AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mucormycosis : ત્રણ ગુજરાતી સહીત કુલ 5 કંપની, મ્યુકરમાઈકોસીસની દવાનું કરશે ઉત્પાદન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

મ્યુકરમાઈકોસીસીની ( mucormycosis) મહામારીથી લોકોને બચાવવા માટે કેન્દ્ર સરકારે કુલ પાંચ કંપનીઓને મ્યુકરમાઈકોસીસની દવા બનાવવા મંજૂરી આપી છે. જેમાં ગુજરાતની (gujarat) ત્રણ કંપનીઓનો સમાવેશ થાય છે.

Mucormycosis : ત્રણ ગુજરાતી સહીત કુલ 5 કંપની, મ્યુકરમાઈકોસીસની દવાનું કરશે ઉત્પાદન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ત્રણ ગુજરાતી કંપની સહીત કુલ 5 કંપની, mucormycosisની દવાનું કરશે ઉત્પાદન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
| Updated on: May 21, 2021 | 10:57 PM
Share

દેશમાં આજકાલ કોરોનાની સાથે સાથે વધી રહેલા મ્યુકરમાઈકોસીસના ( mucormycosis) કેસથી કેન્દ્ર સરકાર સહીત વિવિધ રાજ્યોની સરકાર ચિંતીત છે. આ સ્થિતિનો સામનો કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મ્યુકરમાઈકોસીસને મહામારી જાહેર કરવા તાકીદ કરી છે. મહામારીથી લોકોને બચાવવા માટે કેન્દ્ર સરકારે કુલ પાંચ કંપનીઓને મ્યુકરમાઈકોસીસની દવા બનાવવા મંજૂરી આપી છે. જેમાં ગુજરાતની ( gujarat) ત્રણ કંપનીઓનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) જણાવ્યુ છે કે, ફુગ આધારિત ( મ્યુકરમાઈકોસીસ ( mucormycosis)ના રોગમા ઉપયોગમાં લેવાતી, એમ્ફોટેરીસીન-બી’  ( Amphotericin-B )દવાના ઉત્પાદન માટે વધુ પાંચ કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. આ પાંચ કંપનીઓમાં એક હૈદરાબાદની, એક પુણેની અને ત્રણ કંપની ગુજરાતની છે. આ પાંચેય કંપનીઓ જુલાઈથી 1,11,000 બોટલનું ઉત્પાદન કરશે.

આરોગ્ય મંત્રાલયે એવી પણ વિગતો જણાવી છે કે, સરકાર મ્યુકરમાઈકોસીસની દવાનું ઘરેલુ ઉત્પાદન વધારવાની સાથે સાથે વિદેશથી પણ દવાની આયાત (Import ) કરવાની કાર્યયોજના બનાવી રહી છે. મે મહિનામાં જ 3,63,0000 બોટલની આયાત કરવામાં આવી હતી. જ્યારે દેશમાં લાયસન્સ ધરાવતી કંપનીઓ દ્વારા 5,26,753 બોટલનું ઉત્પાદન કરવામાં આવ્યુ હતું.

આરોગ્ય મંત્રાલયની ધારણા અનુસાર જૂન મહિનામમાં 3,15,0000 બોટલની આયાત કરવામાં આવશે. અને દેશમાં ‘એમ્ફોટેરીસીન-બી’ની જરૂરીયાત ઘરેલું ઉત્પાદન સહિત જૂનમાં 5,70,114 શીશીઓમાં પહોંચી જશે.

આરોગ્ય મંત્રાલયે સત્તાવાર રીતે નિવેદનમાં જણાવ્યું છે કે, તાજેતરમાં દેશના ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કોવિડ -19 (Covid-19) સંબંધિત મુશ્કેલીઓથી પીડિત લોકોને મ્યુકરમાઈકોસીસનો રોગ થયો હોવાનું સામે આવ્યુ છે. કોરોનાની સાથેસાથે આ રોગના કેસ પણ વધી રહ્યાં છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘એમ્ફોટેરીસીન-બી’ દવાની અછત હોવાના અહેવાલો પણ આવ્યા છે. પંરતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, ડ્રગ્સ વિભાગ અને વિદેશ મંત્રાલયના સહયોગથી, આ દવાનું સ્થાનિક ઉત્પાદન વધારવા માટે સક્રિયપણે પ્રયત્નો કરી રહ્યું છે.

કેન્દ્ર સરકારે સ્થાનિક કક્ષાએ દવાનુ ઉત્પાદન વધારવા સાથેસાથે દવાના વૈશ્વિક ઉત્પાદકો પાસેથી એમ્ફોટેરીસીન-બી દવા ખરીદવાના પ્રયાસો કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ‘એમ્ફોટેરીસિન-બી’ ના ઉત્પાદન માટે લાઇસન્સ મેળવનારી વધુ પાંચ કંપનીઓમાં, હૈદરાબાદની નાટ્કો ફાર્માસ્યુટિકલ્સ, ગુજરાતના વડોદરા સ્થિત એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ ( Alembic Pharmaceuticals), ગુફિક બાયોસાયન્સ લિમિટેડ ગુજરાત ( Gufic Biosciences Ltd. Gujarat), પુનાની એમ્કોર ફાર્માસ્યુટિકલ્સ ( Amcore Pharmaceuticals,) અને ગુજરાતની લૈકા (Laika) કંપની સામેલ છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">