લખનૌમાં દિવાલ ધરાશાયી થતા 9ના મોત, એકની હાલત ગંભીર

ગુરુવારે સવારથી લખનૌમાં શહેરમાં વરસાદ પડી રહ્યો છે, સતત વરસાદના કારણે દિવાલ ધરાશાયી થવાની આ ઘટના બની છે. સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને આપત્તિ રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાની રાહત રકમ અને તમામ ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

લખનૌમાં દિવાલ ધરાશાયી થતા 9ના મોત, એકની હાલત ગંભીર
9 Died in wall collapse in LucknowImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 9:46 AM

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં (Lucknow) કેન્ટ વિસ્તારના દિલકુશા પાસે એક નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી (wall collapse) થતાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 પુરૂષ, 3 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે 1 ઘાયલ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગુરુવારે સવારથી લખનૌમાં શહેરમાં વરસાદ પડી રહ્યો છે, સતત વરસાદના કારણે દિવાલ ધરાશાયી થવાની આ ઘટના બની છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. રાહત અને બચાવમાં ઝડપ લાવવા માટે દિલકુશામાં NDRFને બોલાવવામાં આવી છે.

અકસ્માતની ગંભીર નોંધ લેતા, સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને આપત્તિ રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાની રાહત રકમ અને તમામ ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. જ્યારે, સીએમએ ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચવા સૂચના આપી છે.

પરિવારજનોને થોડા દિવસ પહેલા જ બોલાવ્યા હતા

લખનૌ પૂર્વના ડીસીપી પ્રાચી સિંહે જણાવ્યું કે, રાત્રે 2.30 વાગ્યે ઘરની દિવાલ પડી. જેમાં 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ, ત્રણ બાળકો અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા તમામ લોકો મજૂર છે. તે દિવાલ બનાવવાનું કામ કરતા હતા. લાંબા સમયથી અહીં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું ત્યાં મજૂરો પરિવાર સાથે રહેતા હતા. થોડા દિવસો પહેલા કામદારોએ તેમના પરિવારના સભ્યોને પણ બોલાવ્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કહેવામાં આવી રહ્યું છે કે બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત લાખુના દિલકુશા કોલોનીમાં થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે રાત્રે જમ્યા બાદ મજૂરો દિવાલ પાસે તંબુ બનાવીને આરામ કરી રહ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">