Rajiv Gandhi Death Anniversary: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથી, સોનિયા તેમજ રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની (Rajiv Gandhi)આજે પુણ્યતિથી છે. તેમનું નિધન 21મે 1991ની રાત્રિએ થયું હતું. તમિલનાડુના(Tamilnadu) શ્રીપેરંબદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન મહિલા આત્મઘાતી દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

Rajiv Gandhi Death Anniversary: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથી, સોનિયા તેમજ રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ
Rajiv Gandhi Death Anniversary
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 9:53 AM

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Rajiv Gandhi)ની આજે પુણયતિથી છે. તેમનું નિધન 21મે 1991ની રાત્રિએ થયું હતું. તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન મહિલા આત્મઘાતી દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આજે તેમની પુણ્યતિથી નિમિત્તે રાહુલ ગાંધીએ (Rahul Gandhi)એ ટ્વિટ કરીને પિતાનું સ્મરણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સૌથી ઓછી વયમાં વડાપ્રધાન પદ મેળવનારા રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944માં થયો હતો. રાજીવ ગાંધીએ ભારતમાં કમ્પ્યૂટર અને દૂરસંચાર ક્રાંતિ લાવવાનું ક્ષેય આપવામાં આવે છે. તેમણે કમ્પ્યૂટરને ભારતના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. જોકે ભારતમાં ઈર્ન્ફોમેશન ટેકનોલોજીને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા લખ્યું કે ‘મારા પિતા દૂરદર્શી નેતા હતા. જેમની નીતિએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી હતી. તે એક દયાળુ વ્યક્તિ હતા , જેમણે મને અને પ્રિયંકાને ક્ષમતા, સહાનુભૂતિના મૂલ્ય શીખવ્યા હતા. મને તેમની ખૂબ યાદ આવે છે અને અમે બંનેએ સાથે જે સમય વિતાવ્યો તેને હું યાદ કરું છું.

1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કરી હતી ઘોષણા

વડાપ્રધાન રાજીવ ગાંધીએ સરકારને 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કરી હતી.  આ નીતિ હેઠળ આખા દેશમાં ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાનું આધુનિકીકરણ થયું હતું. રાજીવ ગાંધીની છબી હંમેશાંથી સ્વચ્છ અને બેદાગ હતી. જ્યારે તેમણે 1980માં રાજકારણમાં પગ મૂક્યો હતો. જોકે તેમનું નામ કથિત રીતે ઘણા ગોટાળામાં સામેલ થયું હતુ. તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ ચૂંટણી રેલીમાં ઘણી વાર પોતાની ગાડી જાતે જ ચલાવીને વિવિધ સ્થળોએ પહોંચી જતા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

IYC કરશે ‘ભારત જોડો’ અભિયાનની શરૂઆત

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણયતિથી પર ભારતીય યુવા કોંગ્રેસ આજે ‘ભારત જોડો’અભિયાન શરૂ કરશે. આઇવાયસીએ એક વકત્વ્ય જાહેર કરીને આ જાણકારી આપી હતી. આઇવાઇસીના નિવેદન મુજબ તે રાજીવ ગાંધીના જીવન અને પ્રતિભા ખોજ કાર્યક્મ ઉપર આધારિત રક્તદાન શિબિર, ફોટોગ્રાફી પ્રદર્શનનું પણ આયોજન કરશે. આઈવાઈસીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિવાસે કહ્યું હતું કે આજે આપણે ડિજિટલ ક્રાંતિના તબક્કામાં જીવી રહ્યા છે, જેની આધારશિલા રાજીવ ગાંધીએ મૂકી હતી. આ અભિયાન હેઠળ અમે ભારત જોડવાની પહેલ તરીકે નવી ક્રાંતિની શરૂઆત કરીશું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">