COVID સંબંધિત સેવાઓ માટે Aadhaar ની માંગણી કરાય છે પણ આધાર નંબર જ ન હોય તો શું દર્દી સુવિધાથી વંચિત રહેશે ? UIDAI એ કરી આ સ્પષ્ટતા

કોરોના મહામારી દરમ્યાન સેવાઓ સંબંધિત દરેક પ્રક્રિયાઓ માટે આધાર(Aadhaar)ની માંગણી કરાય છે. રસીકરણ , RTPCR ટેસ્ટ , REMDESIVIR ઇન્જેક્શન સહિતના સુવિધા માટે જાણે આધાર ફરજીયાત બનાવી દેવાયું છે

COVID સંબંધિત સેવાઓ માટે Aadhaar ની માંગણી કરાય છે પણ આધાર નંબર જ ન હોય તો શું દર્દી સુવિધાથી વંચિત રહેશે ? UIDAI એ કરી આ સ્પષ્ટતા
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 15, 2021 | 8:45 PM

કોરોના મહામારી દરમ્યાન સેવાઓ સંબંધિત દરેક પ્રક્રિયાઓ માટે આધાર(Aadhaar)ની માંગણી કરાય છે. રસીકરણ , RTPCR ટેસ્ટ , REMDESIVIR ઇન્જેક્શન સહિતના સુવિધા માટે જાણે આધાર ફરજીયાત બનાવી દેવાયું છે ત્યારે કટોકટીના સમયે કોઈ વ્યક્તિ પાસે આધાર ન હોય, જડતું ન હોય કે ઓનલાઇન ચકાસણી થઈ શક્તિ ન હોય તો? શું તે વ્યક્તિ સારવારથી વંચિત રહેશે? આ પ્રશ્નોનો જવાબ UIDAI એ એક નિવેદન દ્વારા આપ્યો છે.

કોઈ પણ કોવિડને લગતી સેવા માટે આધારકાર્ડ ફરજિયાત નથી, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભ્રામક ખબરો અંગે સ્પષ્ટતા કરી હતી કે જેમાં વેક્સીન અને હોસ્પિટલમાં દાખલ કરવા માટે આધારકાર્ડ ફરજિયાત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

UIDAIએ એક નિવેદનમાં કહ્યું હતું કે “જો કોઈના પાસે આધાર નથી અથવા જો કોઈ કારણોસર આધાર ઓનલાઇન ચકાસણી થઈ રહી નથી, તો પણ સંબંધિત એજન્સી અથવા વિભાગને આધાર એક્ટ 2016 ની કલમ 7 ને 19 મી ડિસેમ્બર 2017 ના રોજ કેબિનેટ સચિવાલયના OM મુજબની સેવા આપવાની રહેશે.

છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની ઈમોશનલ પોસ્ટ વાયરલ !
આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?

આધાર કાર્ડ એ રસી નોંધણી માટે જરૂરી ફોટો-ઓળખ કાર્ડમાંથી એક છે પરંતુ બીજા ઘણા દસ્તાવેજો એવા છે કે જેની પાસે જો આધાર કાર્ડ ન હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે. રસી નોંધણી માટે પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારનું આરોગ્ય વીમા કાર્ડ, પેન્શન દસ્તાવેજ પણ માન્ય માનવામાં આવે છે.

નિવેદન જારી કરતાં UIDAIએ એમ કહ્યું હતું કે કોઈપણ આવશ્યક સેવાને નકારી કાઢવાના બહાના તરીકે આધારનો દુરૂપયોગ થવો જોઈએ નહીં. “આધાર માટે એક સારી રીતે સ્થાપિત Exception Handling Mechanism(EHM) છે અને આધાર ન હોય ત્યારે લાભ અને સેવાઓ પહોંચાડવાની ખાતરી કરવા માટે તેનું પાલન કરવું જોઈએ. જો કોઈ અન્ય કારણોસર કોઈ વ્યક્તિ આધાર નથી તો તેને આધાર કાયદા મુજબ આવશ્યક સેવાઓ આપવાનો ઇનકાર ન કરી શકાય નહિ

આ હુકમ UIDAIના હાલના નિયમોનો માત્ર એક પુનરુચ્ચાર સમાન છે. 24 ઓક્ટોબર 2017 ના એક પરિપત્રમાં વિભગનાઅધિકારીઓએ કહ્યું હતું કે આધાર માટે લાભ અથવા સેવાઓનો ઇનકાર કરવો ન જોઇએ. આધાર એક્ટની કલમ 7 માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિને આધાર નંબર સોંપવામાં ન આવે ત્યાં સુધી તેને રાશન કે પેન્શન અથવા અન્ય હક માટે ઇનકાર કરી શકાતો નથી અને સંબંધિત વિભાગે તેનો ઉપયોગ કરી રહેલા વ્યક્તિની ઓળખની ચકાસણી માટે સંબંધિત સૂચના મુજબ ઓળખના વૈકલ્પિક માધ્યમો ઉપયોગમાં લેવા જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">