કોલકાતા ગેમિંગ એપ કૌભાંડ કેસમાં 6 સ્થળો પર દરોડા, 17 કરોડની રોકડ જપ્ત, વાંચો મોટા અપડેટ્સ

દરોડા દરમિયાન એજન્સીએ 500 રૂપિયાની સૌથી વધુ નોટો જપ્ત કરી છે. અહીં વાંચો અત્યાર સુધીના દરોડા અને જપ્તી સંબંધિત 10 મોટા અપડેટ્સ...

કોલકાતા ગેમિંગ એપ કૌભાંડ કેસમાં 6 સ્થળો પર દરોડા, 17 કરોડની રોકડ જપ્ત, વાંચો મોટા અપડેટ્સ
Gamig app ed raid
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 7:41 AM

એન્ટી મની લોન્ડરિંગ (Money laundering) એજન્સી EDએ ફરી એકવાર કોલકાતામાંથી કરોડો રૂપિયા જપ્ત કર્યા છે. શનિવારે, EDએ મોબાઇલ ગેમિંગ એપ કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના ઘરેથી 17 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. મળી આવેલા રોકડની ગણતરી કરવા ઘણાબધા મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે હવે ચલણી નોટોની ગણતરી પુરી થઈ ગઈ છે. દરોડા દરમિયાન એજન્સીએ 500 રૂપિયાની સૌથી વધુ નોટો જપ્ત કરી છે. અહીં વાંચો અત્યાર સુધીમાં દરોડા અને જપ્તી સંબંધિત 10 મોટા અપડેટ્સ…

  1. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે કોલકાતા સ્થિત મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટરના ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, EDને પ્રમોટરના ઘરેથી 17 કરોડ રૂપિયા રોકડા મળ્યા, જેમાં 500, 2000 અને 200 રૂપિયાની ચલણી નોટો સામેલ છે.
  2. હવે નોટોની ગણતરી પૂરી થઈ ગઈ છે. બપોરે 3 વાગ્યે EDએ ટ્વિટર પર દરોડા અંગે માહિતી આપી હતી. જોકે સવારે જ દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ 11 વાગ્યાના ANIના વીડિયોમાં ઓછામાં ઓછા ચાર મશીનો જોઈ શકાય છે. જેમાં પ્રમોટરના પરિસરમાંથી ઓછામાં ઓછા ચાર મશીનો બહાર લાવવામાં આવ્યા છે.
  3. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે મોબાઈલ ગેમિંગ એપના સંબંધમાં કોલકાતામાં છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું હતું કે કેસ સાથે સંકળાયેલી સંસ્થાઓ નકલી એકાઉન્ટનો ઉપયોગ કરી રહી છે.
  4. તપાસ એજન્સીએ કહ્યું કે દરોડા મોબાઈલ ગેમિંગ એપથી સંબંધિત છે, જે લોકોને છેતરતી હતી. ઇડીએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે વસૂલ કરાયેલા નાણાં આરોપીઓએ ગેમ દ્વારા છેતર્યા હતા.
  5. અંબાણીના અચ્છે દિન, મળ્યો 930 મેગાવોટ પાવર સપ્લાયનો ઓર્ડર
    આજનું રાશિફળ તારીખ : 12-12-2024
    આ IPOમાં દિગ્ગજોએ કર્યું રોકાણ, 13 ડિસેમ્બર છે છેલ્લી તારીખ
    Earwax Cleaning Tips : કાનની ગંદકી સાફ કરવાના 4 સરળ ઘરેલું ઉપચાર
    ગુજરાતના આ ગામથી 185 knt miles દૂર છે પાકિસ્તાન, જાણો ગામની વિશેષતા
    ગુજરાતના પાલનપુરથી માત્ર 80 કિમી દૂર છે આ હિલ સ્ટેશન, સુંદરતા છે ગજબ
  6. કોલકાતાના નિસાર અહદ ખાન નામના બિઝનેસમેનના મકાનમાંથી કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ ગેમિંગ એપની ઓળખ ઈ-નગેટ્સ તરીકે કરી છે.
  7. તપાસ એજન્સી ED અનુસાર, ફેબ્રુઆરી 2021માં કોલકાતા પોલીસ સ્ટેશનમાં કંપની અને તેના પ્રમોટર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ગેમિંગ એપ કેસમાં EDએ અગાઉ કોલકાતામાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા.
  8. એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે ગેમિંગ એપ ઓપરેટરની કેટલીક રાજકીય કડીઓ તપાસ હેઠળ છે. આ દરોડાથી પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ ટીએમસી અને ભાજપ વચ્ચે જાણે યુદ્ધ છેડાયું છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ઉદ્યોગપતિને હેરાન કરવામાં આવ્યા હતા, જેને ભાજપે ફગાવી દીધા હતા.
  9. એજન્સી તપાસ કરી રહી છે કે શું એપ અને તેના ઓપરેટરોની અન્ય “ચાઈનીઝ નિયંત્રિત” એપ સાથે લિંક હતી. સામાન્ય રીતે ચાઈનીઝ એપ વધુ પડતા દરે લોન આપે છે અને લોકોને દેવાની જાળમાં ફસાવે છે, ઈડી આ કેસમાં આવું કોઈ જોડાણ છે કે કેમ તેની તપાસ કરી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">