણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હું 18 સપ્ટેમ્બરે ફરી આવીશ, પછી આપણે આ અંગે ચર્ચા કરીશું.

રાહુલ ગાંધીએ સલાહ આપી છે કે શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ સંગઠન સંબંધિત પાંચ પ્રશ્નોના જવાબો શોધવા જોઈએ. કોંગ્રેસ અને સંગઠનની વિચારધારા સાથે સંબંધિત અન્ય બધી બાબતો જે તેમને જાણવાની જરૂર છે, આવા પ્રશ્નો પૂછવામાં આવશે અને તેમને જણાવવા પડશે. જો કે, તાલીમ પણ આ જ આ પ્રકારની હોય છે.

રાહુલ ગાંધીએ સલાહ આપી છે કે શહેર અને જિલ્લા પ્રમુખોએ કાર્યકરો સાથે રણનીતિ તૈયાર કરવી જોઈએ અને બૂથ સ્તરે વોટ ચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે તૈયારી કરવી જોઈએ. રાહુલ ગાંધી કહે છે કે બૂથ લેવલે મજબૂત થયા બાદ જ સંગઠન મજબૂત થઈ શકે છે.

ગુજરાતમાં પણ ભાજપ આ જ રીતે મજબૂત થઈ છે. અને, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટ સાથી અમિત શાહે ગુજરાતમાં ભાજપ માટે બૂથ મજબૂત કર્યા, તે જ ફોર્મ્યુલા સમય જતાં દેશભરમાં અજમાવવામાં આવી હતી. હાલમાં પણ, ચૂંટણી દરમિયાન, મોદી અને શાહ ભાજપના કાર્યકરોને બૂથ જીતવાની સલાહ આપતા રહ્યા છે. તેઓ કહે છે કે, જો તમે બૂથ જીતો છો, તો ચૂંટણી જીતી ગયા .

રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા

બિહારની જેમ, રાહુલ ગાંધી ગુજરાતમાં પણ પ્રવાસ કરવાના છે. ફર્ક એ છે કે ગુજરાત પ્રવાસમાં, કોંગ્રેસના નેતાઓ દરેક વિધાનસભા મતવિસ્તારને આવરી લેશે. ગુજરાત યાત્રા ક્યાંથી શરૂ થશે, ક્યાં સમાપ્ત થશે અને રોડમેપ શું હશે તે હજુ નક્કી થયું નથી. રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાના રોડમેપને આવતા મહિના સુધીમાં અંતિમઓપ આપવામાં આવશે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને ખાતરી આપી હતી કે યાત્રા દરમિયાન તેઓ જિલ્લા પ્રમુખોના ઘરે ભોજન કરશે. તેમણે કહ્યું છે કે ગુજરાત યાત્રા દરમિયાન તેઓ પોતાનો મોટાભાગનો સમય શહેર અને જિલ્લા પ્રમુખો સાથે વિતાવશે.

કાળા પાણીની સજા એટલે જીવતી લાશોની 696 કાળી કોટડીઓ, જ્યાં ન તો હવા હતી, ન તો સૂર્યપ્રકાશ… હતુ તો માત્ર આત્માને તોડી નાખતુ એકાંત- વાંચો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">