એપ્રિલમાં કોરોનાનો વ્યાપ વધ્યો, 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 550થી વધુ કેસ, સક્રિય કેસોએ વધારી ચિંતા
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના નવા 562 કેસ જોવા મળ્યા છે, જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે. તો બીજી બાજુ, દિલ્હીમાં કોરોનાના 429 નવા કેસ સંક્રમિત કેસ જોવા મળ્યા હતા. જ્યારે, એક દર્દીનુ મોત થયુ છે.
કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 429 અને મહારાષ્ટ્રમાં 562 નવા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. તો બીજી બાજુ મૃત્યુ પામેલા લોકોમાં એક દિલ્હીનો અને ત્રણ મહારાષ્ટ્રના દર્દી છે. આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 2667 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 429 નવા કોરોનાના કેસ જોવા મળ્યા હતા. એક દર્દીનુ કોરોનાને કારણે મોત થયુ છે. જો કે, એવું કહેવામાં આવ્યું છે કે દર્દીના મૃત્યુનું પ્રાથમિક કારણ કોરોના નથી. આ સાથે, કોરોના ચેપ દર વધીને 16.09 ટકા થઈ ગયો છે. હાલમાં રાહતની વાત એ છે કે 249 દર્દીઓ સાજા પણ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 562 નવા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે. રાહતની વાત એ છે કે 395 દર્દીઓ સાજા થયા છે. અગાઉ એટલે કે શનિવારે રાજ્યમાં સંક્રમણના 669 કેસ નોંધાયા હતા. હવે રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3,488 થઈ ગઈ છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 81,45,342 થઈ ગઈ છે. તે જ સમયે, મૃતકોની સંખ્યા વધીને 1,48,444 થઈ ગઈ છે.
હવે દિલ્હીમાં 1395 સક્રિય દર્દીઓ, 44 દર્દીઓ ICUમાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલના રોજ દિલ્હીમાં 416 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે, ચેપ દર 14.37 ટકા હતો. હાલમાં, કોરોનાના કુલ 1395 સક્રિય દર્દીઓ છે. જેમાં 879 હોમ આઇસોલેશનમાં છે અને 87 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી 44 દર્દીઓ ICUમાં, 33 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર અને 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે . જેમાં 02 એપ્રિલના રોજ કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 2332એ પહોંચી છે.અમદાવાદમાં 114, મહેસાણામાં 34, વડોદરામાં 24, રાજકોટમાં 20, સુરતમાં 20, વડોદરા જિલ્લામાં 12, રાજકોટમાં 11, વલસાડમાં 07, ગાંધીનગર જિલ્લામાં 06, સુરત જિલ્લામાં 06, આણંદમાં 05, ભરૂચમાં 05, પંચમહાલમાં 05, જામનગરમાં 04, મોરબીમાં 04, પાટણમાં 04, અમદાવાદ જિલ્લામાં 03, બનાસકાંઠામાં 03, ભાવનગર જિલ્લામાં 03, ખેડામાં 03, દ્વારકામાં 01, ગાંધીનગરમાં 01, કચ્છમાં 01, મહીસાગરમાં 01, નવસારીમાં 01, પોરબંદરમાં 01, સાબરકાંઠામાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.જ્યારે કોરોના રિકવરી રેટ 98.96 ટકા થયો છે. જેમાં આજે કોરોનાથી 263 દર્દી સાજા થયા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…