હવે તમારો આધાર ડેટા સુરક્ષિત રહેશે ! કેન્દ્ર સરકારે ‘Aadhaar Data Vault’ ની જાહેરાત કરી, UIDAIનો નવો પ્લાન શું છે ?
સરકારે આધાર ડેટા સુરક્ષિત કરવા માટે 'આધાર ડેટા વોલ્ટ' ની શરૂઆત કરી છે. આ ડિજિટલ વોલ્ટ તરીકે કામ કરશે, જે આધાર નંબર અને તેને સંબંધિત માહિતીને એન્ક્રિપ્ટ કરશે.

કેન્દ્ર સરકારે વ્યક્તિગત ઓળખની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આધાર ડેટા વોલ્ટની જાહેરાત કરી છે. આ એક સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ ડેટાબેઝ છે, જે આધાર નંબર અને તેને સંબંધિત ડેટાને સુરક્ષિત રીતે સ્ટોર કરશે. આનો પ્રાથમિક ઉદ્દેશ્ય આધાર નંબરનો દુરુપયોગ અટકાવવાનો અને ડેટા પ્રાઇવસી જાળવવાનો છે.
આધાર ડેટા વોલ્ટ શું છે?
‘આધાર ડેટા વોલ્ટ’ એક અલગ અને સુરક્ષિત ડેટાબેઝ છે, જ્યાં આધાર સંબંધિત ડેટા જેમ કે ‘eKYC XML’ જેમાં આધાર નંબર અને તેના ડેમોગ્રાફિક ડેટાનો સમાવેશ થાય છે, જેને સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવશે.
આ ડેટા ફક્ત તે સંસ્થાઓ માટે જ ઉપલબ્ધ રહેશે, જે કોઈ ચોક્કસ હેતુ માટે તેની માંગણી કરશે. આધાર-સંબંધિત ડેટા વ્યક્તિના આધાર નંબર સાથે સંકળાયેલી બધી માહિતી (નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું, ફોટો, ઇમેઇલ ID અને મોબાઇલ નંબર) નો સંદર્ભ આપે છે.
હાઇ સિક્યોરિટી જળવાઈ રહેશે
આનાથી વ્યક્તિગત માહિતી લીક કરવામાં મુશ્કેલી પડી શકે છે અને હાઇ સિક્યોરિટી જાળવી શકાય છે. આધાર સાથે જોડાયેલ ડેટામાં આધાર નંબરની સાથે ડેમોગ્રાફિક માહિતીનો પણ ઉલ્લેખ થાય છે. આમાં નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું અને ફોટો, ઇમેઇલ આઈડી અથવા મોબાઇલ નંબરનો સમાવેશ થાય છે.
આધાર ડેટા વોલ્ટનો અમલ કોને કરવો જરૂરી છે?
આધાર અધિનિયમ, 2016 અને તેના હેઠળ બનાવેલા નિયમો તેમજ તેના હેઠળ અમલ કરાયેલ કોઈપણ સૂચનો/માર્ગદર્શિકા અનુસાર, ‘આધાર ડેટા વોલ્ટ’નો અમલ કરવા માટે તમામ Requesting Entities (REs) કે જેઓ સંપૂર્ણ આધાર નંબર તેમજ કોઈપણ જોડાયેલ આધાર ડેટા સંગ્રહિત કરી રહી છે, તેમણે ‘આધાર ડેટા વોલ્ટ’ લાગુ કરવો પડશે.
‘Requesting Entities’ એટલે?
આધાર અધિનિયમ 2016 મુજબ, Requesting Entities (REs) નો અર્થ એવી એજન્સી અથવા વ્યક્તિ થાય છે, જે કોઈ વ્યક્તિનો આધાર નંબર અને ડેમોગ્રાફિક માહિતી અથવા બાયોમેટ્રિક માહિતી સેન્ટ્રલ આઇડેન્ટિટીઝ ડેટા રિપોઝીટરી (CIDR) ને ઓથેન્ટિકેશન માટે સબમિટ કરે છે.
