અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યા કેસમાં કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI સાથે છે કનેક્શન, NIAનો મોટો ખુલાસો

અમોલ કોલ્હે મર્ડર સાથે ઈસ્લામિક સંગઠન PFIના કનેક્શનને લઈને NIAની તપાસ ચાલી રહી છે. આ કેસમાં બે આરોપીઓને 12 ઓગસ્ટ સુધી NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યા કેસમાં કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI સાથે છે કનેક્શન, NIAનો મોટો ખુલાસો
ઉમેશ કોલ્હે મર્ડર કેસImage Credit source: ફાઇલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 6:25 PM

અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યા (Umesh Kolhe murder)કેસનું કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI સાથે કનેક્શન સામે આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી NIAએ આ ખુલાસો કર્યો છે. મૌલવી મુશ્ફિકનું કનેક્શન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા નામના કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળે છે. NIAએ હવે આ એંગલથી તપાસ આગળ વધારી છે કે કોલ્હે હત્યામાં આ સંગઠનની સંડોવણી કેટલી અને કેટલી હદે છે. નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા એક કેમિસ્ટની હત્યા કરવામાં આવી હતી.

બીજેપી નેતા અનિલ બોંડેએ એવો દાવો કર્યો હતો કે અમોલ કોલ્હેની હત્યા પહેલા તેમને નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા માટે ધમકીઓ મળી રહી હતી. ઉદયપુરના કન્હૈયાલાલને જે રીતે ચીરી નાખવામાં આવ્યા હતા તેવી જ રીતે છરી વડે તેની હત્યા કરવામાં આવી હતી. જો પોલીસે મામલો દબાવીને સત્ય ના કહ્યું હોત તો કોલ્હેની હત્યા બાદ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા રોકી શકાઈ હોત. અપક્ષ સાંસદ નવનીત રાણાએ કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુર અને પોલીસ કમિશનર આરતી સિંહ પર પણ આરોપ લગાવ્યો હતો કે અમરાવતી પોલીસ નુપુર શર્માના સમર્થનને કારણે હત્યાનો એંગલ છુપાવી રહી છે અને હત્યાનું કારણ લૂંટને કહી રહી છે. આ પછી આ કેસ NIAને સોંપવામાં આવ્યો હતો.

PFI કનેક્શન અંગે NIAની તપાસ શરૂ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અમોલ કોલ્હે મર્ડર સાથે ઈસ્લામિક સંગઠન PFIના કનેક્શનને લઈને NIAની તપાસ ચાલી રહી છે. આ કેસમાં બે આરોપીઓને 12 ઓગસ્ટ સુધી NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેશ કોલ્હેની હત્યાનો માસ્ટર માઈન્ડ ઈરફાન શેખ મૌલવી મુશ્ફિક અહેમદને પોતાનો આદર્શ માને છે. PFI સાથે મૌલવી મુશ્ફિકના સંબંધની વાત સામે આવી છે. અમોલ કોલ્હેની હત્યા મુશ્ફિકના કહેવા પર નૂપુર શર્માને સમર્થન કરતી પોસ્ટ ફોરવર્ડ કરવા બદલ કરવામાં આવી હતી.

કોણ છે મુશ્ફિક કોના ઈશારે NIAને કોલ્હેની હત્યાની શંકા?

મુશ્ફિક અહેમદ મૌલવી છે. અબ્દુલ અરબાઝ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર પણ છે. આ બંનેએ કોલ્હે હત્યા કેસના મુખ્ય સૂત્રધાર ઈરફાન ખાન અને અન્ય આરોપીઓને હત્યા બાદ છુપાવવામાં મદદ કરી હતી. NIAના નવા ખુલાસો અનુસાર, મુશ્ફિક કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI સાથે જોડાયેલો છે. હાલમાં NIA આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">