Gujarat Board 12th Exam 2025 : ગુજરાત 12મા બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, નવી તારીખ અહીં જુઓ

Gujarat Board 12th Exam 2025 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEB એ 12મા બોર્ડની પરીક્ષાનું નવું સુધારેલું ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. આ પરીક્ષા 3 માર્ચ 2025 ના રોજ સમાપ્ત થવાની હતી પરંતુ હવે તેને વધારીને 17 માર્ચ કરવામાં આવી છે. 13 અને 14 માર્ચે હોળીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.

Gujarat Board 12th Exam 2025 : ગુજરાત 12મા બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, નવી તારીખ અહીં જુઓ
Gujarat Board 12th Exam 2025 time table
Follow Us:
| Updated on: Dec 12, 2024 | 8:03 AM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEB એ 12મા બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે. બોર્ડે તેની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર પરીક્ષાનું સુધારેલું સમયપત્રક પણ બહાર પાડ્યું છે. પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી 2025 થી શરૂ થવાની છે, જે 17 માર્ચે સમાપ્ત થશે.

જો કે બોર્ડ દ્વારા અગાઉ નક્કી કરાયેલી તારીખ મુજબ પરીક્ષા 13 માર્ચે સમાપ્ત થઈ જતી હતી, પરંતુ હવે તેને લંબાવીને 17 માર્ચ કરવામાં આવી છે. 13 અને 14 માર્ચે ઉજવાતી હોળીને ધ્યાનમાં રાખીને બોર્ડે પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે.

પરીક્ષાની નવી તારીખ ચેક કરી શકો છો

ધોરણ 12 વિજ્ઞાન, કલા અને વાણિજ્ય પ્રવાહ માટે ગુજરાત બોર્ડનું સુધારેલું ટાઈમ ટેબલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર ઉપલબ્ધ છે. ઉમેદવારો આ વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાની નવી તારીખ ચેક કરી શકો છો. ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર 12મી બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ અર્થશાસ્ત્ર સાથે શરૂ થશે અને 17 માર્ચે સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત વિષયો સાથે સમાપ્ત થશે.

આજનું રાશિફળ તારીખ : 12-12-2024
આ IPOમાં દિગ્ગજોએ કર્યું રોકાણ, 13 ડિસેમ્બર છે છેલ્લી તારીખ
Earwax Cleaning Tips : કાનની ગંદકી સાફ કરવાના 4 સરળ ઘરેલું ઉપચાર
ગુજરાતના આ ગામથી 185 knt miles દૂર છે પાકિસ્તાન, જાણો ગામની વિશેષતા
ગુજરાતના પાલનપુરથી માત્ર 80 કિમી દૂર છે આ હિલ સ્ટેશન, સુંદરતા છે ગજબ
પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે માત્ર '0' નહીં આટલી વસ્તુ પણ ચકાસવી ખૂબ જરૂરી

Gujarat Board 12th Exam 2025 Timetable : પરીક્ષાનો સમય શું છે?

ધોરણ 12 વ્યાવસાયિક અને કલા અને વાણિજ્ય પ્રવાહની પરીક્ષાઓ બે પાળીમાં લેવામાં આવશે. સવારની પાળીમાં પરીક્ષા સવારે 10:30 થી 1:45 સુધી અને બીજી પાળીમાં પરીક્ષા બપોરે 3 થી 6:15 દરમિયાન લેવામાં આવશે. ગુજરાત બોર્ડ દ્વારા 12મા ધોરણના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ બપોરે 3 થી 6:30 દરમિયાન બીજી શિફ્ટમાં લેવામાં આવશે. આ પરીક્ષાઓની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 22 ઓક્ટોબરથી શરૂ થઈ અને 30 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ હતી.

Gujarat Board 12th Exam 2025 : ટાઇમ ટેબલ આ રીતે કરો ચેક

  • સૌ પ્રથમ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જાઓ.
  • પછી હોમપેજ પર HSC પરીક્ષા 2025 રિવાઇઝ્ડ ટાઇમ ટેબલ લિંક પર ક્લિક કરો.
  • તે પછી સ્ક્રીન પર પીડીએફ ફોર્મેટમાં ડેટ શીટ દેખાશે.
  • ટાઈમ ટેબલ ડાઉનલોડ કરો અને સેવ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે પરીક્ષાના ટાઈમ ટેબલની પ્રિન્ટઆઉટ લો.

આ વર્ષે યોજાયેલી ગુજરાતમાં યોજાયેલી બોર્ડની પરીક્ષાઓની વાત કરીએ તો ધોરણ 12ની પરીક્ષામાં કુલ 4.89 લાખ વિદ્યાર્થીઓ (વિજ્ઞાનમાં 1.11 લાખ અને સામાન્યમાં 3.78 લાખ) એ પરીક્ષા આપી હતી. વિજ્ઞાન પ્રવાહની પાસ થવાની ટકાવારી 65.58 ટકા અને સામાન્ય પ્રવાહની પાસ થવાની ટકાવારી 73.27 ટકા રહી છે.

g clip-path="url(#clip0_868_265)">