દેશમાં કોરોનાના નવા નોંધાયા 3038 કેસ, સક્રિય કેસની સંખ્યા 21 હજારને પાર
દેશમાં નવા નોંધાયેલા કોરોનાના કેસની સાથે, દેશમાં કોરોનાની સક્રિય કેસની સંખ્યા 21 હજાર 179 પર પહોંચી ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 3038 નવા કેસ નોંધાયા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા 21 હજાર 179 પર પહોંચી ગઈ છે.દિલ્હીમાં કોવિડનો સકારાત્મક દર 18 ટકાને વટાવી ગયો છે. આ સાથે રાજધાની દિલ્લીમાં કોવિડથી 2 દર્દીઓના મોત પણ થયા છે. જ્યારેયે, છત્તીસગઢની એક ગર્લ્સ હોસ્ટેલમાં 19 વિદ્યાર્થીની કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
દેશમાં કોવિડની આ છે સ્થિતિ
સોમવારે દેશભરમાં કોવિડના 3,641 કેસ નોંધાયા હતા. જ્યારે 11 દર્દીઓના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં ત્રણ, દિલ્હીમાં 2, કેરળ, કર્ણાટક અને રાજસ્થાનમાં એક-એક દર્દીના મોત થયા છે. દેશભરમાં કોવિડનો દૈનિક હકારાત્મકતા દર 6.12 છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર વધીને 2.45 ટકા થઈ ગયો છે.
ગુજરાતમાં ગઈકાલે, કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો હતો. 03 એપ્રિલના રોજ કોરોનાના નવા 231 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 2214એ પહોંચી હતી. રવિવારની સરખામણીમાં સોમવારે કોરોના એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રવિવારે ગુજરાતમાં 2332 એક્ટિવ કેસ હતા. સોમવારે કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે. જેમાં સોમવારે કોરોનાથી 374 દર્દી સાજા થયા છે. સોમવારે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયુ નથી.
કયા જિલ્લામાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદમાં 66, વડોદરામાં 27, રાજકોટમાં 19, સુરતમાં 22, સાબરકાંઠામાં 14, ભરુચમાં 13, મોરબીમાં 11, ગાંધીનગરમાં 7, વલસાડમાં 6, અમરેલીમાં 5 આણંદમાં 5, ગાંધીનગરમાં 5, સુરત જિલ્લામાં 5, કચ્છમાં 4, રાજકોટ જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 4, બનાસકાંઠામાં 3, પંચમહાલમાં 3, અમદાવાદમાં 2, પોરબંદરમાં 2, વડોદરા જિલ્લામાં 2, મહેસાણામાં 1 અને નવસારીમાં 1 કેસ નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર
ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…