તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં PFI વિરુદ્ધ NIA ની 23 ટીમોએ દરોડા પાડ્યા, આતંકવાદી કનેક્શનની તપાસ

NIN ની 23 ટીમો આ કાર્યવાહીમાં લાગેલી છે. તેણે કુલ 30 જગ્યાએ દરોડા પણ પાડ્યા છે. NIA છેલ્લા ઘણા દિવસોથી આ કેસ સાથે જોડાયેલા લોકો પર નજર રાખી રહી હતી. આ સંગઠન સાથે પહેલાથી જ આતંકવાદી ગતિવિધિઓના અહેવાલો મળી ચૂક્યા છે.

તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં PFI વિરુદ્ધ NIA ની  23 ટીમોએ દરોડા પાડ્યા, આતંકવાદી કનેક્શનની તપાસ
NIA Raid
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 12:54 PM

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રવિવારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન નિઝામાબાદ એ કેસ પર કાર્યવાહી કરી રહ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અહીં કરાટે ટ્રેનિંગ સેન્ટરની જગ્યાએ આતંકવાદી ટ્રેનિંગ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. NIAએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના જિલ્લા કન્વીનર શાહદુલ્લાહના સ્થાન પર દરોડા પાડ્યા છે.

NIA 30 સ્થળો પર દરોડા પાડીને કાર્યવાહી કરી

જાણકારી અનુસાર NIA 30 સ્થળો પર દરોડા પાડીને કાર્યવાહી કરી રહી છે. જેમાં નિઝામાબાદ, કુર્નૂલ અને ગુંટુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. એનઆઈએ આ દરોડામાં આ સંગઠન અને તેના સભ્યોના આતંકવાદી કનેક્શન કાઢવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે મહંમદ ઈમરાન અને મોહમ્મદ અબ્દુલ મોબીનને અગાઉથી જ કસ્ટડીમાં લીધા છે. તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં ગંભીર આરોપો લાગ્યા

NIAના હૈદરાબાદ યુનિટે અબ્દુલ ખાદર અને અન્ય 26 લોકો સામે કેસ નોંધ્યો હતો. આ કેસમાં કેન્દ્ર સરકાર સામે કથિત યુદ્ધ છેડવાની યોજના હોવાના ગંભીર આક્ષેપો થયા છે. પીએફઆઈ સંગઠનમાં યુવાનોની ભરતી કરીને તેમને આતંકવાદી તાલીમ આપવાના આરોપો પણ લાગ્યા છે જેથી તેઓ આતંકવાદી ઘટનાઓને અંજામ આપી શકે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમામ આરોપો NIAની FIRમાં લખવામાં આવ્યા

PFI પર એવો પણ આરોપ છે કે તેઓ ગેરકાયદેસર મેળાવડાઓનું આયોજન કરે છે જેમાં તેઓ ધર્મના આધારે અન્ય જૂથો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરે છે. આરોપ છે કે આ સંગઠન દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને નુકસાન પહોંચાડવામાં પણ સામેલ છે. આ તમામ આરોપો NIAની FIRમાં લખવામાં આવ્યા છે.

23 ટીમો કરી રહી છે તપાસ

NIN ની 23 ટીમો આ કાર્યવાહીમાં લાગેલી છે. તેણે કુલ 30 જગ્યાએ દરોડા પણ પાડ્યા છે. NIA છેલ્લા ઘણા દિવસોથી આ કેસ સાથે જોડાયેલા લોકો પર નજર રાખી રહી હતી. આ સંગઠન સાથે પહેલાથી જ આતંકવાદી ગતિવિધિઓના અહેવાલો મળી ચૂક્યા છે.

થોડા દિવસો પહેલા, ફુલવારી શરીફ આતંકવાદી મોડ્યુલ કેસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ કતારથી ક્રિપ્ટોકરન્સીના રૂપમાં પૈસા મેળવતા હતા. પોલીસે કહ્યું હતું કે ફુલવારી શરીફના રહેવાસી માર્ગુ અહેમદ દાનિશની ભારત વિરોધી વિચારો ફેલાવવા માટે ગઝવા-એ-હિંદ અને ડાયરેક્ટ જેહાદના બે વોટ્સએપ જૂથો ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">